હેમંત ઉપાધ્યાય

મિત્રો,

 આપણા શિધ્ર કવિ હેમંતભાઈ ઉપાધ્યાય એ વિષયને વળગી રહી એક નહિ બે કવિતા રજુ ક.રી  સર્જનાત્મક શકિતના દર્શન કરાવ્યા હતા ,તેઓ કવિ છે પરંતુ કૈક નવું કરી જીવન જીવવાની ખેવના  રાખે છે ,જે જોઈ પ્રભુ પણ મલકાઈ ઉઠે ….અને કયારે શક્ય બને જયારે માબાપના ચહેરા પર સ્મિત જોવા મળે .બહુ ઉંચી ભાવના આખા કાવ્યમાં રજુ કરી છે ,તો બીજા કાવ્યમાં અંદર છુપાયેલા પ્રેમીના દેખાય છે,પ્રેમી  પામવા ની ખેવના માં…બીજા જન્મ લેવા તૈયાર છે  એને પામવા ની ખેવના માં,. આ જીવન ને. પણ દેકારો આપતા કહે છે …..
“ખુદા  ઈશ્વર કે પયગંબર,બધાય ને આજીજી ઘણી કરી ,
હવે કશું  નહિ તો મારા શ્વાસ   થંભી   જાય  તો સારું”
​….​

બેઠક-hemantbhai

 

 

રોજ મલકાવાય ” તો સારું”-9 

સરકતા  જતા સમય ને  બાંધી શકાય તો  સારું
ને તૂટેલા  બે હૃદય  ને સાંધીશકાય તો   સારું

સહારો થઇ શકાય અન્ય નો  રસ્તે  જતાં જતાં
કોઈક  ગમગીન ચહેરા ને હસાવી  શકાય તો સારું

પુણ્ય ના ભાથા  તીર્થો  મંદિરો માં  ઘણા કર્યા
હવે માનવ સેવા   થી મહેકી જવાય  તો સારું

સહુ ને કર્મ ના ફળ  મુજબ મળે છે જીંદગી
આ  જીંદગી ને અણમોલ ઉપહાર બનાવાય તો સારું

જીંદગી આવે  ને જતી રહે , નોંધ  કોઈ ના  લે
હરખાય  ઈશ્વર પણ એવું જીવન જીવાય   તો સારું

જીવન ઝરુખે  ઝગમગે સત કર્મો ની દીપમાળા
ક્ષમા  , પ્રેમ ,અને કરુણા ,  અપનાવાય  તો સારું

જન્મ  આપી જેણે જીવન સજાવ્યું છે  આપનું
એ માત પિતા નું  મુખડું રોજ  મલકાવાય  તો સારું

ઓમ માં ઓમ
હેમંત  ઉપાધ્યાય
૬૬૯  ૬૬૬ ૦૧૪૪

 

પ્રેમી ની   વેદના -10
 

એકવાર   નજર થી નજર   મળી  જાય તો સારું
અને  નયનો થી  સઘળું   સમજી  જાય તો  સારું

શબ્દો મારા સીમા ઓ માં, બંધાઈ જાય  તો સારું
ને મૌન માં જ બધું    કહેવાઈ      જાય  તો સારું

લાગણી ના મોજા  હવે શમી     જાય  તો સારું
અને આ દરદ   સહન થઇ    જાય  તો સારું

રાત અને દિવસ હૃદય  માં કોતર્યું છે નામ  જેનું
એ સ્મરણો  માં થી હવે ખોવાઈ   જાય  તો સારું

શ્વાસે  શ્વાસે સતત નામ  ગોખ્યું   છે મેં  જેનું
એ નામ ધબકારા  માં હવે તણાઈ    જાય  તો સારું

ખુદા  ઈશ્વર કે પયગંબર,બધાય ને આજીજી ઘણી કરી
હવે કશું  નહિ તો મારા શ્વાસ   થંભી   જાય  તો સારું

આ જન્મ  માં જે પ્રેમ પામી ના શક્યો   હું
આવતા  જન્મે  એ જ પ્રેમ મળી જાય  તો સારું

ઓમ માં  ઓમ

હેમંત   ઉપાધ્યાય
૬૬૯  ૬૬૬  ૦૧૪૪

 

Share this:

*******************************************

આવ્યો છું -હેમંત ઉપાધ્યાય-8

મિત્રો 
ઉપાધ્યાય સાહેબ હોય કે કલ્પનાબેન ,અથવા તો દાવડાસાહેબ જેવા બીજા અનેક આપણા વડીલો વતન થી દુર આવ્યા પછી પોતાના વ્યક્તિત્વ ને શોધતા ફરે છે,અમેરિકામાં આવ્યા છે પરંતુ ભારત છુટ્તું  નથી..અને એટલેજ ભારતીયપણું અને  ગુજરાતીપણું તેમના લખાણો દ્વારા કે કવિતા દ્વારા જાળવી રાખ્યું છે..   અને આ ઉમરે બદલાવ સ્વીકારવો અઘરો પણ છે, સંબધ ની વાત હોય ,કુટુંબની વાત હોય કે વતનની વાત હોય ,બધાનો માનવી સાથે અને તેની સંવેદના સાથે નાતો છે એમાં કોઈ શંકા નથી ,બાળક ચાલવાનું શિખતું હોય ત્યારે તે અવારનવાર પડી જાય છે. છતાં તે પ્રયત્ન ચાલુ રાખે છે. પોતાના પ્રયત્નો તે ચાલુ રાખે છે. પ્રયત્ન કરતાં કરતાં તે ચાલવાનું શિખી જાય છે. પછી તેને માટે ચાલવાનું એક સ્વાભાવિક ક્રિયા થઈ જાય છે. છે..  નાનું બાળક અજ્ઞાતરીતે સમજે છે કે મારે ચાલ્યાવગર છૂટકો નથી. બધા મજાના બે પગે ચાલે છે. માટે ચાલવું તે અશક્ય નથી. …આમ વિચારી દાવડા સાહેબની જેમ આગળ વધે છે તો  ..કયારેક વડીલોને વિચારો છનંછેડી જાય….આવું જ હેમંતભાઈની કવિતામાં છે આ પહેલાની કવિતામાં હેમંતભાઈ એ કહ્યું હતું કે પરદેશને સ્વીકારી લે… તો ફરી પૂર્વ તરફની બારી ઉઘડતા વતનના ભણકારા અને સુષુપ્ત સંવેદનાઓ જાગી ઊઠે તો મિત્રો માણો  આ કવિતા અને તમે પણ આવું જ કંઈક અનુભવતા હો તો તમારી ભાવનાઓને શબ્દ્સ્વરૂપ આપો ….અથવા અભિપ્રાય જરૂરથી આપશો.  
 
