પી.કે.દાવડા

મિત્રો

આપણા  ગદ્ય  વિભાગની શુભ શરૂઆત આપણા  જાણીતા અને બ્લોગ જગત ના માનીતા એવા દાવડા સાહેબના આ સુંદર વિચારો  સાથે કરશું .એમના લખાણ જ એમનો પરિચય છે સચોટ સરળ ભાષામાં લોકોને વાત કહે છે. અને વાચતા કદાચ અનુભવશો કે આવું જ અમને પણ થાય છે કે આ વાત જાણે મારી જ છે .રોજે રોજના અનુભવથી જે કંઈ શીખે  છે તે નિર્દોષ રીતે રજુ કરે છે  વધુ કઈ કહું તેના કરતા આપ જ વાંચી તમારો અભિપ્રાય લાખો તો દાવડા સાહેબ ને મજા આવશે.

અથડામણ -1

સંબંધોમા અથડામણ થવી સ્વભાવિક  છે.  દરેક વ્યક્તિને લાગે છે સામાવાળાની ભૂલ છે, અથડામણ માટે એ જ જવાબદાર છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે  અથડામણ થવા માટે બે જણ જરૂરી હોય છે. અથડામણ દરમ્યાન આપણી શું ભુલ છે એ સમજી શકવું થોડું અઘરૂં છે. આપણી અંદરની  ક્રોધ, અદેખાઈ, તિરસ્કાર વગેરે લાગણીઓ  આપણને એ ભુલ સમજતા રોકે છે.

પહેલા તો એ સમજવાની જરૂર છે  કે આપણે અથડામણનો એક હિસ્સો છીએ. આપણે એનો વિરોધ કરીએ છીએ એટલે જ અથડામણ ઊભી  થઈ છે. જો એની વાતથી તમને કોઈ જાતનું નુકશાન ન થવાનું  હોય, તો એની વાત તોડી પાડવા તમને કોઈ જ ફરજ પાડતું  નથી. તમે એ તમારી મરજીથી કરો છો. તમે  વિરોધ કરો એ ઈરાદાથી કદાચ સામાવાળાએ એ વાત કરી પણ ન હોય. હા  કદાચ એની વાત ભૂલ ભરેલી હોય, તો એકવાર તમે એનું ધ્યાન દોરી  શકો, પણ એ ન માને તો એને વટનો સવાલ બનાવવાનું જરૂરી  નથી. એ તમારી વાત ન માને તો તમને ગુસ્સો આવે કે તિરસ્કાર આવે  એવી લાગણી એણે તમારામા નાખી નથી, એ તો તમારામા પહેલેથી  છે, એટલે બહાર આવે છે. અથડામણની શરૂઆત તમે  સામાવાળા પાસેથી શું આશા રાખો છો એના ઉપર અવલંબે  છે. તમારા મનમાં એ વ્યક્તિ માટે અભાવ હોય તો એની સાચી વાત પણ તમને સારી નહિં  લાગે. એની વાતનો તમારો પ્રતિભાવ પણ નકારાત્મક હશે.  તે સમયનું તમારૂં વર્તન પણ સારૂં નહિં હોય. આમ  કરવું જરૂરી નથી, તે ક્ષણે જો એણે સારી વાત કરી હોય તો તેના  વખાણ કરવામાં કંઈપણ ખોટું નથી. આમ કરવાથી મોટાભાગની અથડામણો  ટાળી શકાય છે.

જ્યારે અથણામણ થાય છે ત્યારે  તમને પણ માનસિક પીડા થાય છે, ક્યારેક એ માનસિક અને શારિરીક રોગમાં પણ  પરિણમે. આના વધુ નહિં તો અર્ધા જવાબદાર તમે પોતે છો.  તમે ભાગ ન લો તો અથડામણ થવી શક્ય જ નથી. તમે  ધારો તો થયેલી અથણામણનો પણ અંત લાવી શકો છો. પહેલા તમે મનથી  નક્કી કરો કે તમને અથડામણ ખતમ કરવી છે કે નહિં.

વિચારોનું સંકલન-પી.કે.દાવડા

Mr. P.K.DAVDA

 
પ્રેમની વ્યાખ્યા – લેખક શ્રી પી.કે. દાવડા -2
 
પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં પ્રયત્ન કર્યો છે અને પ્રત્યેક વ્યાખ્યા માટેના કારણો પણ આપ્યા છે.
“પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.
“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.
     
“પ્રેમ યુધ્ધ જેવો છે.”  શરૂ થઈ જાય છે, રોકવું મુશ્કેલ છે. આ વાત એટલે  પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે કોર બરબાદી જોવા મળે છે તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.
“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષયમાં મારે કંઈ કહેવાની જરૂરત છે?
“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.
“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બંધ થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.
આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમા તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો  Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કર્યાં પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે,
પણ લોકો માનશે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમાં જ શોધ ચાલુ રાખી.
આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય,
ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.
પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય ,
રાજા-પરજા  જેહી રુચે, સીસ દેઈ લે જાય.  
પ્રેમ છિપાયા ના છીપે, જો ઘટ પ્રગટ હી હોય ,
જોકિ મુખ બોલે નહિ, નયન દેત હૈ રોય . 
     -પી.કે.દાવડા, ફ્રિમોન્ટ, કેલીફોર્નીયા .

પરિવર્તન-3

પરિવર્તન

મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા ઘરથી શાળા સુધીના રસ્તામા ચાટની રેંકડી,

જલેબીની દુકાન,બરફનાગોલાવાળો,

બધું જ ખુલ્લું હતું. હવે ત્યાં મોબાઈલની દુકાન, વિડિયો પાર્લર, બેંક અને એ.ટી.એમ. બુથ છે,

બધું બંધ બારણે છે.કેવું સુનુ સુનુ લાગે છે?….

જ્યારે હું નાનો હતો ત્યારે સાંજ બહુ લાંબી હતી. કલાકો સુધી રમતો, થાકી ને લોથપોથ થઈ ઘરે જતો.

હવે સાંજ હોતી જ નથી.કોમ્પ્યુટર અને ટી.વી. સાથે દિવસ ઢળે છે અને રાત થઈ જાય છે.

કદાચ સમય સંકોચાઈ રહ્યો છે…..

જ્યારે હું નાનો હતો ત્યારે દોસ્તી બહુ ગહેરી હતી, સાથે મળીને ગપ્પા મારતા,

એક બીજાને ઘરે નાસ્તા કરતા, એક બીજાનુંસુખ-દુખ વાંટતા.

આજે સામા મળિએ તો ચાલવાનું રોક્યા વગર “હાય!” કહીએ છીએ,

sms મોકલીએ છીએ અને તહેવારોમાશુભેચ્છાના ફોન કરીએ છીએ.

પડોસીને પણ માત્ર લીફ્ટમાં જ મળીએ છીએ.

આજે પણ મારા ઘણા મિત્રો છે,

કેટલાક ભારતમા તો કેટલાક અમેરિકામા છે તો કેટલાક યુરોપમા છે.

રોજ ઈ-મેલથી મળીએછીએ. સારી સારી વાતો કરીએ છીએ.

એકબીજા પર સારી છાપ પાડવાનો સતત પ્રયત્ન કરીએ છીએ.

ક્યારેય ઝગડતા નથી.  ખબર નથી કે ઝગડા વગરની દોસ્તીને દોસ્તી કહેવાય કે નહિં?

લોકો કહે છે દુનિયા નાની થઈ ગઈ છે.

આજે યુરોપ અમેરિકાના મિત્રો સાથે સહેલાઈથી અને સસ્તામા વાત થઈ શકે છે.

યુરોપ  અમેરિકા સહેલાઈથી જઈ શકાય છે.

ખબર નથી દુનિયા નાની થઈ છે કે મન નાના થયા છે.

પરિવર્તનનું પરિણામ શું આવ્યું? હાઈ બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અને ડીપ્રેશન

પી.કે.દાવડા

જિંદગી સતત બદલાતી રહે છે
 

“પરિવર્તન સંસારનો નિયમ છે”અને એક કડવી વાસ્તવિકતા પણ … એ આપણે બધા જાણીએ છીએ તે છતાં પરિવર્તનો જ્યારે આવે છે ત્યારે તેના તરફનો હરકોઇનો પ્રતિભાવ અલગ અલગ હોય છે, અને એમ થવા કે એમ કરવા પાછળનાં દરેકનાં પોતાનાં આગવાં કારણો હોય છે,પરિવર્તન નો સ્વીકાર સરળતા જરૂર લાવે છે પરંતુ સહજતા ન હોવાથી પરિણામ દેખાય છે ત્યારે એ માત્ર પરિવર્તન સ્વીકારનો પ્રયત્ન જ છે.હું નાનો હતો। ..ત્યારે આમ અને હવે તો આમ ..શું કહે છે પરિવર્તને સ્વીકારવાનો પ્રયત્ન ,સ્વીકાર નથી માટે સહજતા નથી…..

.પરિવર્તનના સ્વીકારથી જીવન સરળ બને છે એમ માનતા અને મનાવતા આપણે સૌ સામાજિક પરિવર્તનોને જ્યારે ન સ્વીકારી શકીએ ત્યારે તેનાથી અલિપ્ત થવા પ્રયત્ન કરીએ છીએ… દરેક વ્યક્તિ અલગ હોય છે ઘણા પરિવર્તનને સૂંઘી લે છે તો ,ઘણાતત્કાળ પગલાં લે છે .તો કોઈ તો પરિવર્તન સ્વીકારવા તૈયાર જ નથી જે સદાય વિરોધ પક્ષમાં છે એને એમને પરિવર્તન થી નુકશાન જ થશે એવો ડર છે અને નુકશાન જ દેખાય છે

.જિંદગી સતત બદલાતી રહે છે …
કેટલીક વાર એ આપણા પોતાના ઈચ્છિત પરિવર્તન હોય છે ક્યારેક અનિચ્છીત હોય છે

…ક્યારેક એ અચાનક થાય છે અને ક્યારેક ખુબ જ મોડા।…પરિબળો ઘણા છે અને એ પરિવર્તનને સ્વીકારતી વખતે આપણે કેવા મૂડમાં હોઈએ છીએ એનો સ્વીકાર એના પર અવલંબિત હોય છે… 

તેમ છતાં ઘણીવાર જેઓ પરિવર્તન સાથે બદલાઇ જવાનું અને તે મુજબ જાતને ઢાળી શકતા હોય તેમના કરતા એવું નહિ કરી શકનારાઓ કરતાંવધુ સારી સ્થિતિમાં જોવા મળતા હોય। પસંદગી તો આપની જ છે,ઘણા ને પરિવર્તનો પ્રવાહ ડરાવતો નથી ત્યારે પ્રવાહ એને અનુકુળ વહે છે। ..જે મોટા મોટા પરીવર્ત ખુદ લાવે છે  …ચાલો ત્યારે આખી  વાતને  યશવંત ઠક્કરની   બે પંક્તિમાં માણીએઅહીં…

વાંકીચૂકી પગદંડી ને ત્યાં

 નેશનલ હાઇવે નંબર આઠ 

બનેના પોતપોતાના  નોખા નોખા  ઠાઠ 

સંકલન -Pragnaji

********************************************

મુંબઈની ખાઉ ગલ્લી.4

મુંબઈ શહેર ક્યારે પણ ઊંઘતું નથી. ચોવીસે કલાક જાગતા આ શહેરમાં દરેક વ્યક્તિ કાયમ ઉતાવળમાં હોય છે. અહીં તમને કોઈપણ માણસ ધીમે ચાલતો દેખાય તો કાં તો એ માંદો છે કે અશક્ત છે અથવા મુંબઈમાં નવો આવ્યો છે. અહીં જમીને, તરત દોડીજઈને ટ્રેન પકડી, ટ્રેનમાં ઓડકાર ખાતો માણસ જોવા મળે તો એ આશ્ચર્યની વાત ન ગણાય.

