બેઠક વિષે

બેઠક વિષે
નથી રાખ્યો અમે કંઇ ઔપચારિક ભાર બેઠકમાં
બધાનો છે અહીં ખુલ્લા દિલે,આવકાર બેઠકમાં
વધાવી છે અમે ભાષા અહીં, વાંચન ને સર્જનથી
બધાની લાગણીનો છે સહજ, સ્વીકાર બેઠકમાં
વિચારો છે પ્રયત્નો છે અને સંઘર્ષ પાયામાં
કલમ સહુની, કરે છે શબ્દને શણગાર બેઠકમાં
પરબ છે પુસ્તકોનું, ને ભર્યો છે જ્ઞાનનો દરિયો
સતત ઉભરાય છે ઊર્મિ તણો ભંડાર બેઠકમાં
ભરાતી હોય છે જાણે અહીં સાહિત્યની પરિષદ
ગઝલ ને ગીતનો ગુંજી રહ્યો રણકાર બેઠકમાં
લખો,લખતાં રહો કાયમ, લખાવો અન્ય પાસે,બસ
મારો એજ આગ્રહ હોય છે, હર વાર બેઠકમાં
કલમ જો કેળવાશે તો પછી, એ તમને કેળવશે
અને અભિવ્યક્તિમાં પણ આવશે નિખારબેઠકમાં
બે એરિયામાં રહેતા ગુજરાતીભાષાના પ્રેમીઓએ ઉપાડી કલમ….ફળ સ્વરૂપે માત્ર વાંચન નહિ લખવાનું  કાર્ય થયું​.​ 
દર મહિને મળતી પુસ્તક પરબની બેઠક મળ્યું નવું સ્વરૂપ…
બેઠકમાં લેવાયો નવો સંકલ્પ અત્યાર સુધી આપણી બેઠક કાવ્યપઠન,વિચારો અને લખાણો પુરતા માર્યાદિત હતા,હવે તેને મોટો મંચ આપશું જેમાં જે કોઈએ વાચ્યું હશે તે અથવા લોકો પોતાનું લખાણ પણ રજુ કરશે.

તેમજ હવે”શબ્દોનાસર્જન”https://shabdonusarjan.wordpress.com/માં લખતા લેખકો એમની રજૂઆત” બેઠક” દ્વારા કરશે.બેઠક લખવા માટે લોકોને પ્રેરશે  ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને લોકો સમક્ષ રજૂ કરશે,બે એરિયાના ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને પ્રતિભા ને મંચ આપી લોકો સમક્ષ રજુ કરશે …ટુકમાં લેખક,વાચક,પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો સેતુ -​એટલે ​”બેઠક “ગુજરાતી ભાષાનાં ગુજરાતી સાહિત્ય અને લલિત કલાઓ જેવીકે લોકસંગીત,નાટ્ય અને ગુજરાતી પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રીત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારમાં સક્રીય ભાગ લેશે  આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો ​પ્રયાસ  એટલે“બેઠક” ​

        હળવા થઇને આવજો – ગૌરાંગ દિવેટિયાને વાંચ્યા  પછી એજ લયમાં “બેઠક” વિષે

“બેઠક”માં આવો તો સાવ હળવા થઇને આવજો

નિરાંતે વાત પછી માંડશું

આવો તો ખોબામાં પ્રેમ લઈને આવજો

તો પ્રેમથી વાત બધી માંડશું

સાહિત્યનો ભાર બધો મુકીને આવજો

તો સર્જનની વાત પછી માંડશું

બેઠકમાં આવો તો સાવ હળવા થઇને આવજો

અલૌકિક આનંદની વાત પછી માંડશું

 હૃદય વિનાના શબ્દો શું કામના

એમાં અચરજ જેવું કશું ન માનતા

વાણીમાં રસનું સર્જનની વાત વિશે

અટકળિયાં કાંઇ નથી જાણતા

     આવો તો ચપટીમાં વિસ્મય લઇ આવજો

અટકળની વાત પછી માંડશું

આવો તો ખોબામાં સૂક્ષ્મ સંવેદનોને લાવજો

ઝળહળની વાત પછી માંડશું

બેઠકમાં આવો તો સાવ હળવા થઇને આવજો

શબ્દોની વાત પછી માંડશું

-pragnaji-

 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s