વતન   થી  અહીં   આવ્યા  પછી  ની  મનોદશા  પર  એક  કવિતા 
ફ્રિમોન્ટ   મંદિર માં સીનીયરો ની મિટિંગ    માટે આવ્યો  છું  
 
સ્વજનો ના સંબધો પર , અલ્પ  વિરામ મૂકી ને    આવ્યો  છું
અને ઘર માં જ મહેકતા એકાંત ની સુગંધ લેવા   આવ્યો  છું
વાણી ના વૈભવ સમા  , હોઠ પર  આવી ગયેલા    શબ્દો ને
બસ  હૃદય ની ઊંડી  ગુફા ઓ માં, ધકેલવા     આવ્યો  છું
ભારત  ના સંસ્કારો વિસરી જાય , એવા  લોકો ની  ભીડ   માં
નાનો પણ વતન ના સનાકારો નો દીપ , જલાવવા  આવ્યો  છું
વતન ની લાગણીઓ  અને યાદો ને  મન ની કબર માં દફનાવી ને
ધબકતા શ્વાસો  માં  વતન  ની , મહેક ભરી ને  આવ્યો  છું
દાન ધરમ , માનવ સેવા  ના અનેક વિકલ્પો  છોડી   દઈ ને
નિજી  સ્વાર્થ ની ઝોળી  અહીં    ,છલકાવવા    આવ્યો  છું
સ્મરણ માં  રહે છે  આપ ,સહુ સ્વજનો ની યાદ  સદા
બસ  જલ્દી આવીશ એવો વિશ્વાસ  દઈ ને   આવ્યો  છું
હૃદય ના ખૂણે   પડ્યા  છે , કેટલાય  દર્દો  આ દેશ  માં
તેથી જ વતન ની સુંગધ નું ઔષધ  લઇ ને   આવ્યો  છું
સંપત્તિ  ને સમૃદ્ધિ  કરતાંય  ,આરોગ્ય  સચવાય  સહુ નું
બસ એજ પ્રર્થન  સહુ દેવો ને ,  કરવા  માટે   આવ્યો  છું
ઓમ   માં  ઓમ
 
હેમંત   ઉપાધ્યાય
669 666  0144

 

કરતો જા -હેમંત વિ ઉપાધ્યાય-7

અહીં   આવ્યા પછી  સીનીયર  માં જરૂરી  બદલાવ  પર   એક  કવ

 કરતો   જા 
મળ્યો   છે  રૂડો  માનવ  દેહ . તો આનંદ  મંગલ   કરતો   જા
સહન શક્તિ   થી  વેણ સઘળા  સહી ,  તું નીલકંઠ  બનતો  જા
સ્નેહ ,સદભાવ અને  સમજણ  ના ,  સાથીયા  તું  પુરતો  જા
ક્ષમા  છે  સૌથી  મોટું  દાન , બસ તું દાતાર    બનતો  જા
આઘાત  સહુ છે  મન ના  કારણ , મન ની દિશા  બદલતો  જા
‘જય શ્રી  કૃષ્ણ ‘ ની આદત  છોડી  , સહુ ને  ‘ હાય ‘  કહેતો જા
હાસ્ય  છે  મોટું ઔષધ , સહુ ને મલકાટ  પીરસતો   જા
ઘરવાળી હસે  કે ના હસે . બહાર  તું  સ્મિત  વેરતો  જા
પ્રગતિ સહુ છોડી દઈને  , પગ  ની ગતિ  વધારતો  જા
આ દેશ છે  રૂડો આરોગ્ય  થી , એ સત્ય  તું  સમજતો  જા
વતન વાસીઓ   ની ભીડ મળી છે ,શબ્દ પુષ્પ   દેતો   જા
મંદિર છે  મહાલવાનો  બગીચો ,ઉત્સાહ  ગળે  લગાડતો  જા
ભારત  ભલે  રહે  હૃદય માં , અમેરિકા  ને વહાલ કરતો  જા
જનમ  ભલે  દેશ માં   લીધો , ઘડપણ  અહીં તું માણતો  જા
સોમવારે ભોળો મહાદેવ ભલો , પૂજા  અર્ચન  કરતો  જા
સીનીયરો  પણ દેવ છે રૂડા .  તું  નમન સહુ ને  કરતો  જા
તું  નમન સહુ ને  કરતો  જા
ઓમ   માં   ઓમ