મુંબઈ શહેરની બીજી એક જાણવા જેવી વાત છે મુંબઈની ખાઉ ગલ્લીઓ. મુંબઈમાં કોઈપણ ભુખ્યા માણસને ચોવીસે કલાક, ગરમા ગરમ ખાવાનું મળી રહે છે. Shops and Establishments Act હેઠળ હોટેલો અને દુકાનો રાત્રે નવ-દસ વાગે બંધ થઈ જાય છે; બરોબર આ જ સમયે મુંબઈની ખાઉ ગલ્લીઓ પૂરબહારમાં અસ્તિત્વમાં આવે છે. દરેક લતામાં એક ખાઉ ગલ્લી જરૂર હોવાની. અહીં પેટ્રોમેક્ષ કે બેટરીથી ચાલતી ઝગમગાટ કરતી બત્તીઓ સાથે હારબંધ રેંકડીઓમાં પીત્ઝા, સેંડવીચ,પાણીપુરી, ચાટ, પાઉં-ભાજી, કુલ્ફી, આઇસક્રીમ અને ઠંડાપીણા, બધું જ મળે છે. ઠેક ઠેકાણે પાર્ક કરેલી મોટર બાઈક અને યુવક યુવતીઓની ભીડ જોઈ કોઈ પણ નવો આંગતુક તો આશ્ચર્યમાં પડી જાય. રાત્રે એક દોઢ વાગ્યા સુધી ધમધોકાર ધંધો કરતી આ રેંકડીઓવાળાની આવક આપણે માની ન શકીએ એટલી મોટી હોય છે.

રસ્તા પરના સ્ટોલની આસપાસની ગંદકીને કારણે ઘણા તેનો સ્વાદ માણવાથી દૂર રહે છે, પણ હવે એ ભૂતકાળ બની જશે, કારણ કે મુંબઈની ખાઉ ગલ્લીઓનું હવે ‘હાઈજીનિક મેકઓવર’ થવાનું છે. આ મેકઓવરનું કામ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવ્યું છે જે સ્વચ્છતા અને આરોગ્ય વિષે પ્રશિક્ષણ ખાઉ ગલ્લીના વેંચાણકારોને આપશે..આ રીતે મુંબઈ ખાઉ ગલ્લીનું ‘કૅપિટલ’ બની જશે…..આ મુંબઈ છે.

.-પી.કે.દાવડા

*********************************************

મુંબઈમાં કમાણી-5

મુંબઈ એક એવું શહેર છે કે જ્યાં કોઈપણ વ્યક્તિ માત્ર હાથ પગ અને હામ લઈને આવે તો તે જોતજોતાંમાં ધનવાન થઈ જાય છે. શોધવા જશો તો સેંકડો નહિં બલકે હજારો દાખલા જોવા મળસે. આવા મારી જાણમાં આવેલા બે દાખલા આપું છું.

પ્રભાશંકર નામનો એક મારવાડી યુવક માત્ર ૨૦૦ રૂપિયાની મૂડી લઈ મુંબઈ આવ્યો. મુંબઈમાં એને એના એક દૂરના સગા પાસેથી માત્ર એની રૂમની બહારની લોબીમાં સૂવાની સગવડ મળેલી. આવીને એણે યોજના મુજબ એક સસ્તાવાળું કેરોસીન સ્ટવ, એક બે એલ્યુમિણિઅમના તપેલાં, એક ગરણું, છ કાચના નાના ગ્લાસ વગેરે ખરીદી, એક ફૂટ્પાથ ઉપર ચા બનાવવાનું શરૂ કર્યું. માત્ર ચાર આનામાં સારી ક્વોલીટીની ચા વેંચતો હોવાથી ત્રણ ચાર દિવસમાં જ એની ઘરાકી જામી ગઈ. રોજના દશેક રૂપિયા નફો થતો, એમાંથી ત્રણ ચાર રૂપિયા ખાવા પીવામાં ખર્ચાઈ જતા. આમ મહિને બસો રૂપિયાની બચત થઈ. ૮૦ રૂપિયામાં એક બાંકડો ખરીદી એણે ચા નો  સ્ટોલ બનાવ્યો અને “પ્રભાશંકર ટી સ્ટોલ” નું નાનકડું પાટિયું લગાડ્યું. સવારના પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ટી સ્ટોલ ખુલ્લું રહેતું. ઘરાકી વધતાં, મહિને ૯૦ રૂપિયા પગારમાં એક પંદર વર્ષના છોકરાને નોકરીમાં રાખી લીધો.

વાજબી કીમત અને ચાની ક્વોલિટીને લીધે પુષ્કળ ઘરાકી જામી ગઈ. એણે એ જ લતામાં એક દુકાન ભાડેથી લીધી, ચા સાથે બિસ્કીટ, ખારી બિસ્કીટ વગેરે પણ રાખવાનું શરૂ કર્યું. ચાર પાંચ વર્ષમાં એટલી બચત થઈ કે એણે એ ભાડાની દુકાન એના માલિક પાસેથી ખરીદી લીધી. મહેનત અને ખંત રંગ લાવ્યા. આજે એની ૧૪ હોટેલો છે અને પોતાની માલિકીના ફ્લેટમાં રહે છે.

હવે બીજી આવી જ એક વાત. રણછોડ ઝવેરભાઈ નામનો એક દરજી ગામમાંથી પોતાનું સિલાઈ મશીન અને પોતાની બચતના ૫૦૦ રૂપિયા લઈ મુંબઈ આવ્યો. એક ઝુપડું ભાડે રાખી, થોડું સફેદ કપડું ખરીદી એણે રાત્રે લેંગા-ઝબ્બા સિવવાનું શરૂ કર્યું. દિવસે ઘાટકોપરની એક ગલીને નાકે ઝાડ નીચે બેસી એણે લેંઘા-ઝબ્બા વેંચવાનું શરૂ કર્યું. ઓવર હેડ ન હોવાથી અને ઓછો નફ્ફો રાખવાથી, સારી ક્વોલિટીના લેંઘા-ઝબ્બા સસ્તી કીમતે વેંચતો હોવાથી એની ઘરાકી જામી ગઈ. થોડા સમય બાદ એણે ગુજરાતી છાપાંમાં જાહેર ખબર આપવાનું શરૂ કર્યું.

“સસ્તા ભાવે, સારી ક્વોલિટીના લેંગા-ઝબ્બા,

 રણછોડભાઈ ઝવેરભાઇ,

ઝાડની નીચે, કામા ગલીના નાકે,

ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬”

જોત જોતાંમાં સારી ઘરાકી જામી ગઈ. ભાડાની જગ્યા રાખી, કારીગરો રોકી, એણે તો લેંગા-ઝ્બ્બાની ફેકટરી જ ખોલી નાખી. જ્યાં ઝાડની નીચે બેસી ને લેંગા-ઝબ્બા વેંચતો, ત્યાં જ એક મોટી દુકાન ખરીદી લીધી. થોડા સમય બાદ અંધેરીમાં બીજી દુકાન શરૂ કરી. બસ પછી તો વાત એક્ષપોર્ટ સુધી પહોંચી ગઈ.

આમ મુંબઈમાં માણસો ભૂખ્યા આવે છે પણ ભૂખ્યા રહેતા નથી. જરૂર છે માત્ર હૈયે હામ રાખી હાથ પગ હલાવવાની.

-પી. કે. દાવડા

**************************************

Oct1   વતન-6

મિત્રો 

દાવડા સાહેબ આપણને વિચાર કરવા વતનની વાત લઈને આવ્યા છે શું આપણે કર્મભૂમિ ને અપનાવી છે? કે વતનના ગાણા ગાઈ દુખી થાવ છો અને બીજાને કરો છો ?…..વતન એટલે શું ,જન્મીને જયાં  સ્થાઈ થયા તે ?… દરેક માનવી સંજોગોનું સર્જન છે ,જે સંજોગોમાં જયાં  આપણે રહ્યા અને પેઢી દરપેઢી વસ્યા એ વતન ?… કે જ્યાં તન છે મન છે એજ મારું વતન ?…. વિસ્તારથી વિચારીએ તો પૃથ્વી પર રહું છું માટે એજ મારું વતન…….. હું કોણ છું? ,ક્યાંનો છુ ?એ નકામા પ્રશ્નો છે, અથવા વાતચીત શરુ  કરવાના એક માત્ર દોર છે….  કે આપ મૂળ કયાંના ?… મૂળ ગામ કહ્યું ?…આપનું વતન કયું ?… ત્રીજી દ્રષ્ટિ થી વિચારીએ તો પારકી પંચાત ની શુભ શરૂઆત ….એના કરતા આવી વ્યાખ્યાને છોડી દઈએ તો કેમ ?… અગત્યનું કોને કહેવાય જે અનિવાર્ય હોય તેને  ….તો   મિત્રો  દાવડા સાહેબે ચોખ્ખી સ્પષ્ટ  ભાષમાં સરસ વાત કરી છે તે માણીએ અને વિચારીએ …..………કહ્યું, શાણા  થઈ, છોડો  વતનની  ખોખલી વાતું,

                                                                    જયાં સુખ છે, સગવડ છે, વતન તો એજ છે સાચું.

વતન-6

વતનના  ગીત  ગાઈ  ગાઈને અમે મોટા થયા,

મોટા થઈ, સ્વદેશના ગુણગાનના ગીતો લખ્યા,

લેખો લખ્યા, ભાષણ કર્યા, તાળી પડી, ચંદ્રક મળ્યા.

વર્ષો પછી, અભ્યાસ  કરવા બાળકો અમેરિકા  ગયા;

કાર,   ડોલર,  બંગલાના  મોહમાં  અટવાઈ  પડ્યા,

હાલ  જોવા બાળકોના, અમે  પણ અમેરિકા ગયા,

મોહી પડ્યા ચકાચોંધથી, અમેરિકામાં સ્થાયી થયા.

વતન કેવું?  વાત કેવી?  અતીતને  ભૂલી   ગયા,

કહ્યું, શાણા  થઈ, છોડો  વતનની  ખોખલી વાતું,

જયાં સુખ છે, સગવડ છે, વતન તો એજ છે સાચું.

