બેઠક વિષે -શ્રી અરુણકુમાર અંજારિયા

મારે સન્નીવેલ કેલીફોર્નીયામાં રેહેવાનું થયું ત્યારે મારા જેવા નીવૃત્તે સમય ક્યાં-કેવી રીતે પસાર કરવાનો રેહેશે તેની મૂંઝવણ હતી પણ ‘બેઠક’ નામની સંસ્થાએ તેની પૂર્તિ કરી.

બે એરિયામાં દાખલારૂપ સાહિત્યિક પ્રવૃત્તિ કરતી ‘બેઠક’ એક ગુજરાતી સામાજિક સંસ્થા, જેમાં ગદ્ય,પદ્ય, નાટક તેમજ વાર્તા વ. બાબતોમાં ગુજરાતી ભાષાકીય કૌશલ્યો કેળવાય અને અહીં યુ.એસ માં વસતાં ગુજરાતી કુટુંબો ગુજરાતી સાહિત્યને માણી શકે તથા પોતાના વિચારો નિબંધ-વાર્તા-નાટ્ય પ્રવૃત્તિ મારફતે વ્યક્ત કરી શકે તેવો તેનો ઉચ્ચ હેતુ પ્રસંશાને પાત્ર છે.

काव्य शास्त्र विनोदेन  कालो गच्छति धीमताम’ એ ન્યાયે થતી સાહિત્યિક પ્રવૃત્તિઓ યોજવાના ક્ષેત્રે ‘બેઠક’નું ઉચ્ચ પ્રદાન છે અને રેહેશે તેમાં શંકા નથી. મેં પણ જ્યાં લાગી અહીં રહ્યો ત્યાં સુધી આ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ ખૂબ આનંદ મેળવ્યો છે. બેઠકના સ્થાપક એવાં શ્રીમતિ પ્રજ્ઞાબેન દાદભાવાલાના આયોજાનથી દરમાસે થતી પ્રેરણાદાયી સાહિત્યિક બેઠકો દરેકે માણવાલાયક હોવા ઉપરાંત સામાજિક મેળાવડાનો મંચ પૂરો પાડે છે.

‘બેઠક’ની આ પ્રવૃત્તિઓ ફાલે-ફૂલે તેમજ તેનો લાભ આપણો ગુજરાતી સમાજ લે, તેવી શુભેચ્છા!

  • મારે સન્નીવેલ કેલીફોર્નીયામાં રેહેવાનું થયું ત્યારે મારા જેવા નીવૃત્તે સમય ક્યાં-કેવી રીતે પસાર કરવાનો રેહેશે તેની મૂંઝવણ હતી પણ ‘બેઠક’ નામની સંસ્થાએ તેની પૂર્તિ કરી.

    બે એરિયામાં દાખલારૂપ સાહિત્યિક પ્રવૃત્તિ કરતી ‘બેઠક’ એક ગુજરાતી સામાજિક સંસ્થા, જેમાં ગદ્ય,પદ્ય, નાટક તેમજ વાર્તા વ. બાબતોમાં ગુજરાતી ભાષાકીય કૌશલ્યો કેળવાય અને અહીં યુ.એસ માં વસતાં ગુજરાતી કુટુંબો ગુજરાતી સાહિત્યને માણી શકે તથા પોતાના વિચારો નિબંધ-વાર્તા-નાટ્ય પ્રવૃત્તિ મારફતે વ્યક્ત કરી શકે તેવો તેનો ઉચ્ચ હેતુ પ્રસંશાને પાત્ર છે.

    काव्य शास्त्र विनोदेन  कालो गच्छति धीमताम’ એ ન્યાયે થતી સાહિત્યિક પ્રવૃત્તિઓ યોજવાના ક્ષેત્રે ‘બેઠક’નું ઉચ્ચ પ્રદાન છે અને રેહેશે તેમાં શંકા નથી. મેં પણ જ્યાં લાગી અહીં રહ્યો ત્યાં સુધી આ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ ખૂબ આનંદ મેળવ્યો છે. બેઠકના સ્થાપક એવાં શ્રીમતિ પ્રજ્ઞાબેન દાદભાવાલાના આયોજાનથી દરમાસે થતી પ્રેરણાદાયી સાહિત્યિક બેઠકો દરેકે માણવાલાયક હોવા ઉપરાંત સામાજિક મેળાવડાનો મંચ પૂરો પાડે છે.

    ‘બેઠક’ની આ પ્રવૃત્તિઓ ફાલે-ફૂલે તેમજ તેનો લાભ આપણો ગુજરાતી સમાજ લે, તેવી શુભેચ્છા!

    • શ્રી અરુણકુમાર અંજારિયા
Advertisements