હેમંત   વિ   ઉપાધ્યાય
669-666-0144

************************************************************

બની   રહેજે  તું  દયામૂર્તિ-6

પ્રકૃતિ એટલે ઈશ્વરના આ વિરાટ સ્વરુપ અને સૌંદર્યની અનુભૂતિ .પરમાત્માને અનુભવવાનો સહુથી સરળ માર્ગ છે પ્રકૃતિ. કહેવાય છે કે પ્રકૃતિ પરમાત્માની પ્રતિનિધિ છે. પ્રકૃતિ ઉજવણી એટલે ઉલ્લાસની ઉજવણી, આનંદની ઉજવણી, અસ્તિત્વની ઉજવણી..નદીઓ, પહાડ, જંગલ, વનસ્પતિ અને જીવ, બધા પરમાત્માના પ્રતિનિધિ છે.જ્યાં પ્રકૃતિ છે ત્યાં ઈશ્વરનું રૂપ છે ..મિત્રો ..આવી જ પ્રકૃતિની ના દર્શન અમારા સીનિઅર સિટિઝન  હેમંત ઉપાધ્યાય  એમની કવિતામાં કરે છે .

બની   રહેજે  તું  દયામૂર્તિ-6

તારી  નથી  કોઈ આકૃતિ , પ્રણામ  અમારા તને  પ્રકૃતિ
કદી હસાવે ,કદી રડાવે ,અગમ્ય ,અકલ્પ્ય છે તારી કૃતિ
પવન  પાણી  ને ધરા થી ,પ્રફુલ્લિત  કેવી  તું  ભાસતી
ચાંદ  , તારા  ને ગગન થી, પ્રણય આનંદે  તું  દિપતી
પર્વત  વૃક્ષ  ને ઝરણા ના, આભૂષણો થી તું શોભતી
મેઘધનુષ રંગે જયારે આકાશ, ત્યારે તું આનંદે રાચતી
ઉર આનંદે હરખાતો માનવ, જયારે તું કૃપા રાખતી
રાય પણ   બની જતો પામર રંક, જયારે તું કોપતી
પ્રાર્થીએ અમે સહુ ધરાવાસી , તું રહેજે સદા મહાલતી
રક્ષા  કરજે  ઓ  પ્રકૃતિ , બની રહેજે  તું દયા  ની મૂર્તિ
બની રહેજે તું દયા ની મૂર્તિ
ઓમ  માં ઓમ
હેમંત ઉપાધ્યાય

અમેરિકા   phone  ૪૦૮-૯૪૫-૧૭૧૭

********************************************************

મિત્રો-5
આજે હેમંતભાઈ  નો લખેલી  એક વાર્તા લાવી છું.હેમંત ભાઈ ની કવિતા હોય કે લખાણ કે વાર્તા તેમને એમનો વતન પ્રત્યેનો પ્રેમ જરૂર દેખાશે . અને સાથે સાથે પ્રભુ પરની શ્રધા છતી થયા વગર નહિ રહે .. હા આજ  એમનો  પરિચય . લોકો પોતાના અનુભવ લખી શકે  પરંતુ બીજાના અહેસાસ શબ્દોમાં  એવી રીતે વણી લેવાના  કે લોકો વાર્તા અંત સુથી વાંચે જ આવી એક ખૂબી તમને એમના લખાણમાં જોવા મળશે .
( હવે તેણે સંકલ્પ કર્યો કે આ ગામની દરેક   ‘મા’  માં તે પોતાની માનાં દર્શન કરશે)વાર્તાની આ  લીટી વાંચ્યા પછી  હું નિ:સંકોચભાવે એટલું તો જરૂર કહીશ કે … હું મારા વતન  થી ઘણી દુર છું  મારી માં , મારા સાસુ  મુબઈમાં છે પણ અમરિકામાં   આવી અને જયારે  પણ કોઇ ની વડીલ માં ને  જોવ છું  તો તેમાં મારી માં દેખાય છે .હેમંત ભાઈની વાર્તાનું આ  વાક્ય એની સાર્થકતા પુરવાર કરે છે .આપણે આપણાં વતન ને ભલે છોડી ને આવ્યા હોય  પરંતુ  આપણે હજી આપણાં  સંસ્કાર  છોડી નથી દીધા એ જ વાત  તમને હેમંતભાઈ ના લેખો અને કવિતામાં નજરે ચડ્યા વગર નહી રહે .