-પી.કે..દાવડા

*********************************************

 

સંબંધોના છપ્પા-7

 મિત્રો

દાવડા સાહેબ સંબધ ની વાત લઈને આવ્યા છે.તો ખાસ જાણવાનું કે સાચવવા પડે તે સંબંધ નહિ.સચવાય તે સંબંધ નહિ.સંબંધ નવા નામ નવા સ્વરૂપ જરૂર આવે પરંતુ તે સો ટચના સોનાં જેવા જ હોય છે.એકદમ કુદરતી અને સહજ નામ અને ઓળખ વગરના… ..કયારેક સંજોગો વિચારો, સમય અને આપણા જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર જરૂર થાય છે અને મેળવવાની ખેચ તાણમાં કયારેક તૂટે છે કારણ પામવાનું ભૂલી મેળવવામાં પડીએ છીએ.સંબંધોમાં અળગા થવું સહેલું નથી, આપણી અપેક્ષા જ આપણને દુઃખી કરે છે અને અપેક્ષા વિનાના સંબંધો કયારેય તૂટતા નથી. 

સંબંધોના છપ્પા

“દાવડા”સામાજમાં ફેરફારો થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,

સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ,

રોજે  રોજ  સંબંધ  બદલાય, મૂળ  સંબંધમાં  લાગી  લાય.

કાકા  મામા અંકલ  થયા, મામી  માસી  આંટીમાં   ગયા,

કઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ,

દાવડા  સંબંધોની  ચોખવટ, લાગે સૌને  ફાલતુ   ઝંઝટ .

દાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,

અર્ધા  ભાઈ ને  અર્ધી બહેન, હવે  નથી એ મારો વહેમ,

બબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.

સંબંધની  વ્યાખ્યા  બદલાઈ, નથી  જરૂરી કોઈ સગાઈ,

સંબંધો  સગવડિયા  થયા, નફા  તોટાના  હિસાબે રહ્યા,

સંબંધોની ન રહી કોઈ જાત, નાત  જાતને  દીધી  માત.

ક્યાં ગઈ સાત જનમની વાત? સંબંધ બદલે રાતો રાત,

દાવડા સરકારી કાયદો ફરે, પાંચ  વર્ષનો  કરાર જે  કરે,

ઇન્કમ ટેક્ષમા  છૂટ અપાય, જેથી  થોડા સંબંધ સચવાય.

-પી. કે. દાવડા

*********************************************

મિત્રો,-9

શુક્રવાર તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૧૪ ની સાંજે, મિલપિટાસના ઈન્ડીઆ કોમ્યુનિટી સેંટરમાં, ગુજરાતી સાહિત્ય રસિકોના એક કાર્યક્રમમાં મેં એક કવિતા રજૂ કરેલી.  રવિવાર તા. ૨ જી માર્ચ, ૨૦૧૪ની સવારે રેડિયો જીંદગીના કાર્યક્રમ “આવો મારી સાથે” માં RJ જાગૃતિ એ શુક્રવારના કાર્યક્રમનો ઉલ્લેખ કરી, એમાં મેં રજૂ કરેલી કવિતા વાંચી સંભળાવી હતી, અને રેડિયો જીંદગીના આ કાર્યક્રમના સ્પોન્સર તરફથી મારા આખા કુટુંબ માટે એક જાણીતા રેસ્ટોરેંટની ડીનર કુપન આપવાની જાહેરાત કરી હતી.

રેડિયો જીંદગી એ અમેરિકામાં વસતા ભારતિયોનું સૌથી લોકપ્રિય રેડિયો છે, અને હજારો ગુજરાતીઓ “આવો મારી સાથે” કાર્યક્ર્મ સાંભળે છે. અત્યાર સુધી લોકો મને મારા ઈ-મેઈલ અને બ્લોગ્સ દ્વારા જાણતા હતા. હવે એમાં રેડિયો સાંભળનારામાંથી થોડાઘણાં ઓળખસે એનો મને ખૂબ જ આનંદ છે. મારી આ કવિતા અહીં રજૂ કરૂં છું.

બ્રેકઅપ

તમે   કહો  ને  અમે  ન કરીએ,  એવું   બને  જ કેમ?

સદા   તમોને  રાજી   કરવા, એ   જ  અમારી   નેમ.

દિવસરાત  અર્પણ છે  તમને,  છતાં કરો છો વહેમ?

તમે   ભલે ના  સમજી શકતા, અમે  કર્યો   છે પ્રેમ.

તમે  કહો તો  સૂરજ  ઊગે,  તમે  કહો  તો  રાત પડે,

દિવસ-રાતના  ભેદ  તમારી  પાસે  અમને  નહિં નડે;

છતાં  તમારા શંકીલા મનમા   શાને  ખોટી છાપ પડે?

આવું    માનસ  હોય  તમારું, ગાડી  પાટે   કેમ  ચડે?

બદલો  માનસ હવે  તમારું, નહિં  તો અંતર  કેમ   મળે,

અહીં  પ્રેમના  મોજા  ઉછળે, તમને  ના  કંઈ સમજ પડે,

આ છેલ્લો છે   યત્ન અમારો, એમા જો કંઈ પણ ન વળે,

સારૂં  થાસે “બ્રેકઅપ” કહીને, બેઉ પોત-પોતાને માર્ગ પડે.

–         પી. કે. દાવડા

*******************************************

 • ધનની સચ્ચાઈઃ-10
 • પ્રત્યેક ધનવાન સુખી જ હોય છે એમ માની લેવાની જરૂર નથી.દુનિયાના આઠ ધનાઢ્યોની વાત જાણવા જેવી છે.
 • ૧. દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપનીના માલિક, ચાર્લસ સ્વાઅબ,એમના જીવનના છેલ્લા પાંચ વર્ષ કરજામા હતા અને મૃત્યુ પહેલાદિવાળું કાઢેલું.
 • ૨.દુનિયાની સૌથી મોટી ગેસ કંપનીના પ્રમુખ, હાવર્ડ હબ્સન ગાંડાથઈ ગયા.
 • ૩. શેર બજારના રાજા ગણાતા આર્થર કટન, મૄત્યુ વખતેદિવાળિયા હતા.
 • ૪. ન્યુયોર્ક શેરબજારના પ્રમુખ, રીચાર્ડ વિહ્ટનીને જેલની સજાથયેલી.
 • ૫. અમેરિકાના પ્રેસિડન્ટની કેબીનેટના એક સભ્ય, અલબર્ટ ફોલ નેચેનથી
 •     મરી શકે એટલા માટે જેલમાંથી છોડવામા આવ્યા.
 • ૬. વોલ સ્ટ્રીટમાં મંદીના રાજા, જેસી લીવરમોરએ આપઘાતકરેલો.
 • ૭. દુનિયાની સૌથી મોટી મોનોપોલી ધરાવતી કંપનીના પ્રામુખ,ઈવાર ક્રુગરે
 •    આપઘાત કરેલો.
 • ૮. બેંક ઓફ ઈંટરનેશનલ સેટલમેંટના પ્રમુખ, લીઓન ફ્રેઝરેઆપઘાત કરેલો.
 • આ બધાની ભૂલ એ હતી કે તેઓ પૈસા પાછળની દોડમા જીંદગીજીવવાનું ભૂલી ગયેલા. એ લોકો પોતાના કુટુંબને ભૂલી ગયા હતા,પોતાની તંદુરસ્તીને ભૂલી ગયા હતા, સમાજને ભૂલી ગયા હતા.જીવવા માટે પૈસા જરૂરી છે એ વાત ન નકારી શકાય. વહાણચલાવવા પાણી જોઈએ પણ એ પાણી જ્યારે વહાણમા ઘૂસી જાયત્યારે વહાણને ડુબાડી દે.ધનવાન હોવું એનો અર્થ એ નથી કે ખૂબ કમાવવું, ખૂબ ખર્ચવું અનેખૂબ એકઠું કરવું. ધનવાન હોવું એટલે વધારે ધનની જરૂરતથીમુક્તિ મેળવવી.

-પી. કે. દાવડા

*********************************************

પ્રેમની વ્યાખ્યા-11

પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી.  પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીંપ્રયત્નકર્યોછે.

પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.

“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.

“પ્રેમ યુધ્ધ જેવો છે.”  શરૂ થઈ જાય છે, રોકવું મુશ્કેલ છે. આ વાત એટલે  પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે  કોર બરબાદી જોવા મળે છે તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.

“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષમા મારે કંઈ કહેવાની જરૂરત છે?

“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.

“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બંધ થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.

આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમા તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો  Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કરવા પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે, પણ લોકો માનસે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમા જ શોધ ચાલુ રાખી.

આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ

प्रेमनबाड़ीऊपजै, प्रेमनहाटबिकाय।

राजापरजाजेहिरूचै, सीसदेइलेजाय।।

-પી.કે.દાવડા

************************************************
લગ્ન-12

લગ્નપ્રથા ચોક્કસ ક્યારથી શરૂ થઈ એ કહેવું મુશ્કેલ છે. કદાચ સ્ત્રીઓએ ઘણાંબધા પુરૂષોના હુમલાથી રક્ષણ મેળવવા એક જ શક્તિશાળી પુરૂષ સાથે સંબંધ બાંધવાની પ્રથા અપનાવી હશે.

લગ્નનો હેતુ છેલ્લી ત્રણ સદીઓમાં ત્રણવાર બદલાયો છે. ૧૯ મી સદીમાં લગ્નનો અર્થ પ્રેમમાં પડ્યા પછી પરણવાનો ન હતો,અલબત પરણ્યા પછી પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરતા. મહદઅંશે લગ્ન સાથે મળીને રહેવા અને બાળકોને જન્મ આપવા માટે હતા.લગ્ન કુટુંબ બનાવવા માટે થતા. પતિ-પત્ની એકબીજાની મનોવૈજ્ઞાનિક જરૂરીઆતો પ્રત્યે સજાગ ન હતા, સમાજના નિયમોમા રહી કુટુંબ ચલાવવામાં જ એમનું ધ્યાન કેંદ્રીત હતું.

ગામડામાં સ્ત્રી-પુરૂષ બન્નેને કામ કરવું પડતું અને પુરૂષો પણ ઘરકામમાં મદદ કરતા. શહેરીકરણ અને ઔદ્યોગિકરણ બાદ લગ્ન સંસ્થામાં રોજીંદી જીંદગીમાં કામકાજની ફાળવણી થઈ. પુરૂષ કમાઈ લાવે અને સ્ત્રી ઘર ચલાવે. આ સમયગાળામાં કુટુંબની આર્થિક સ્થિરતાના પાયામાં લગ્ન મહત્વનું પરિબળ હતું. અલબત પ્રેમ કુટુંબ વ્યાપી હતું.

૨૦મી સદીમાં યુરોપના દેશોમાં પ્રેમ કરીને લગ્ન કરવાની પ્રથા શરૂ થઈ. લગ્નજીવનમાં પ્રેમનું મહત્વ વધી ગયું. “આઈ લવ યુ” કહીને પ્રેમનો એકરાર કરવાનું શરૂ થયું. બીજા બદા પરિબળો સરખા હોય પણ પ્રેમમાં ઉણપ જણાય તો લગ્ન ભાંગી પડવાની શરૂઆત થઈ ગઈ. અલબત પ્રેમની ચોક્કસ વ્યાખ્યા આજ સુધી કોઈ આપી શક્યું નથી. ૧૯૬૦ થી પ્રેમ અને સહવાસનું મહત્વ ખૂબ જ વધી ગયું, પણ સાથે સાથે પતિ અને પત્ની બન્ને પોતપોતાની પ્રગતિ માટે સજાગ થવા લાગ્યા.

