શુભકામના -મહેશભાઈ રાવલ

મિત્રો,

બે એરિયામાં વસતા કોઇપણ ગુજરાતી વ્યક્તિનાં હૃદયમાં પોતાની લાગણીને વાચા આપવાનાં કસબને,

લોકો સમક્ષ મૂકવા માટે સતત લખતા કરવા અને એમની અભિવ્યક્તિને, માત્ર કોઇ અંગત ડાયરી સુધી

સિમિત ન રહેતા  લોકો સુધી પહોંચાડવાનાં ભગીરથ આશય સાથે, પ્રજ્ઞાબેન દાદભાવાલાએ કમર કસી

“બેઠક” નામથી  એક પ્લેટફોર્મ  શરૂ  કર્યું.
એમનાં આ માતૃભાષા ગુજરાતીનાં  પ્રસાર અને પ્રચારની ‘શુદ્ધ ભાવના’ ને બીજા પણ, પોતપોતાનાં  ક્ષેત્રમાં

વર્ષોની  સાધના  અને  યોગ્યતા  કેળવેલ વડીલો/મિત્રો અને ગુજરાતી ભાષાને  અહીં અમેરિકામાં પણ ગુંજતી કરવાની મહેચ્છા  ધરાવતા  લોકોનો  ઉમળકાભેર  સહકાર સાંપડ્યો.
સમય જતાં… “બેઠક” ગુજરાતી ભાષા અને સાહિત્યનાં કોઇપણ
સ્વરૂપ, પછી એ ગીત ગઝલ અછાંદસ લઘુકથા કે માઇક્રોફિક્સન
વારતાનાં સ્વરૂપે હોય, – સહુનાં સહિયારા સાથ અને સહકારનાં
ફળ સ્વરૂપે, એક વર્કશૉપમાં પરિવર્તિત થઈ ગઈ !
શરૂઆતમાં  કંઇક  સંકોચ સાથે, માત્ર હાજર રહી યોગદાન આપતા
સભ્યો પણ  હિંમત અને આત્મવિશ્વાસપૂર્વક  લખતા  થઈ  ગયા
પછી  એ કોઇપણ વય ધરાવતા હોય !
આજે,
“બેઠક” બે એરિયામાં સાહિત્યની સર્જનાત્મક પ્રવૃત્તિને ખરા અર્થમાં
ઉજાગર કરતી  સદ્ધર અને નોંધપાત્ર  ગુજરાતી સંસ્થા તરીકે, દરેક
ગુજરાતી, ગુજરાતીપૂર્વક  ગૌરવ લઈ  શકે  એવું ઉજળું નામ થઈને
સહુનાં  મનોજગતમાં  પ્રસ્થાપિત થઈ ગઈ છે.
સમય-સમય પર,
“બેઠક”ને બે એરિયાનાં જનસેવાનાં ભેખધારી આદરણીયશ્રી હરીકૃષ્ણદાદા,શ્રી વિજયભાઇ શાહ(હ્યુસ્ટન),ડૉ.દિનેશભાઇ શાહ(ફ્લોરિડા) તથા ફ્રિમોન્ટ-કેલિફોર્નીયાનાં મુ.શ્રી પ્રતાપભાઇ પંડ્યા(પુસ્તક પરબ)શ્રી પી.કે.દાવડાસાહેબ,શ્રી મહેન્દ્રભાઇ મહેતા,

ડૉ.મહેશ રાવલ,રાજેશભાઇ શાહ,કલ્પનાબેન રઘુભાઇ શાહ

જાગૃતિ શાહ…અને બીજા અનેક આદરણીય વ્યક્તિઓનો સહકાર મળ્યો, જે ઊર્જાસ્રોત સાબિત થયો
અને થઈ રહ્યો છે.
સહુનાં સહિયારા સાથ અને સહકાર તથા પ્રજ્ઞાબેનનાં સંનિષ્ઠ પ્રયત્નોનાં ઉત્તમ પરિણામ રૂપે,
‘સંવર્ધન માતૃભાષાનું’ નામનું દળદાર પુસ્તક પ્રકાશિત થવા જઇ
રહ્યું છે જેની, ગિનીસ બુક ઓફ વલ્ડ રેકૉર્ડમાં પણ નોંધ લેવાય એવી ઉજળી શક્યતા ઊભી થઈ શકી છે એ, દરેક ગુજરાતીએ  ગૌરવ લેવા જેવી ઘટના છે.
જેનાં માટે, એ પુસ્તકનાં વિચારબીજથી  લઇ વિમોચન સુધીની યાત્રામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ સહભાગીનાં સહયોગને ગઝલપૂર્વક વંદન, સાથે – સાથે…
“બેઠક” સતત અને અવિરત સફળતાનાં ઉચ્ચ શિખર સર કરી માતૃભાષા ગુજરાતી પણ ગૌરવ લઈ શકે, એવી ઝળહળ પ્રગતિ કરે
એવી શુભકામનાઓ પાઠવું છું.

– ડૉ.મહેશ રાવલ
(ગઝલકાર)
Fremont,CA – USA
Mo.408-329-3608
E-Mail : drmaheshrawal@gmail.com