બસ હવે તમે ઘરમાંથી નીકળો..
પણ હું ક્યાં જાઉં? આ જમીનમાં મારા વરનો પણ ભાગ છે.
આટલા વર્ષે તમે ભાગ લેવા નીકળ્યાં છો ભાભી? હવે તમને ભાગ બતાવું છુ….રામજીભાઈ ગર્જયા..
રામજી અને હરજીવન બે સગા ભાઈ…જન્મે બ્રાહ્મણ હોવા છતા બાપદાદાની જમીનમાં બેઉ જણા સંપીને ખેતી કરે અને બેય કુટુંબ આનંદથી રહે.
આમ તો એમના પિતા પ્રાણજીવને ખેતરમાં જ બેય દીકરા નાં ઝૂંપડાં અલગ બનાવેલા પણ માતાપિતાના મૃત્યુ પછી ય બંને ભાઈઓ એક જ ઝૂંપડાં માં રહે …
હરજીવન ના પત્નીનું નામ પરસન…પણ બધા એમને લાડથી પસીબા કહે..અને તેમને એક જ પુત્ર નામે રાવજી….
રાવજી ભણવામાં હોંશિયાર અને માતા પરસન બા ભલે અભણ હતાં છતાંય તીવ્ર યાદશક્તિ વાળા  એટલે રાવજીને રોજ રામાયણ, ભાગવત, મહાભારતની વાતો કરે….જુદા જુદા શ્લોકો શીખવાડે અને ધાર્મિક જ્ઞાનથી સમૃદ્ધ કરે …
રામજી ભાઈ નાં પત્નીનું નામ જસોદા, ભગવાને તેમને કોઈ સંતાન આપ્યું નથી..એકવાર ખેતરમાં પાણી વાળતાં હરજીવન ભાઈને સાપ કરડ્યો. બૂમાબૂમ અને દોડાદોડી કરી..નાનકડું ગામ….આ રામપુર ગામમાં ડોક્ટર મળે નહિ..
હરજીવન ભાઈને માતાના મંદિરે લઇ ગયા. ભુવાએ દાણા નાખ્યા અને સાપનું ઝેર ઉતારવાના પ્રયોગો કર્યા પણ પરસનબા ના નસીબમાં પતિસુખ નહિ લખ્યું હોય તે હરજીવન ભાઈ મૃત્યુ પામ્યા. માત્ર ૨૮ વર્ષની ઊંમરે પરસનબા પર આભ તૂટી પડ્યું. રાવજી હજી માત્ર ૧૦ વર્ષની છે અને પાંચમાં ધોરણમાં ભણે છે.
રામજીભાઈએ ભાઈના ક્રિયાકર્મ કર્યાં…..પાંચેક વર્ષતો બધું સમુસૂતરું ચાલ્યું. નાનાં મોટાં ઘણાંય અપમાન, તિરસ્કાર અને મહેણાં ટોણાંથી પરસનબા હવે ટેવાઈ ગયા હતાં પણ માત્ર છોકરા રાવજીને ભણાવી ગણાવી મોટો બનાવવા બધું જ સહન કરતાં હતાં.
હવે રાવજી પણ દસમાં ધોરણમાં છે. અભ્યાસમાં ધ્યાન આપીને સારા માર્ક્સ સાથે પાસ થવા માટે ખુબ મહેનત કરે છે.  આજે કાકા રામજીભાઈએ કહ્યું..ખેતરમાં રાત્રે પાણી વાળવા જતા પતિ ગુમાવનાર પરસનબા એ કહ્યું..ના રાવજી નહિ જાય.. અને એમના જેઠ રામજીભાઈ ગર્જયા…બસ, ભાભી આજે જ ઘરમાંથી નીકળો..
પરસન બા કહે..ક્યાં જાઉં?   રામજીભાઈ કહે સામેનું ઝૂંપડૂં તમારું જ છે ને? આજથી મારે અને તમારે  કોઈ સંબંધ નહિ….પરસનબા  એ કહ્યું..આ જમીનમાં મારા ધણીનો ભાગ છે. અને રામજીભાઈ નું પોત પ્રકાશ્યું..
આ જમીન તમારા ધણી અને મારા ભાઈ હરજીવને મને લખી દીધેલ છે…..આ તો છોકરો નાનો હતો એટલે મેં દયા રાખેલી ..જમીનમાં તમારો ભાગ છે જ નહિ….પરસનબા ના માથે  આભ તૂટી પડ્યું….પતિના અવસાનનો વજ્રઘાત તો પરાણે સહન કરેલો પણ આજે તો સાચા અર્થમાં નિરાધાર અને નિસહાય થઇ ગયાં….. પાસે પૈસો નથી. છોકરો દસમાં ધોરણમાં છે….હવે શું થાય? ચોધાર આંસુએ પોક મુકીને રડ્યાં છે. પિયરમાં પણ કોઈ નથી જે હાથ ઝાલે.
ગામમાં  સરપંચને  આજીજી કરી, પંચને  કાલાવાલા કાર્ય પણ બધાએ રામજીભાઈ ને સાથ આપ્યો…વિધવા સ્ત્રી, એક બાળકને લઈને સાવ એકલી પડી ગઈ. રાવજી કહે……માં, તું રડીશ નહિ, આપણા હાથનું લઇ ગયા..ભાગ્યનું તો નહિ લઇ જાયને? બસ, પુત્ર રવજીના સહારે અને હિંમતે ઘર છોડીને પોતાના ઝુંપડામાં નવી જિંદગી શરૂ કરી…..રાવજીએ ભણવાનું છોડી દઈ અને પશાકાકાની કરિયાણાની દુકાને મજૂરી શરૂ કરી….સવાર થી સાંજ કોથળા ઊંચકે અને દુકાને મહેનત કરે…સાંજ પડે પશાકાકા, પાવલું ગોળ અને શેર બાજરી આપે. જેમાં મા દીકરો ખાય. ધિક્કાર મળતો હોવા છતાંય રાવજી ખંતથી દુકાનમાં મહેનત કરે અને ક્યારેય બેઈમાની કરતો નહિ. પરસનબા બે ત્રણ ઘરનાં વાસીદાં કરે અને ચપટી કમાય..ક્યારેક એક ટંક અનાજના ફાંફાં પડતાં, ત્યારે પાણી નો એક ગ્લાસ પસીબાનું ભોજન બની રહેતો. બંને મા દિકરાને પ્રભુ પર અડગ શ્રદ્ધા …રણછોડજીના બંને પરમ-ભક્ત  રોજ સવાર સાંજ, મા-દિકરો બોલે