આજે ૨૧ મી સદીમાં પતિ-પત્ની માત્ર બન્ને સાથે રહીને બાળકોને જન્મ આપવા ઉપરાંત પોતપોતાની પ્રતિભા શોધવા પ્રયત્નશીલ છે.માત્ર એક જ ઘરમાં સાથે રહેવા ઉપરાંત કંઈક પોત પોતાના માટે આગવું કરી રહ્યા છે. પતિ પત્ની પોત પોતાના માટે પોતાને રસ પડે તેવી પ્રવૃતિ અને કારકીર્દી ઉપરાંત જીવનના અનેક પાસાં શોધી રહ્યાં છે. એવું નથી કે પતિ પત્ની લગ્નમાંથી પહેલા કરતાં કંઈ વધારે મેળવવાનો પ્રયત્ન કરે છે, તેઓ માત્ર એમા મનોવિજ્ઞાનિક ફેરફાર ઈચ્છે છે. તેઓ પોતાની ભૌતિક જરૂરિયાતો જેટલું જ મહત્વ મનોવિજ્ઞાનિક સંતોષને આપે છે. આજના લગ્નોમાં બન્ને પોતાની કારકીર્દી, શોખ અને ઈચ્છાઓમાં મદદગાર થાય એવી વ્યક્તિ શોધે છે. લગ્નના આર્થિક અને સામાજીક કારણો તો મૂળમા રહ્યા જ, પણ જીવનમાં સુખ શાંતિ માટે પ્રેમ અને સહચાર ઉપર ભાર મૂકાયો છે.સફળ લગ્ન જીવન માટે પતિ-પત્ની બન્ને માટે, સામી વ્યક્તિની જરૂરિયાત સમજી લઈ, એમા મદદરૂપ થવાની ઈચ્છા એ જરૂરી તત્વ બન્યું છે. આ તત્વ અગાઉની જરૂરીઆતો કરતાં વધુ જટીલ અને વધારે સમજ માગી લે છે. આજના સફળ લગ્નો અગાઉના સફળ લગ્નો કરતાં ઘણાં સારા છે, પણ સફળ બનવા માટે અધરા છે. એમા ઉદારતા અને સમર્પણની ભાવના ખૂબ જ જરૂરી છે. આવા લગ્નો સફળ બનાવવા માટે ઘણો સમય, સહકાર, પ્રેમ અને મનોવિજ્ઞાન જરૂરી છે.

આજે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે કારણ કે પતિ-પત્ની એકબીજા સાથે ઓછો સમય ગુજારે છે, કેમ કે એમની કારકીર્દી વધારે સમય માગે છે.પ્રેમ પ્રદર્શિત કરવા અને મનોવૈજ્ઞાનિક ટેકો આપવા પૂરતો સમય નથી. આજે તમારા સાથી તમારી જરૂરીઆતો સમજી ન શકે તો તે શી મદદ કરી શકે? તું મને સમજવાની કોશીશ કર (Try to understand me), આ સંવાદ જ વધારે જોવા મળે છે. ખૂબ જ ભણેલા અને કારકિર્દીમાં ખૂબ જ આગળ વધેલાઓમાં લગ્ન સંસ્થા ટૂટી પડવાની કગાર ઉપર છે.

-પી. કે. દાવડા

*******************************************

આજની યુવતિઓ-13

આજે લગ્ન સંબંધમા જોડાતી યુવતિઓ ત્રણ વિભાગમા વહેંચાયલી છે. પહેલા પ્રકારની યુવતીઓ હજી પણ પરંપરા પ્રમાણે પતિના કુટુંબને પોતાના કુટુંબ તરીકે અપનાવી લઈ, થોડી ઘણી અથડામણો પછી કુડુંબમા સંપૂર્ણ રીતે સમાઈ જાય છે. બીજા પ્રકારની યુવતીઓ સંબંધ જોડતી વખતે કોઈ શરત મૂકતી નથી, પણ લગ્ન બાદ થોડા સમયમા જ અથડામણો થતાં અલગ રહેવા જવા પ્રયત્નો શરૂ કરી દે છે અને મોટે ભાગે એમા સફળ થાય છે. ત્રીજા પ્રકારની યુવતીઓ, સંબંધ બાંધતા પહેલા જ લગ્ન પછી તરત જ કુટુંબથી અલગ ઘરમા રહેવા જવાની શરત મૂકે છે.

આ ત્રણે પ્રકારની યુવતિઓની એક માત્ર ઈચ્છા હોય છે, સુખી અને આનંદ ભર્યું લગ્નજીવન. આ ત્રણે પ્રકારમા સફળતા અને નિષ્ફળતાનું પ્રમાણ એક સરખું રહ્યું છે. મૂળ વાત તમે નવા વાતાવરણ અને નવી વ્યવસ્થાને કેટલે અંશે અપનાવી શકો છો, તમારી અત્યાર સુધીની વિચાર ધારા, તમારી આદતો વગેરેમા કેટલે અંશે ફેરફાર કરી શકો છો, એ છે. નવા બનેલા ઘણા બધા સંબંધીઓને બદલવા કરતાં પોતાની જાતને બદલવું વધારે સહેલું છે; પણ અભિમાન, પોતાના વિષે પોતે જ બાંધેલો ઉંચો અભિપ્રાય વગેરે આમા આડા આવે છે. દિકરીના લગ્ન બાદ માતા પિતા જો સાચી દોરવણી આપે તો લગ્નજીવનની સફળતાની શક્યતા વધારે હોય છે. પણ પુત્રી પ્રેમને વશ થઈ, દિકરીના ખોટા વિચારોને ઉત્તેજન અપાય તો લગ્નજીવનમા ખટરાગ વધી જાય છે.

આમ તમે ત્રણ માંથી કયા પ્રકારમા આવો છો એના કરતાં તમે તમારી જાતને બદલવા તૈયાર છો કે નથી એ વધારે મહત્વનું છે. આખરે તો સુખ એ મનની અનુભુતિ છે, ઘરમા શાંતિ હશે તો મનમા શાંતિ હશે, અને મનમા શાંતિ હશે તો સુખી જીવન હશે.

-પી.કે.દાવડા

*******************************

તો સારૂં-14

હે પ્રભુ, તું ભલે બધાનું ભલું કરે, પણ શરૂઆત મારાથી કરે તો સારૂં.

પરીક્ષામાં મને જેના જવાબ આવડતા હોય એવા જ પ્રશ્નો આવે તો સારૂં.

હું જે કંપનીમાં અરજી કરૂં તેમાં મને નોકરી મળી જાય તો સારૂં.

હું રેલ્વે ટીકિટની લાઈનમાં ઊભો હોઉં અને જ્યારે મારો વારો આવે ત્યારે જ બારી લંચ માટે બંધ ન થાય તો સારૂં.

હું જ્યારે સિનેમાની ટીકિટની લાઇનમા ઊભો હોઉં અને જ્યારે મારો વારો આવે ત્યારે જ હાઉસફૂલનું પાટિયું ન લાગે તો સારૂં.

જ્યારે મારા હાથમાંથી પાંચ રૂપિયાનો સિક્કો પડી જાય તો એ ગબડીને ગટરમાં ન પડે તો સારૂં.

ભર ઊનાળે હું ચાલતો હોઉં ત્યારે જ મારી ચપ્પલ ન ટુટે તો સારૂં.

પીઠમાં મારો હાથ ન પહોંચે ત્યાં ચળ ન આવે તો સારૂં.

નહાતી વખતે સાબુ ચોડ્યું હોય ત્યારે જ નળમાં પાણી બંધ ન થઈ જાય તો સારૂં.

બસ પ્રભુ, આટલી વસ્તુઓ સંભાળી લેજો, ત્યાર બાદ હું જરૂર કહીશ કે ઈશ્વર જે કરે તે સારૂં.

-પી. કે. દાવડા

**********************************

કુટુંબ-15

કુટુંબની વ્યાખ્યા દેશ અને કાળ પ્રમાણે બદલાતી રહી છે. ભારતમા આજની સમજ પ્રમાણે જો ગણીયે તો જે વ્યક્તિ જીવિત હોય એના બધા જીવિત વંશજનો સમાવેસ કુટુંબમા થઈ જાય. આમા બીજી, ત્રીજી કે કોઈવાર ચોથી પેઢીનો પણ સમાવેશ થઈ જાય. કુટુંબની દિકરીઓ જેમ જેમ પરણી જાય તેમ તેમ તેમનો સમાવેશ એમના સાસરિયાંના કુટુંબમાં થાય, અને દિકરા પરણે તો એમની પત્નીઓનો સમાવેશ તેના કુટુંબમાં થાય. આમા તેઓ બધા એક સાથે રહે છે કે અલગ અલગ એનું મહત્વ ઓછું છે, પુરુષો પરણેલા છે કે કુંવારા છે એનું પણ મહત્વ ઓછું છે. અલગ રહેતા હોય તો રમેશનું ઘર, સુરેશનું ઘર એમ ઘર અલગ કહેવાય, પણ કુટુંબ એક જ કહેવાય.

અમેરિકામાં એવું નથી. અહીં મારૂં કુટુંબ એટલે હું અને મારી પત્ની. હું રીટાયર્ડ છું એટલે મારા કુટુંબની કોઈ આવક નથી. મારો પરણેલો દિકરો, એની પત્ની અને એમની બે દિકરીઓ એટલે મારા દિકરાનું કુટુંબ. મારા દિકરાની કમાઈ ઘણી સારી છે. હાલમાં મારૂં કુટુંબ મારા દિકરાના કુટુંબ સાથે રહે છે. મારો દિકરો મને મફત રહેવા અને ખાવા-પિવાનું આપે છે. બાકીના નાના-મોટા ખર્ચનો કોઈ ખુલાસો નથી. બિમારી વગેરેનો ખર્ચ સરકાર ઉપાડે છે કારણ કે મારા કુટુંબની કોઈ આવક નથી. જો મારા કુટુંબને જરૂર હોય તો સરકાર આર્થિક મદદ અને ફુડ કુપન્સ પણ આપવા તૈયાર છે. બસ આ છે અમેરિકન કુટુંબની વ્યાખ્યા.

-પી. કે. દાવડા

*********************************

હું નાસી ગયો.-16

બ્લોગના આકાશમાં, ચમક્યા વગર તૂટી ગયો,

બ્લોગને  કાંઠે ઊભો’તો, ને તે  છતાં ડુબી ગયો;

જોડણી ને પ્રાસના આ ત્રાસથી  ત્રાસી  ગયો,

તે પછી હું દુમ દબાવી બ્લોગથી નાસી ગયો.

-પી. કે. દાવડા

**********************************

અઠ્ઠે દ્વારકા-17

કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યાને આજે બે વર્ષ પૂરા થયા. આ બે વર્ષમાં ક્યારે પણ Home sickness જેવી લાગણી નથી થઈ.ભારતમાં જે મિત્રો હતા તેમનો સતત સંપર્ક હજી પણ છે, અમેરિકામાં અનેક નવા મિત્રો મળ્યા.

કેલિફોર્નિયાની આબોહવા અમેરિકાના બીજા અનેક રાજ્યો કરતાં વધારે સારી છે. ભારતીય લોકોની સારી એવી વસ્તી અહીં જોવા મળે છે. ગુજરાતી પ્રજા પણ અહીં ઘણી જોવા મળે છે અને ગુજરાતીઓ એક બીજાના સંપર્કમાં રહે છે. અહીં ભારત બઝાર અને ઈન્ડિયા કેશ એન્ડ કેરી જેવા મોટા સ્ટોર્સમાં ભારતમાં મળતી એકે એક વસ્તુ મળી રહે છે. ભારતમાં મળતા બધા ફળ અને શાકભાજી અહીં સહેલાઈથી મળે છે. ભારતીય ખોરાક પિરસતી અનેક હોટેલ છે.

ગુજરાતી લોકો માટે નાના મોટા ઘણા સાંસકૃતિક સંગઠનો છે. Bay Area ગુજરાતી સમાજ, ડગલો અને સભા ગુર્જરી, સાંસકૃતિક પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. ઈન્સાફ નામની સંસ્થા બધા ભારતીયો માટે છે અને ભારતીય લોકોને મદદરૂપ પ્રવૃત્તિઓ ચલાવે છે. અહીં ગુજરાતીઓ ભારતમા ઉજવાતા બધા ઉત્સવો બહુ જ સારી રીતે ઉજવે છે.

અહીંના મંદિરોમાં આવતા લોકોમાં શ્રધ્ધા અને ભક્તિભાવ જોવા મળે છે. મંદિરોમાં શિસ્ત અને સ્વચ્છતા ધ્યાન ખેંચે છે. હું દેરાસર અને ગુરૂદ્વારામાં પણ બે ત્રણ વાર જઈ આવ્યો. કોઈ ભેદભાવ નજરે ન પડ્યો. સ્વામી નારાયણના મંદિરોમાં સ્વયંસેવકોનો ઉત્સાહ જોઈ આશ્ચર્યચકિત થઈ જવાય.

અમેરિકામાં વિશ્વભરના લોકો જોવા મળે છે અને બધા એકબીજાની પડોસમાં શાંતિથી રહે છે. બે વર્ષમાં મારી અનેક ગોરા અમેરિકન,આફ્રીકન અમેરિકન, ચાઈનીઝ અને મેક્સીકન સાથે મિત્રતા થઈ છે.મારા અતિ નીકટના મિત્ર, એલન લી, ચાઈનીઝ છે.

અહીંની વાતાવરણની સ્વછતા, શિસ્તબધ્ધ લોકો, બિમારીમાં સારી સારવાર અને કુદરતી નજારાએ મારૂં ખાસ ધ્યાન ખેંચ્યું છે. અહીં બીજી એક વાતે મારૂં ધ્યાન ખેંચ્યું, અહીં પાળેલા કુતરાને બહુ લાડ કરવામાં આવે છે, એને બહુ સારી રીતે રાખવામાં આવે છે, અને લોકો એના પપા- મમ્મી કહેવડાવવામાં ગૌરવ અનુભવે છે.

મારા માટે તો હવે અઠ્ઠે દ્વારકા.

-પી. કે. દાવડા

૧૮ જાન્યુઆરી ૨૦૧૪

*********************************

મંદિરમાં પ્રાર્થનાઃ18

(૧) હે પ્રભુ તું દાતા છે, હું તો માંગવા આવ્યો છું, હું તને શું આપું? (કંઈપણ ભેટ ચઢાવતા નથી.)

(૨) હે પ્રભુ, તમારી પ્રેરણાથી જ મેં આ વ્યાપાર કર્યો અને એમાં ફાયદો થયો. લ્યો આ તમારી Consultation Fees. (પેટીમાં કંઈક રકમ નાખે છે.)

(૩) હે પ્રભુ, દયા કરી મારૂં આટલું કામ કરી આપો. (થોડા પૈસા, જાણે કે લાંચ આપતા હોય એ રીતે, પેટીમાં નાખે છે.)

(૪) હે પ્રભુ, મારૂં આટલું કામ કરી આપશો તો હું ૧૦૧ રૂપિયા ભેટ ધરીશ. (સોદો).

ભગવાનને ભોગઃ

થાળીમાં ભાત ભાતની વાનગીઓ સજાવી, ભગનાન સમક્ષ મૂકી, ઘંટડી વગાડતાં વગાડતાં, ઈશ્વરને ભોજન કરવા વિનંતી કરે છે. થોડીવાર પછી એ જ થાળીની વાનગીઓને પ્રભુનો પ્રસાદ માની પોતે જ ખાઈ જાય છે.

ભગવાનનો જવાબઃ

હે ભક્ત, તું મારી પાસેથી નકામી અપેક્ષા રાખે છે. હું પોતે જ પૂજારી ઉપર અવલંબિત છું, એ ઉઠાડે ત્યારે ઊઠું છું, નવડાવે ત્યારે નાહું છું, જમાડે ત્યારે જમું છું. રાતે હું નાસી ન જાઉં એટલા માટે મને પૂરી દઈને તાળું વાસી દે છે. તું જ કહે, હું તને શું મદદ કરી શકું?

-પી. કે. દાવડા

(નોંધઃ હું નાસ્તિક નથી.)

***********************************

જગન્નાથ શંકરશેઠ-19

મુંબઈના શરૂઆતના વિકાસમાં એક મોટો ફાળો આપનાર વ્યક્તિનું નામ આજે બહુ થોડા લોકો જાણતા હશે. ૧૦મી ઓક્ટોબર, ૧૮૦૦માં મુંબઈમાં એક મરાઠી સોની કુટુંબમાં જન્મેલી આ વ્યક્તિનું નામ છે, જગન્નાથ શંકરશેઠ. લોકો એમને નાનાશેઠના હુલામણા નામે ઓળખતા હતા. યુવાન વયે એમણે કુટુંબનો સોનીનો ઘંધો ન સ્વીકારતાં વેપારમાં ઝંપલાવ્યું અને થોડા સમયમાં જ શાખ જમાવી દીધી. બહુ ટૂંકા સમયમાં એમણે ઘણું ઘન કમાઈ લીધું; એટલું જ નહિ, પણ સમાજ માટે ઉપયોગી કાર્યોમાં વાપરવાનું પણ શરૂ કરી દીધું.

સામાજિક કાર્યોમાં એમનું સૌથી મહત્ત્વનું કાર્ય શિક્ષણક્ષેત્રમાં હતું. અનેક શાળાઓ શરૂ કરવા ઉપરાંત અનેક ખાનગી શાળાઓને દાન આપીને ઉત્તેજન આપ્યું. એ જમાનામાં કન્યાશિક્ષણ સામેના સખત વિરોધનો સામનો કરીને એમણે એક કન્યાશાળા શરૂ કરી; એટલું જ નહિં, પોતાના કુટુંબની બાળાઓને કન્યાશાળામાં દાખલ પણ કરાવી. ઈ.સ. ૧૮૨૪ થી ઈ.સ. ૧૮૫૬ સુધી શિક્ષણક્ષેત્રમાં અવિરત કામ કરીને મુંબઈમાં ‘એલ્ફિસ્ટન્ટ’ કોલેજના બાંધકામ માટે એમણે મોટી રકમ દાનમાં પણ આપી હતી. મુંબઈ યુનિવર્સિટીના પાયાના કામમાં પણ એમણે ખૂબ મદદ કરી હતી. જીવનભર તેઓ યુનિવર્સિટીની સેનેટના સભ્ય રહ્યા હતા.

હિંદુ ધર્મ માટે પણ એમને અનેક કામો કર્યાં હતાં. સંસ્કૃત પાઠશાળાઓની સ્થાપના, સંસ્કૃત લાયબ્રેરી અને હિંદુ મંદિરોનાં બાંધકામ વગેરે માટે એમણે મોટી રકમો દાનમાં આપી હતી.

એમનું સૌથી મહત્ત્વનું કામ એ ભારતમાં રેલવેની શરૂઆત. ઈ.સ. ૧૯૪૫માં સર જમશેદજી જીજીભાઈ અને થોડા અંગ્રેજોએ સાથે મળીને ‘ઈન્ડિયન રેલવે એસોસિએશન’ની સ્થાપના કરી, જેને પછીથી એક કંપનીમાં ફેરવી નાખીને ‘જી.આઈ.પી’ રેલવેની શરૂઆત કરી. આ ભગીરથ કાર્ય એમની મદદ વગર અંગેજો કરી શક્યા ન હોત. ઈ.સ. ૧૯૫૩માં બોરીબંદરથી થાણા સુધીની પહેલી રેલગાડીમાં એમણે સવારી કરી પોતાની આ સફળતાની ઉજવણી કરી હતી. બોરીબંદરની ભવ્ય ઇમારત (આજનું સી.એસ.ટી.) એ એમની યાદગીરીનું ભવ્ય સ્મારક છે. આ ઇમારતમાં એમની પથ્થરમાં કંડારેલી મૂર્તિ આજે પણ જોવા મળે છે.

ઈ.સ. ૧૮૫૭થી એમણે ભાઉ દાજી અને એક અંગ્રેજ અધિકારીની મદદથી મુંબઈનો નકશો બદલવાની શરૂઆત કરી. પહોળા રસ્તા, વિશાળ ફૂટપાથ, ભવ્ય ઈમારતો, બાગબગીચા, રમતગમતનાં મેદાનો વગેરેના આયોજનમાં નાનાશેઠનો મોટો ફાળો હતો.

૧૮૬૧માં નાનાશેઠને પ્રાંતીય ધારાસભાના પ્રથમ ભારતીય સભ્ય બનાવવામાં આવ્યા. એમને મુંબઈ શિક્ષણસમિતિમાં સભ્ય પણ બનાવવામાં આવ્યા. પ્રખ્યાત એશિયાટિક સોસાયટીના એ પ્રથમ ભારતીય સભ્ય હતા. કલાકારોને ઉત્તેજન આપવા એમણે ગ્રાંટરોડમાં એક નાટ્યગૃહ બાંધ્યું. ગુજરાતીઓ તેને ‘શંકરશેઠની નાટકશાળા’ના નામે ઓળખતા હતા. બપોરે કામકાજથી પરવારીને સ્ત્રીઓ નાટક જોઈ શકે, તે માટે સ્ત્રીઓ માટે ખાસ બપોરના શો રાખવામાં આવતા અને એમનાં નાનાં બાળકોને સાચવવા નાટ્યગૃહમાં પારણાઘરની વ્યવસ્થા કરી હતી.

સમાજમાં પ્રવર્તતી સતીપ્રથા બંધ કરાવવા એમણે ખૂબ પ્રચાર કર્યો હતો. એમના પ્રયત્નોથી હિંદુઓ માટે સ્મશાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મુંબઈ પ્રાંતના જેટલા ગવર્નર આવેલા તે બધા નાનાશંકરશેઠને માન આપતા. એમની દરેક સલાહસૂચન ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું. એ સમયમાં કોર્ટમાં જ્યુરી પદ્ધતિ હતી. ન્યાયાધીશો અને જ્યુરરો બધા અંગ્રેજો હતા. નાનાશેઠે ચીફ જસ્ટિસને મળીને પચાસ ટકા જ્યુરર ભારતીય હોવા જોઈએ તેવો પ્રસ્તાવ મૂક્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો હતો. એ જમાનામાં જસ્ટિસ ઓફ પીસ (જે.પી.)ની ઉપાધિ માત્ર અંગ્રેજોને જ આપવામાં આવતી હતી. નાનાશેઠની રજૂઆતથી અનેક ભારતીઓને પણ જે.પી. બનાવવામાં આવ્યા હતા, જેમાં નાનાશેઠનો પણ સમાવેશ થતો હતો.