હે રણછોડ જી છે સાથે
હે રણછોડ જી રહેજે સાથે
હે રણછોડ જી ચાલ  સાથે
“હરિ કરે તે ખરી” “વહાલો રાખે તેમ રહેવું” એનાં મા-દિકરાનો મંત્ર….પશાકાકાની દુકાને રાવજી તનતોડ મહેનત કરે, પ્રામાણિકતાથી અને નીતિથી દુકાન ચલાવે…કયાંય કામચોરી નહિ કે પૈસાની ઘાલમેલ નહિ…..પશાકાકા દિલથી એ વખાણ કરે પણ જીભથી તો રોજ અપમાન જ….રાવજી આખો દિવસ કામ કરતાં કરતાં શ્લોકો બોલતો જાય….અને નવા નવા શ્લોકો શીખતો જાય.
આજ રામપુર ગામમાં નવનીતભાઈ આવ્યા છે. આ ગામના જ વતની છે પણ વર્ષો થી અમેરિકા રહે છે અને મોટેલમાં સારું એવું કમાયા છે. પશાકાકા ના સગામાં હોવાથી છેલ્લા બે ત્રણ દિવસથી રોજ દુકાને આવે અને અમેરિકાની સમૃદ્ધિની વાતો કરે…..રાવજીને અમેરિકાની વાતોમાં ખુબ રસ પડે..ધ્યાનથી સાંભળે..ત્યાતો નવનીતભાઈએ પૂછ્યું…રાવજી, અમેરિકા આવવું છે? સામેથી  સ્વર્ગમાં આવવાનું નિમંત્રણ…..રાવજી શું બોલે? કહે….હું ભણેલ નથી અને મને અંગ્રેજી આવડે નહિ…..નવનીતભાઈ કહે…તારે અમારી સિટીના મંદિરમાં પૂજા કરવાની..રણછોડજી નું જ મંદિર છે ત્યાં જ રહેવાનું અને પૂજા પછી ગામમાં કોઈને કથા વગેરે કરવી હોય તો કરી આપવાની ..સારા એવા પૈસા મળશે…
રાવજી તો ખૂબ ખુશ થઇ ગયો..બસ હવે તે અમેરિકાનાં સ્વપ્નાં જોવા માંડ્યો. પરસનબા ને વાત કરી…બસ એક જ આધાર હતો તે ય જતો રહેશે  — દિલ પર  પથ્થર મૂકી, પરસનબા, રાવજીની વાતો સાંભળે છે. મનમાં ઘણી ઈચ્છા છે કે દિકરો મારી પાસે જ રહે…પણ મા જેનું નામ..પરાણે હસતું મ્હોં રાખીને વાતો સાંભળે…રાવજીએ માન્યું કે મા ની સંમતિ છે.
એણે નવનીતભાઈ ને કહ્યું..તમે મદદ કરતા હો અને મારો હાથ પકડતા હો તો હું આવવા તૈયાર છુ……પાસપોર્ટ અને બીજી બધી તૈયારીઓ શરૂ થઇ.  નવનીતભાઈ એ ત્યાંથી પૂજારી વિઝા માટેના કાગળો મોકલ્યા …આ બધી તૈયારીઓમાં પરસનબાના રહ્યાં સહ્યાં ઘરેણાં અને મૂડી બધું જ ખર્ચાઈ ગયું અને માથે પશાકાકાનું ત્રણ હજારનું દેવું થયું..
હવે પરસનબાની સંપતિમાં બે રોટલા, સાડલા અને દિકરો ખૂબ કમાશે એવા અરમાનો….એક દિવસ રાવજી મુંબઈ વિઝા લેવા ગયો..કુદરત તેની તરફેણમાં અને રણછોડજી ની કૃપા ….વિઝા ઓફિસરે હિન્દી માં પૂછ્યું…….”પૂજા કરના આતા હૈ?”   રાવજી કહે…. “હાંજી” .  તો કોઈ શ્લોક સુનાઈયે .. રાવજી એ “સ્વસ્તીન: ઇન્દ્ર” શ્લોક ગાયો અને તેને વિઝા મળી ગયા… રાવજી જયારે અમેરિકા જવા નીકળ્યો ત્યારે વિદાય આપવા આખું ગામ આવ્યું…….ન આવ્યા માત્ર રામજીકાકા અને જસોદાકાકી……
મા ની મમતા, આંખમાંથી વહેતાં સતત આંસુઓમાં વહી રહી છે…..હવે પરસનબા સાચા અર્થમાં અસહાય, અનાથ, નિરાધાર અને એકલાં પડી ગયાં….તેમનો સહારો માત્ર “રણછોડ” રહી ગયો..માંદે-સાજે કોઈ મદદ કરનાર કે પાસે બેસનાર પણ ન રહ્યું…
જ્યાં તેઓ ઘરકામ કરતાં હતાં તે એક જ ઘર રહ્યું, જ્યાં હૈયું ખોલીને વાત કરી શકે…..રાવજી અમેરિકા પહોંચી ગયો..નાનકડું ગામ એટલે ટેલીફોન પણ ના મળે. એક મહિના પછી સમાચાર મળ્યા કે રાવજી પહોંચી ગયો છે…નવનીતભાઈએ પશાકાકાને સમાચાર મોકલેલા જે તેમણે દસ દિવસ પછી કોઈકની સાથે પરસનબાને પહોંચાડ્યા.. અહીં રાવજી ખૂબ મૂંઝાય છે. અલગ દેશ, સવારે ૬:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૬:૦૦ થી ૯:૦૦ મંદિરમાં પૂજા કરવાની અને બપોરના ૧૦:૦૦ થી સાંજ ના ૬:૦૦ સુધી નવનીતભાઈ ની મોટેલ પર કામ કરવાનું.
નવનીતભાઈ પગાર આપે નહિ…કહે તને અહી લાવ્યા તેના બદલામાં મારી મોટેલ પર કામ કરવું પડશે. જે ભક્તો મંદિરમાં પૈસા મૂકે તે ટ્રસ્ટમાં જાય..ક્યારેક કોઈક રાવજીના હાથમાં બે-પાંચ ડોલર આપે તે જ તેની કમાણી….મંદિરમાં પણ પગાર નહિ….ભક્તોએ મૂકેલાં ફળ વગેરે ખાવાનાં….