જ્યારે ગ્રાંટ મુંબઈના ગવર્નર હતા, ત્યારે એક હોસ્પિટલ અને મેડિકલ કોલેજ શરૂ કરવાની યોજના બનાવાઈ. નાનાશેઠે એના માટે મોટી રકમ દાનમાં આપી અને બાંધકામ ઉપર દેખરેખ રાખી; એટલું જ નહિ, હોસ્પિટલ શરૂ થયા પછી દરદીઓની દેખભાળ માટે પણ તેઓ નિયમિત હોસ્પિટલની મુલાકાતે જતા હતા.

મુંબઈમાં આજે વીરમાતા જીજાબાઈ ઉદ્યાન તરીકે જાણીતા પ્રાણીબાગ અને ભાઉ દાજી સંગ્રહાલય તરીકે જાણીતા મ્યુઝિયમના નિર્માણમાં પણ નાનાશેઠનો જ મોટો ફાળો હતો.

૩૧મી જુલાઈ, ૧૯૬૫માં એમનું મુંબઈમાં મૃત્યુ થયું તેના એક વર્ષ બાદ મુંબઈના ટાઉન હોલમાં એમનું આરસનું પૂતળું મૂકવામાં આવ્યું હતું. મુંબઈના એક મોટા રસ્તાને અને એક ચોકને પણ એમનું નામ આપવામાં આવ્યું હતું.

-પી.કે.દાવડા

**********************************

પરણ્યા એટલે પ્યારા લાડી-20

(આજનું લગ્નગીત)

પરણ્યા  એટલે  કેવા લાગો જોશું આપણે ઘેર રે,

દહેજમા  શું લાવ્યા  લાડી, જોશું  આપણે ઘેર રે.

ઊભા  રો  તો  પુછું  મારા  બાપુજીની  શીખ  રે,

બાપાને   વિસારો  લાડી,  સસરાને   સંભારો  રે.

ઊભા  રો  તો  પુછું  મારી  માડી પાસે  શીખ રે,

માએ તારી, શું શીખવ્યું લાડી,જોશું આપણે ઘેર રે.

ઊભા  રો તો ઘડિક  કરી લઉં  વીરા સાથે હેત રે,

વીરાને  વિસારો  લાડી, કરો દિયર સાથે પ્રીત રે.

થોડું  હમણા કીધું  લાડી, બાકી  આપણે  ઘેર રે,

પબ્લીકમા તો પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે.

–     પી.કે.દાવડા

****************************************

કાકુ મારો ખાતો નથી-21

(ઢાળઃ ઊંટ કહે આ સમામા…)

ભાભુ   કહે  સુણ  બેના,  કાકુ  મારો   ખાતો  નથી,

“કોણ  જાણે  શું  થાવાનું”, બીજી કોઈ વાતો નથી.

થોડી  ખાયે  દાળ-ભાત, થોડી   રોટી   થોડૂં  શાક,

એનાથી  શું પેટ ભરાયે, શક્તિ  આવે  એથી ખાક?

થોડી બરફી, પેંડા થોડા, બદામ પિસ્તા ખાતો થોડા,

થોડા  લાડુ  ને મો’નથાળ, ખાયે તો હું માનું  પાળ;

થોડું  દુધ ને  થોડું દહીં, થોડી  બાસુંદી પણ  સહી,

બેના  કહે  ને શું  હું  કરૂં? કાકુને   કેમ ખાતો  કરૂં?

બેના કહે સાંભળ ભાભુ, આથી વધુ જો ખાય કાકુ,

પેટ મટીને થઈ જાય ઢોલ, બીજું શું કહું ભાભુ બોલ?

-પી. કે. દાવડા

(કચ્છી કવિ કારાણીની કવિતાથી પ્રેરિત)

***************************************

સગવડિયો ધરમ-22

ઘણાં વરસ પહેલા હું મારા એક મિત્ર સાથે રાજસ્થાનના જોવા લાયક સ્થાનો જોવા નીકળેલો. રાજસ્થાનમાં મોટા ભાગની મુસાફરી બસમાં કરવાની હતી. રસ્તામાં નાના મોટા જોવા લાયક સ્થળો આવતા ત્યાં અમે બસમાંથી ઉતરી જતા અને બધું જોવાઈ જાય પછી બીજી બસની વાટ જોવા બસ સ્ટોપ પર જઈ બેસતા. એક નાના ગામમાં અમે એક જૈન દેરાસર જોવા રોકાયા. એ ગામ એટલું નાનું હતું કે ત્યાં અમને જમવા માટે કોઈ લોજ કે હોટેલ મળ્યા નહિં. ભૂખ તો બહુ લાગેલી. અમે જોયું કે દેરાસરમાં કોઈ તરફથી જૈનો માટે જમણવાર હતું. અમે બન્ને “જય જીનેન્દ્ર” બોલી જમવા બેસી ગયા, અને જમીને “જય જીનેન્દ્ર” બોલી નીકળી ગયા. આમ તો અમે બન્ને વૈષ્ણવ હતા.

ભારતમાં એક મુસ્લિમ ચાર પત્નીઓ રાખી શકે છે અને ત્રણ વાર તલાક બોલી છૂટાછેડા આપી દે છે. કહે છે કે એ અમારો ધાર્મિક અધિકાર છે. જ્યારે એ જ વ્યક્તિ અમેરિકામાં સેટલ થાય છે, ત્યારે એક જ પત્ની રાખી શકે છે અને છૂટાછેડા માટે કોર્ટમાં જવું પડે છે, અને છતાંયે એ મુસ્લિમ જ રહે છે.

આ સગવડિયો ધરમ નહિં તો બીજું શું છે?

-પી. કે. દાવડા

***************************************

શુંઆસાચીવાતછે?-23

જૂનુંએટલુંસોનું, આકહેવતકોણેનથીસાંભળી? સમયનાપ્રત્યેકતબ્બકેલોકોનેઆઅગાઉનોસમયસારોહતોએમશામાટેલાગેછે? જૂનાગીતો, જુનાચલચિત્રો, અગાઉનોખોરાક, અગાઉનાવસ્ત્રોઅનેપહેલાનીકારીગરીસારીહતીએમલોકોશામાટેબોલેછે? ખરેખરઅગાઉનોસમયસારોહતો?

પહેલાનાશિક્ષકો, પહેલાનીશાળાઓઅનેપહેલાનુંશિક્ષણસારૂંહતું? પહેલાનુંફર્નિચરજાજરમાનહતું? પહેલાનાધરવિશાળઅનેસગવડભર્યાહતા? અગાઉબાળકોનીરમતોનિર્દોષઅનેતંદુરસ્તીમાટેસારીહતી? કોણજાણેઆસાચુંછેકેફેશનમાબોલાયછે?

લોકોકહેછેકેઆકાશવાણીનીતોવાતજન્યારીહતી. કેવામજાનાકાર્યક્રમોઅનેતેપણજાહેરાતોવગર! ભલેબેકલાકનુંપ્રસારણહતું, પણદૂરદર્શનનીમજાકંઈકઅનોખીજહતી. રમણ, વીણામિશ્રા, મીનુ, સરલામહેશ્વરીવગેરેરોજરાત્રેસમાચારઆપતાત્યારેસાંભળવાનીકેવીમજાઆવતી?

પહેલાનાસંબંધોમાસચ્ચાઈવધારેઅનેસ્વાર્થઓછોહતો.

આપણીઆવાતસાઈકોલોજિકલછે, કેખરેખરઆસાચીછે?

સમયઝડપથીબદલાઈરહ્યોછે. જીવનમુલ્યોઘટીરહ્યાછે. આજેસરળતાનેબદલેસ્માર્ટનેસનેવધારેઉપયોગીગણવામાઆવેછે. આજેલોકોવધારેસાવધ, વધારેશંકાશીલઅનેવધારેચીડચીડાથઈગયાછે.

આજેસગવડોમાઅનેકઘણોવધારોથયોછેપણસુખમાએટલોવધારોથયોછેએમચોક્ક્સપણેકહીનશકાય. માનસિકસંતોષઅનેઆનંદમાતોકદાચઘટાડોથયોછે.

પહેલાલોકોઆશાવાદીહતાઅનેવિશ્વાસરાખતા. લોકોનેવિશ્રામમાટેસમયહતો. કોઈવસ્તુનહોયતોતેનોઅભાવકઠતોનહતો. લોકોમાધીરજહતી. ગરીબાઈમાપણલોકોઆનંદનામોકાશોધીકાઢતા. આપસનાલડાઈઝગડાઆગેવાનોનીસમઝાવટથીસુલટાવીલેવામાઆવતા.કુદરતીઆફતોદરમ્યાનલોકોસ્વેચ્છાએઆગળઆવીમુશ્કેલીમામુકાયેલાલોકોનેમદદપહોંચાડતા. અડોસપડોસનાસંબંધોમાધર્મનેવચ્ચેઆવવાનદેતા. વિશાળસંયુકતકુટુંબોમાપણમહેમાનોનોસમાવેશથઈજતોઅનેમહેમાનનેવધારેદિવસરોકાઈજવાઆગ્રહકરાતો. લોકોનાહાસ્યસાચુકલાહતા. લોકોસગાસંબંધીઅનેઓળખીતાલોકોનેઉધારઆપતા. કોઈવારમુશ્કેલીનેલીધેકોઈઉધારીચૂકવીનશકેતોમાંડીવાળતા. ડોકટરોઉધારરાખીદવાઆપતા. સમયનેસીમાનાબંધનનહતા, જીવનમુલ્યોમુલ્યવાનહતાઅનેસિધ્ધાંતોનીસધ્ધરતાહતી.

આજનીહકીકતમારેકહેવાનીજરૂરનથી. આપણેબધાએજાણીએછીએ.

છતાંપણપૂછુંછુંકે “જૂનુંએટલુંસોનુ”, શુંઆસાચીવાતછે?

-પી.કે.દાવડા

*********************

શું હું યોગ્ય વ્યક્તિને પરણ્યો છું?-24
સંબંધોમાં ચઢાવ-ઉતરાવ એ જીવનની સચ્ચાઈ છે. સંબંધની શરૂઆતમાં એનો સ્પર્સ ગમે છે, એનો સહવાસ ગમે છે, એની વાતો ગમે છે, એના શરીરની મહેક ગમે છે. એ એક સુખદ અનુભૂતિ હોય છે.થોડા વર્ષના લગ્ન-જીવન બાદ આમાનું બધું જ સામાન્ય લાગે છે. પ્રત્યેક સંબંધને આ લાગુ પડે છે, કોઈને આ બદલાવ ધીમે ધીમે આવે છે પણ આવે જરૂર છે. એક સમય એવો પણ આવે છે કે જ્યારે તમે અગત્યના કામમા વ્યસ્ત હો ત્યારે પત્નીનો ટેલિફોન

પણ તમને ખલેલરૂપ લાગે છે; અવાજ તો એ જ છે જે તમને ખૂબ ગમતો. વિચારમા હો અને પત્ની લાડ કરવા સોડમા ભરાય ત્યારે અજાણતા જ “જરા આઘી બેસ” બોલાઈ જવાય છે. જે વિચારોના તમે વખાણ કરતા એ વિચારો તમને નથી ગમતા.

લગભગ બધાજ લગ્નોમાં આવું બને છે, શરૂઆત, મધ્યકાળ અને અંતિમ દિવસો, આ ત્રણેની અનુભુતિ અલગ અલગ થાય છે. બદલાવ વખતે પતિ-પત્ની બન્નેને પ્રશ્ન થાય છે કે શું મને યોગ્ય વ્યક્તિ મળી છે? આ લાગણી જો તીવ્ર હોય તો લગ્ન બહારના સંબંધોમાં પરિણમે છે અને ક્યારેક છુટાછેડામાં પરિણમે છે. સંસ્કૃતમાં કહેવત છે, “અતિ પરિચયાદ અવજ્ઞા”. બહુ નીકટતા એકબીજા અવગણવા તરફ લઈ જાય છે.

કેટલાક કિસ્સાઓમા પતિ-પત્ની સાથે તો રહે છે પણ પોતાનું ધ્યાન અન્ય બાબતોમાં પરોવે છે, દા.ત. વાંચને, ટી.વી., નોકરી કે કારોબારમાં વધારે સમય ગાળવો વગેરે વગેરે.

આ કોયડાનું સમાધાન માત્ર એક જ છે.

“આ મળ્યું જીવન છે જેવું, એને જીવી જાણો,

આ મળ્યા જેહનો સાથ, એને સહી પહેચાણો.”

યોગ્ય વ્યક્તિની કલ્પના છોડી જે વ્યક્તિ સાથે સંબંધ થયો છે એની માત્ર યોગ્યતાઓ ઉપર જ લક્ષ કેંદ્રિત કરો. પ્રેમ આપોઆપ પાછો આવસે. ખામીઓ કોનામાં નથી હોતી? તમારી જાતમાં જ શોધો, ઘણી મળી રહેસે. અચ્છાઈઓ શોધો અને એના ઉપર જ ધ્યાન આપો.

પ્રેમ મેળવવા કરતાં પ્રેમ ટકાવી રાખવો એ અઘરૂં છે, પણ એમા સફળ થવામાં જ જીવનની સાર્થકતા છે. જેમ વિજ્ઞાનના નિયમો છે તેમ સંબંધોના પણ નિયમો છે. આ નિયમોનું પાલન કરશો તો જ સંબંધોની મીઠાસ જળવાઈ રહેશે.

-પી.કે.દાવડા

**********************************

25-

વૃધ્ધાવસ્થાની તૈયારી

પ્રત્યેક જીવના જન્મથી મૃત્યુ સુધીની પ્રક્રીયા બે વિભાગમાં વહેંચાયલી છે. એક પ્રક્રીયાને જીવશાસ્ત્રમાં Anabolism કહે છે અને બીજી પ્રક્રીયાને Catabolism કહે છે. Anabolism એ સર્જન છે જ્યારે Catabolism એ ક્ષતિ છે. મનુષ્યોમાં સામાન્ય રીતે જન્મથી ૨૫ વર્ષ સુધી Anabolism પ્રક્રીયા બળવાન હોય છે. ૨૫ થી ૩૫ સુધી બન્ને પ્રક્રીયા સમતોલ રહે છે અને ૩૫ પછી ધીરે ધીરે Catabolism પ્રક્રીયા બળવાન થતી જાય છે. ૬૦-૬૫ ની વય પછી, Anabolism ખૂબ જ ઓછું હોય છે અને Catabolism પ્રબળ હોય છે.

જીવનના પહેલા ૨૫ વર્ષ શારીરિક અને માનસિક ઘડતરમાં વ્યતિત થાય છે, ૨૫ ની આસપાસ પગભેર થઈ, લગ્ન કરી સાંસારિક જવાબદારી ઉપાડે છે. ૨૫ થી ૩૫ સુધી બળવાન શારીરિક અને માનસિક શક્તિઓનો ઉપયોગ કરી ધન કમાવામાં અને પત્નિ અને બાળકોને સારૂં જીવનધોરણ આપવા માટે પરિશ્રમ કરે છે. ૩૫ ની આસપાસ આર્થિક સ્થિરતા આવે છે. ૩૫ થી ૫૦ સુધી એકંદર સામાજીક માનમોભા સાથેનું જીવન હોય છે. ૫૦ ની આસપાસ બાળકો પગભેર થયા હોય છે, કુટુંબની જવાબદારીમાં થોડો ઘટાડો થયો હોય છે ત્યારે સમજુ માણસે પોતાની આવી રહેલી વૃધ્ધાવસ્થાની તૈયારીમાં લાગી જવું જોઈએ.

વૃધ્ધાવસ્થાની તૈયારીમાં ચાર વસ્તુઓ મહત્વની છે. (૧) શારિરિક સ્વસ્થતા (૨) આર્થિક સલામતિ (૩) સમયનો સદઉપયોગ અને (૪) સ્વમાન ભર્યું જીવન.

શારિરિક સ્વસ્થતા માટેની તૈયારી ૪૫ મા વર્ષથી શરૂ કરી દેવી જોઈએ. એના માટે પગ મજબુત હોવા ખૂબ જરૂરી છે. રોજ બને એટલું ચાલવાની આદત અને ગોઠણના સાંધાની તંદુરસ્તી ખૂબ જ અગત્યના છે. વૃધ્ધાવસ્થામાં ઘરના ખૂણે પડી રહેવાનો વારો ન આવે એટલા માટે પગ મજબૂત રાખવા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

વૃધ્ધાવસ્થામાં પોતાની નાની-મોટી જરૂરતો માટે બાળકો ઉપર આધાર ન રાખવો હોય તો તમારા ઉપયોગ માટે સમય રહેતાં બચત કરી, એ બચત પોતાના તાબામાં રાખવી એ પણ આજના સમયની જરૂરત છે. તમારી માગણી પૂરી કરવામાં આનાકાની તો મૂકો પણ બાળકો જરા મોડું કરે તો પણ તમારી લાગણી દુભાવાનો સંભવ હોય છે, આર્થિક સ્વતંત્રતા આવી અથડામણો ટાળવામાં ઉપયોગી થાય છે.

વૃધ્ધાવસ્થામાં તમારી પાસે ખૂબ ફાજલ સમય હોવાની શક્યતા છે. એના માટે તમે ૩૫મા વર્ષમાં આર્થિક સ્થિરતા આવે ત્યારથી જ થોડા શોખ કેળવો, જેવાકે વાંચન, સંગીત, સત્સંગ, સામાજીક પ્રવૃત્તિઓ વગેરે વગેરે. થોડા પસંદગીના મિત્રોના સતત સંપર્કમાં રહો. સમવયસ્ક મિત્રોનું જુથ તૈયાર કરો, જે તમને વૃધ્ધાવસ્થામાં સંગાથ આપશે.

વૃધ્ધાવસ્થામાં આજના સમયમાં કુટુંબમા માનભેર રહેવું હોય તો બાળકોના નિજી જીવનમાં માથું મારવાથી દૂર રહો, વણમાગી સલાહ ન આપો, નાના બાળકોના દાદા ભલે બનો પણ દાદાગીરી કરવાથી દૂર રહો. કુટુંબ તમારી ઈચ્છા પ્રમાણે ચાલે એવી ઇચ્છા સમયસર ત્યાગી દો, અને કુટુંબના કોઈપણ સભ્યના માર્ગમાં આડા ન આવો. ટૂંકમાં કોઈપણ બાબતમાં આગ્રહ ન રાખો, કારણ કે તમારા આગ્રહની ગણના દૂરાગ્રહમાં થવાનો સંભવ છે. બસ થઈ ગઈ વૃધ્ધાવસ્થાની તૈયારી પૂરી.

બાકી Catabolism તો પોતાનું કામ કરશે જ.

-પી. કે. દાવડા

*********************************

26

ડગલોમાં બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ

આજે અચાનક કલાપીની પંક્તિ યાદ આવી ગઈ,”કહીં લાખો નિરાસામાં અમર આશા છૂપાઈ છે.”

ભારત છોડ્યું ત્યારે એક નિરાશા હતી કે હું હંમેશ માટે મારી ગુજરાતી સંસ્કૃતિ છોડી, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જઈ રહ્યો છું, પણ આજે બાળકોએ રજૂ કરેલો કાર્યક્રમ જોઈ મારી નિરાશા દૂર થઈ ગઈ છે. આજે મને એ સાચું લાગે છે કે “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.”

અમે નાના હતા ત્યારે અમારામાં સંસ્કાર સિંચનની જવાબદારી કુટુંબઅને શાળા વચ્ચે વહેંચાયલી હતી. કુટુંબમાં તો બાળક ચાલતાં શીખેત્યાંથી જ શરુઆત થઈ જતી.

પા પા પગલી, નાના ડગલી..

કદી વિચાર્યું છે કે નાના ડગલી શા માટે? એ જમાનામાં સુવાવડ પછીસ્ત્રીઓ સ્વાસથ્ય લાભ માટે પિયરમાં રોકાતી. બાળક ચાલવાનુંનાનાની ડગલી પકડીને શીખતો..એટલે નાના ડગલી.

ચાલતાં તો આજે પણ શીખવે છે, પણ એની મોમ શિખવે  છે, “One foot up and one foot down,  and that is the way to the London town.”ચાલવાની શરૂઆત જ લંડન જવાના રસ્તેથી.

પણ આજે મિલપિટાસમાં જોયું કે અહીં બાળકો રાજુનાનાનો ડગલો પકડી આપણી સંસ્કૃતિના માર્ગ પર ચાલતાં શીખે છે.

પાંચ વર્ષની ઉંમરે, અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવા અમને શાળામાં મૂકવામાંઆવતા. વર્ગમાં બધા જ ગુજરાતી બાળકો હતા. અહીં ભાષાનાશિક્ષણમાં જ બાળકનું ઘડતર પણ થઈ જતું. ભાષાના શિક્ષણમાં જ શિસ્તનું, ધર્મનું, સમાજનું, પશુ-પક્ષીઓનું, આવી અનેક વસ્તુઓનુંશિક્ષણ આડકતરી રીતે આવી જતું. આમા ગુજરાતી ખાન-પાન,ગુજરાતના ઉત્સવો, ગુજરાતીઓના રીવાજો વગેરેની સમજૂતી આવીજતી. થોડાક દાખલા આપું.

ધર્મઃ ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,

ગુણ તારા નીત ગાઈએ, થાય અમારા કામ.

સંસ્કારઃ કહ્યું કરો મા બાપનું, દયો મોટાને માન,

ગુરૂને બાપ સમા ગણો, મળસે સારૂં જ્ઞાન.

સારી આદતોઃ  રાતે વહેલા જે સુવે, વહેલા ઊઠે વીર,

બળ, બુધ્ધિ, વિદ્યા વધે, સુખમા રહે શરીર.

ખાન-પાન ; આવરે વરસાદ, ઘેવરિયો વરસાદ,

ઉની ઉની રોટલીને કારેલાનું શાક.

શિસ્તઃ રાત પડી ઘર જા ને બાળક, વઢસે બાપુ તારા,

રમવા  ટાણું  નથી  હવે આ, ઉગે જો ને તારા.

મા-બાપ પ્રત્યેની નીષ્ઠા ; ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિં,

અગણિત છે ઉપકાર એના, એ વાત વિસરશો નહિં.