રાવજીને ખુબ મન થાય કે ક્યારેક ભાખરી,દાળ-ભાત કે ખીચડી ખાવાની મળે…પણ મહિનાઓ સુધી તેને આવું નસીબ પ્રાપ્ત થતું નહિ…તેને ‘મા’ ખૂબ યાદ આવતી….ક્યારેક પૂજા કરતાં કરતાં રણછોડજી ના ચરણોમાં મસ્તક  મૂકીને ખૂબ રડતો…આટલાં દુઃખો છતાંય તે હમેશાં આનંદમાં રહેતો અને પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરતો…ધીમે ધીમે તે સિટીમાં તેનું માન થવા માંડ્યું..સત્યનારાયણ કથા અને બીજા કર્મકાંડ મળવા માંડ્યા અને દક્ષિણા રૂપે મળતી રકમથી તે બે પાંદડે થવા માંડ્યો…
તેને ઘણીવાર થતું કે મા ને પૈસા મોકલું …એક બે વાર, નવનીતભાઈ મારફત પૈસા મોકલવા ના પ્રયત્ન કર્યો ત્યારે તે રકમ નવનીતભાઈએ જ લઇ લીધી…કહે તને અહીં લાવવામાં મને ખર્ચ થયો છે.  અહીં પરસનબા ધીમે ધીમે સૂકાતાં ચાલ્યાં. દિકરાના વિરહની આગે તેમનું શરીર અશક્ત કરી દીધું.. વહેલું વૃધ્ધત્વ આવી ગયું અને કેન્સરની બિમારી લાગુ પડી ગઈ…ત્રણ ત્રણ વર્ષ થયાં….મા-દિકરાની વાત નથી થઇ કે કોઈ સમાચાર નથી. અનેક દુઃખો વચ્ચે પણ રાવજીએ રણછોડજી માંથી શ્રદ્ધા છોડી નથી…દુઃખો એ હજી રાવજીનો સંગાથ છોડ્યો નથી…
એક દિવસ સવારે ઊઠીને જોયુંતો રણછોડજી ના ગળામાં પહેરાવેલ સોનાનો હાર ગાયબ…રાવજી ખૂબ ગભરાયો…ટ્રસ્ટીઓને જાણ કરી ..મંદિરમાં ચોરી થયાની વાત વાયુવેગે પ્રસરી ગઈ..માત્ર રાવજી જ મંદિરમાં રહે છે એટલે શંકાની  સોય તેના તરફ જ રહી……ટ્રસ્ટીઓને રાવજીની પ્રામાણિકતા માટે શંકા નહોતી છતાંય લોકલાજે પોલીસને બોલાવીને ચોરીની ફરિયાદ લખાવી…..આખા મંદિરમાં ચોરી થયાનાં કોઈ નિશાન નથી..કયાંય કોઈના હાથ કે પગની છાપ મળતી નથી…પોલીસ પણ ખૂબ મુંઝાય છે અને ચોરીનો આરોપ રાવજીને માથે મુકીને તેને ગુનેગાર તરીકે પકડવામાં આવ્યો.
અમેરિકાની કોર્ટે પણ આ કેસમાં લાંબી તપાસ કરી નહિ અને રાવજીને ત્રણ વર્ષની કેદની સજા કરવામાં આવી. રાવજી ખૂબ પસ્તાયો છે. અમેરિકા દેશ માટે તેને નફરત થઇ છે. જે ગુનો કર્યો જ નથી તેની સજા ભોગવી રહેલો રાવજી વારંવાર રણછોડજી ને પૂછે છે..પ્રભુ, આ ક્યાં કર્મો ની સજા? આમ ને આમ બે વર્ષ વીતી ગયાં છે. રાવજીએ પ્રભુમાં શ્રદ્ધા ગુમાવી નથી…આ બાજુ મંદિરના નવનિર્માણનું કાર્ય શરૂ થયું છે. મંદિરમાં મૂર્તિની આસપાસની દીવાલો પરથી ટાઈલ્સ કાઢીને આરસપહાણ  લગાવવાના છે. દીવાલોમાં કેટલેય ઠેકાણે પડેલાં કાંણાને પહેલાં પૂર્યાં હતાં તે પણ આ મરામત વખતે ફરીથી ખુલ્યાં છે.  ટ્રસ્ટીઓની હાજરીમાં જયારે દીવાલોમાંથી ટાઈલ્સ કાઢવામાં આવી અને કાંણા ફરી ખુલ્યાં ત્યારે સહુના આશ્ચર્ય વચ્ચે એક મરેલા ઉંદરના મુખમાં રણછોડજી ના ચોરાયેલા હારની દોરી હતી અને આખો હાર બાજુ માં પડેલો….જે હારની ચોરીના આરોપમાં રાવજી જેલની સજા ભોગવતો હતો તે હારનો ચોર તો ઉંદર હતો…ટ્રસ્ટીઓને ખૂબ દુઃખ થયું..ફરીથી પોલીસને બોલાવી અને સાચી વસ્તુ બતાવી. પોલીસે ફરીથી કોર્ટમાં અરજી કરીને રાવજી નિર્દોષ હોવાના પુરાવા રજૂ કર્યા.
અમેરિકાની કોર્ટના જજે રાવજીને નિર્દોષ જાહેર કરીને જેલમાંથી છોડી મુક્યો સાથે ચુકાદો આપ્યો કે પોલીસે ખોટી રીતે તેને ગુનેગાર ઠરાવ્યો હતો માટે રાવજીને દર મહિનાના $૫૦૦૦ વળતર આપવું, સાથે જ મંદિરના ટ્રસ્ટીઓએ રાવજીને મહીને $૩૦૦૦ ચુકવવા. આમ રાવજી જેલમાંથી છુટ્યો ત્યારે તેની પાસે બે લાખ ડોલર મળ્યા. આટલી રકમ મળી છતાંય તેને હવે અમેરિકા રહેવું નથી. તેને તો બસ રામપુર જઇને ‘મા’ ને મળવું છે. તે કહેતો..
કદી પરદેશ માં ભૂલા પડ્યા છો?
પોતે જ પોતાની સાથે લડ્યા છો?
વતન અને મા શું છે, શું સમજાવું તમને?
કદી કોઈ વાર ‘મા’ માટે રડ્યા છો?

અને ગમે તેમ કરીને રાવજી અમદાવાદ આવી પહોંચ્યો. ગાડી કરીને રામપુર પહોંચ્યો છે. મા ને મળવાના ખૂબ કોડ છે. બસ દિવસોના દિવસો મા ના ખોળામાં માથું મૂકીને સૂઈ રહેવું છે. રાવજી ની ગાડી પોતાની ઝૂંપડી પાસે ઉભી રહી. સામેથી ડાધુઓ ને આવતા જોયા..એક ધ્રાસકો પડ્યો. તેની જ મા ના અંતિમ સંસ્કાર કરીને ગામના લોકો આવી રહ્યા હતા. ચોધાર આંસુએ એક નાના બાળક ની જેમ રાવજી રડે છે. એને ખૂબ પસ્તાવો થયો છે. નસીબમાં સતત આવી રહેલાં દુઃખો સહન કર્યા પણ આજના દુઃખે તેને કંગાળ કરી મૂક્યો છે. અનહદ આક્રંદ સિવાય તે કશુ જ કરી ના શક્યો.. હવે તેણે સંકલ્પ કર્યો કે આ ગામની દરેક   ‘મા’  માં તે પોતાની માનાં દર્શન કરશે અને તેને સુખી કરવા પ્રયત્ન કરશે..
તેણે ગામમાં નિશાળ બંધાવી, ગામમાં પાણીની ટાંકી કરાવી, ઘરે ઘરે નળ મૂકાવ્યા જેથી કોઈ સ્ત્રીને પાણી ભરવા જવું ના પડે….ગામમાં એક ડોક્ટરની વ્યવસ્થા કરી જેથી દરેકને તાત્કાલિક સારવાર મળે. દરેક ઘરને આધુનિક સગવડોથી ભરી દીધું તથા દરેક સ્ત્રી અને કન્યાને શિક્ષણ માટે પ્રેરણા આપી. અને તેથી જ લોકો રામપુર ને રાવજીનગર કહેવા માંડ્યા ત્યારે તે પ્રેમથી કહેતો આને તો મા ની મમતાનું નગર એટલે મમતાનગર કહેવું જોઈએ.
તેણે એક સુંદર કામ કર્યું. ગામમાં એક મંદિર બંધાવ્યું. જેમાં કોઈ દેવી દેવતા નહિ, કોઈ મૂર્તિ નહિ, કોઈ છબી નહિ….મંદિર ની આગળ તેણે લખ્યું…. જે પુત્ર ની પાસે મા છે તે  સૌથી નસીબદાર..જે પુત્ર માથી દૂર છે તે પણ ભાગ્યશાળી છે અને જેમણે ‘મા’ ગુમાવી છે તે આ મંદિરમાં પોતાની ‘મા’ નાં દર્શન કરે… આ મંદિર “મા નું મંદિર” કહેવાયું……દરેકને પોતાની માને પ્રભુના સ્વરૂપે જોવાની ટેવ પડી ગઈ જેથી આસપાસના કેટલાંય ગામોમાં વૃદ્ધાશ્રમ થતા અટકી ગયા….મંદિર ની બહાર સુંદર લખાણ છે……
“મા ને વહાલ, મા ના ચરણો માં પ્રણામ,
મા તારા સ્વરૂપ ને નમે છે આખું ગામ”
ગામ લોકો ના આગ્રહ ને વશ થઇ ને તેણે એક ગરીબ કન્યા સાથે લગ્ન કર્યાં અને જીવ્યો ત્યાં સુધી આ મમતાનગર ની સેવા કરી….કદાચ પરસનબા ની સેવા નહિ કરી શક્યાનું આ જ સાચું પ્રાયશ્ચિત હતું……પત્નીનો તેને આ કાર્ય માં પ્રશંશનીય સહકાર રહ્યો…

ઓમ મા ઓમ

**********************************************************************

ચાલો  ઉજવીએ  ક્રિસમસ-3


પધારો મિત્રો !

બે ઘડી હસી લઇએ. હસતાં હસતાં  જોજો રડી ન પડાય .. હા મિત્રો આજે  હેમંત  ઉપાધ્યાયની એક હાસ્ય કવિતા લઇને આવી છું.ઘણી વાર જિંદગીની  વાસ્તવિકતા પર હસવામાં જ મજા હોય છે .“હસે તેનું ઘર વસે” એ ગુજરાતી કહેવત બધાયને ખબર હશે, પણ કોઇ મને એ કહેશે કે ‘અમેરિકામાં  વસ્યા પછી તમે કેટલું હસ્યા…? !! નથી હાસ્ય  તો આજે હસી લ્યો …

હાસ્ય   કવિતા

અહીં  ના  વૃદ્ધ   નાગરીકો   ની  મનોદશા  પર
( સામાન્ય  રીતે વૃદ્ધ વ્યક્તિઓ   જીદ્દી   હોય તેવા અનુમાન સાથે )

ચાલો  ઉજવીએ  ક્રિસમસ-3

 

આપણે  થવું નહીં ટસ ના મસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
ભારત ની કરતા  રહીશું  ભસ ભસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
અહીં તો ઘર માં જ રહેવું બસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
અહીં સીનીયરોનાચહેરા રડમસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
અહીં બુદ્ધિશાળી  ને જ મળે જશ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
અહીં એસ એસ આય સિવાય નથી રસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
હીં વતન ના જતન માં નથી કસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
ગુજરાતી સીનીઓર  કરો હસાહસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
(ઓમ માં ઓમ)
હેમંત  ઉપાધ્યાય
*************************************************************************

ચાલો નવા વર્ષ નું સ્વાગત કરીએ, વહાલ થી વધાવીએ વર્ષ બે હઝાર અગિયાર,.

વીતી  ગયું  આ  વધુ એક વર્ષ;

ઉગ્યું  નવું,  સ્વાગત  હો  સહર્ષ.

મસ્તી ની મૌજ માં બિન્દાસ તરીયે, આઝાદી ની હવા માં બિન્દાસ ફરીએ,

તો ચાલો હેમંતભાઈની સુંદર કવિતાથી નવા વર્ષની શરૂઆત કરીએ ..જે ના કર્યું હજુ કૈક એવું કરીએ.. નવા વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ !!

અમેરિકા  માં   વસતા  સિનીયર   મિત્રો   ને  ધ્યાન માં રાખી ને

ચાલો  વહાલ થી વધાવીએ   બે હઝાર  અગિયાર-2

ચાલો વહાલ થી વધાવીએ  વર્ષ  બે હઝાર  અગિયાર
આ વર્ષે થઈએ દિલ થી બાળકો ના પ્રિય   યાર
અહમ ને અળગો કરતા  લગાડો  જરાય  ના  વાર
સ્વજનો ના પ્રિય થઇ ને કરજો સ્નેહ અપરંપાર
બે દેશ  બે ધરતી ને  દિલ થી કરતા રહેજો પ્યાર
અને બેય દેસ ના આનંદે ઉજવાજો સઘળ તહેવાર
જનની  ,જન્મભૂમી અને દેવો ને કરજો પ્રણામ વારંવાર
જેણે જીવન આપ્યું અને સુખના લગાવ્યા  ચાંદ   ચાર
જીવન સજાવ્યું જેણે એ અમેરિકા નો રાખજો શિરે ભાર
ભારત ની સંસ્કૃતિ  જાળવી વતન પર  દયા કરજો અપાર
વતન પર  દયા કરજો અપાર

ઓમ માં ઓમ
હેમંત  ઉપાધ્યાય

**********************************************************************

મિત્રો,

વેલેન્ટાઈન ડે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ

વેલેન્ટાઈન ડે નિમિત્તે જયાબેનની સુંદર  રચના લાવી છું

એમણે વેલેન્ટાઈન ડે ને   ઉત્સવ દરીકે વર્ણવ્યો છે .

પ્રેમથી સમજવા અને સમજાવવાનો એમનો આ પ્રયત્ન છે..

પ્રેમનું વલણ અને પ્રેમની દષ્ટિને ખુબ જ સરસ રીતે આલેખી છે…

પ્રેમનો અનુભવ ક્યાં ક્યાં થઇ શકે.જ્યાં જ્યાં થાય અને જયારે થાય એજ વેલેન્ટાઈન ડે..એજ  વેલેન્ટાઈન ડે-1

કરી જો તું  પ્રભુ ને પ્યાર  એજ  વેલેન્ટાઈન ડે..

રડતા  બાળક ને હસાવી જો  એજ વેલેન્ટાઈન ડે

દુખ ને પણ માન પ્રભુ નો પ્રસાદ  એજ  વેલેન્ટાઈન ડે
ને  સુખ ને સહુને  વહેંચતો જા એજવેલેન્ટાઈન ડે
વૃદ્ધ માં બાપ ને દેજે મીઠો ટહુકો એજ  વેલેન્ટાઈન ડે
ને સ્વજનો ના સ્નેહ ને રાખજે મહેકતો એજ   વેલેન્ટાઈન ડે
પડકારો ને હિંમત  થે દેજે હોંકારો  એજ   વેલેન્ટાઈન ડે
ને શાંતિ માટે  હાથ  જોડનારો એજ   વેલેન્ટાઈન ડે
શોભે જીવન માં પ્રારબ્ધ પૈસો ને પ્રેમ એજ   વેલેન્ટાઈન ડે
જનની  , જન્મભૂમી અને દેશ ને કરીએ પ્રેમ એજ   વેલેન્ટાઈન ડે
ઓમ માં ઓમ
જયા  ઉપાધ્યાય
ઓમ માં ઓમ
જયા  ઉપાધ્યાય
૧૦૬૫  વેસ્ટ હિલ્લ કોર્ટ
કેલીફોર્નીયા અમેરિકા- ૪૦૮-૯૪૫-૧૭૧૭

 *********************************************************************************************************************8


Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s