લાખો કમાતા હો ભલે, મા બાપ જે થી ના થર્યા,

એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલસો નહિ

આજે આપણાં બાળકો અહીં અમેરિકન શાળાઓમાં જાય છે. વર્ગમાંદુનિયાના અનેક દેશના અને અનેક સંસ્કૃતિના બાળકો હોય છે.યુરોપના, દક્ષિણ અમેરિકાના, આફ્રીકાના, ચીનના, જાપાનના, કોરિયાનાઅને બીજા અનેક દેશના બાળકો અને શિક્ષકો સાથે આપણા બાળકોશિક્ષા પ્રાપ્ત કરે છે. શિક્ષણનું ફોકસ પણ બદલાયું છે. આજનું શિક્ષણKnowledge based  છે. બાળકને શિસ્ત અને હરીફાઈ માટે તૈયારકરવામાં આવે છે.

આવા સંજોગોમાં બાળકોમાં સંસ્કારના સિંચનની જવાબદારી સંપુર્ણપ્રમાણમાં મા-બાપ ઉપર આવી પડી છે. પણ આજે મા-બાપને રોજી-રોટી માટે એટલો બધો સમય આપવો પડે છે કે એમની પાસેબાળકોને સંસ્કાર શીખવવાનો સમય નથી. ઘરમાં પણ બાળકોવાતચીતમાં પચાસ ટકાથી વધારે અંગ્રેજી શબ્દો વાપરે છે, કારણ કેએમને પર્યાયરૂપ ગુજરાતી શબ્દો મળતાં નથી. બાળક કોઈ સવાલ પૂછે છે તો એને જવાબ મળે છે, “Beta why don’t you do Google?”આજે બાળકો ચલક ચલાણું રમે છે પણ એ iPhone અને iPad ની મદદથી, એક વેબ સાઈટ ઉપરથી બીજી વેબ સાઈટ ઉપર જાય છે.

આજનો બાળકોનો આ કાર્યક્રમ જોયા પછી લાગ્યું કે આપણી પાસે આનો ઉપાય છે. ડગલોની આ પહેલ ખૂબજ વખાણવા લાયક છે.રાજુભાઈ અને અન્ય સહકાર્યકરો જે કાર્ય કરે છે, મા-બાપ આનું મહત્વસમજે, અને ડગલોની આ પ્રવૃતિમાં બને એટલો સાથ આપે.

-પી. કે. દાવડા

*********************

27

(જ્યોતિષ શાસ્ત્ર વિષે મારા ગઈકાલના લખાણ માટે મારા એક રાજસ્થાની મિત્ર ( મિકેનીકલ એંજીનીઅર ), શ્રી જાનીએ આ પત્ર મને મોકલ્યો છે)

 

દાવડા સાહેબ,

બધા વિષયોમાં માથું મારવું નહિં. દરેક વિષયને સમજવા અલગ સમજ શક્તિની તથા અલગ માપદંડની જરૂર  હોય છે. આપણે બધા વિષયના પુરતા ઊંડાણમાં જઈ શકતા નથી.

મારા એક ૮૦ વર્ષની ઉંમરના અંગ્રેજીના પ્રોફેસર જ્યોતિષ વિદ્યાના અભ્યાસુ છે. એમણે મારી કુંડલી જોઈ કરેલા અનુમાનો, જેને મેં તે વખતે અશક્ય કહેલા, સાચા પડેલા. મારા બીજા એક મિત્રના ચાહકો ઈંગ્લેન્ડ અને અમેરિકામાં છે અને એમના અનુમાનો મહદ અંશે સાચા ઠર્યા છે.

બધી વિદ્યાઓ સાચી છે, થોડા લોકો ભલે એને ન માને. જન્મથી જ જે અંધ હોય એના માટે પ્રકાશનું અસ્તિત્વ નથી, પણ અન્ય લોકો માટે પ્રકાશ છે.

આવજો દાવડા સાહેબ,

પી. એચ. જાની.

************************

28

વિચારવાની રીત બદલો તો તમારી માન્યતાઓ બદલાસે,

તમારી માન્યતાઓ બદલાસે તો તમારી અપેક્ષાઓ બદલાસે,

તમારી અપેક્ષાઓ બદલાસે તો તમારી દૃષ્ટી બદલાસે,

તમારી દૃષ્ટી બદલાસે તો તમારૂં વર્તન બદલાસે,

તમારૂં વર્તન બદલાસે તો તમારી કાર્યશક્તિ બદલાસે,

તમારી કાર્યશક્તિ બદલાસે તો તમારૂં જીવન બદલાસે.

દાવડા સાહેબ

***************************

29

સરદારઘાટ

ગાંધી પોઢ્યા રાજઘાટમા,

શાંતિવન છે નેહરુનું ઘર;

ઈન્દીરાનું શક્તિસ્થલ છે,

વીરભૂમિ  રાજીવનુ  ઘર;

વિજયઘાટ શાસ્ત્રીનું ઘર છે,

છે ચરણસિંહનું કિશાનઘાટ;

સમતા સ્થલ છે જગજીવનનું,

ને જૈલસિંગનું એક્તા ઘાટ.

પણ સરદાર તારી યાદગિરીમાં

હરેક   દિલ છે વલ્લભઘાટ.

-પી.કે.દાવડા

30

અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ                                             

બ્રિટિશરોએ જ્યારે હિન્દુસ્તાન છોડ્યું ત્યારે પોતાની સંપૂર્ણ સત્તાવાળા પ્રાંતો તો ભારત અને પાકિસ્તાનને સમજોતા પ્રમાણે સોંપી ગયા, પણ ૫૦૦થી ૬૦૦ જેટલાં નાનાંમોટાં રજવાડાંઓને કહી ગયા કે તમે તમારી ઇચ્છા પ્રમાણે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ શકો છો અથવા સ્વતંત્ર રહી શકો છો અથવા એક ત્રીજો સંધ પણ બનાવી શકો છો.

 

આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધવાની જવાબદારી સરદાર વલભભાઈ પટેલે સ્વીકારી.

 

એમણે એક તરફ આ રજવાડાંઓની પ્રજામા દેશપ્રેમની ભાવના જગાડી તૈયાર કર્યાં અને બીજી બાજુ રાજાઓને ભારતમા જોડાઈ જવામાં જ તેમનું હિત છે તે સમજાવવાનું શરૂ કર્યું. રાજાઓને એમણે સમજાવ્યા કે ભારતમાં તમારા રાજ્યના વિલય બાદ પણ તમારો માન–મરતબો જાળવી રખાશે. તમારાં સંબોધનો અકબંધ રહેશે. તમારી રહેણીકરણી ટકાવી રાખવા તમને સાલિયાણું આપવામા આવશે. તમારી આવગી સંપત્તિ અને તમારા રાજમહેલ તમારી માલિકીના જ રહેશે. પ્રજા ભારતમા જોડાવા માગતી હોય અને તમે આમાં સહકાર આપશો તો પ્રજામાં તમારો આદરભાવ વધશે.

 

મોટા ભાગનાં રજવાડાં તો તરત તૈયાર થઈ ગયાં. જે આનાકાની કરતાં હતાં તેમને સરદારે પરિણામ ભોગવવા તૈયાર રહેવાની સખત ભાષામા ચેતવણી આપી. ત્રણ રાજ્યો, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર સિવાયનાં બધાં માની ગયાં.જો સરદારે કુનેહ અને પોતાની લોહપુરુષ તરીકેની છબીનો ઉપયોગ ન કર્યો હોત તો દેશ અનેક ટુકડામાં વહેંચાઈ જાત.આઝાદી પહેલાં પણ સરદારના સંબંધો આ રાજાઓ સાથે સારા હતા, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં રાજ્યોમાં. સરદાર કાઠિયાવાડ રાજકીય પરિષદ, ભાવનગર પ્રજા પરિષદ અને વડોદરાના પ્રજામંડળના પ્રમુખ હતા. અનેક રાજ્યોની પ્રજાનાં મંડળોના તેઓ સંપર્કમા રહેતા.

૫મીજુલાઈ, ૧૯૪૭નાદિવસેસ્ટેટડિપાર્ટમેન્ટસરદારનેસોંપવામાંઆવ્યું. સરદારેવી. પી. મેનનઅનેલૉર્ડમાઉંટબેટનનીમદદથીરાજાઓસાથેવાટાઘાટશરૂકરીદીધી. એમણેરાજાઓનેકહ્યુંકેરક્ષાખાતું, વિદેશખાતુંઅનેસંચારવ્યવસ્થા (ટપાલઅનેરેલવે) આત્રણખાતાંભારતસરકારનેસોંપીદ્યોઅનેબાકીનાંખાતાંઓનોવહિવટતમેજચલાવો.આઝાદીનીશરૂઆતમાંજસરદારનીઇચ્છારાજાઓસાથેઅથડામણમાંઆવવાનીનહતી. રાજાઓમાંપણસરદારેદેશપ્રેમનીભાવનાજગાડીઅનેએમનાહિતોનુંપોતેધ્યાનરાખશેએવીખાતરીઆપી.ત્રણરાજ્યોનેછોડીબાકીનાંરાજ્યોસરદારનીવાતમાનીગયાં. સરદારેજરાપણસમયગુમાવ્યાવગરબધાંસાથેકરારકરીલીધા. આટલુંમોટુંકામસરદારે૫મીજુલાઈ,૧૯૪૭અને૧૫મીઓગસ્ટ, ૧૯૪૭નાગાળામાંકરીલીધું. જયારેજ્યારેકંઈઅડચણઆવીત્યારેસરદારેત્વરિતનિર્ણયોલીધા, જરૂરપડીત્યાંનેહરુનેવિશ્વાસમાલીધા. નેહરુનહિમાનેએવુંલાગ્યુંત્યાંત્યાંસીધાગાંધીજીપાસેથીમંજૂરીલઈલીધી. ક્યારેકલૉર્ડમાઉંટબેટનનેવચ્ચેરાખીનેહરુનેમનાવીલીધા.

 

૧૬મીડીસેંબર, ૧૯૪૭નારોજસરદારેએકનિવેદનદ્વારારજવાડાંઓનોઆભારમાન્યો. ૨૯મીજાન્યુઆરી, ૧૯૪૮નીએકપ્રેસકોન્ફરંસમાંકહ્યુંકેજાગૃતપ્રજાઅનેરાજાઓનાસહકારથીઆબધુંશક્યથયું.

 

સરદારનીઆસફળતાપાછળએકકારણએહતુંકેરાજાઓનેવિશ્વાસહતોકેસરદારવચનનાપાકાછે. બીજારાજદ્વારીલોકોનીજેમવચનઆપીફરીજાયએમાંનાસરદારનહતા. એમણેએમનાંસાલિયાણાંનોહક્કબંધારણદ્વારાઆપ્યોએટલુંજનહિપણયોગ્યરાજાઓનેરાજપ્રમુખ, ગવર્નર, એલચી, વગેરેસ્થાનેનિમ્યા. રાજ્યસોંપીદીધાપછીપસ્તાવાનોવારોનઆવેએબાબતપ્રત્યેસરદારેખાસધ્યાનઆપ્યું.

 

વી.પી.મેનનનીસલાહથીસરદારેપહેલાંમાત્રત્રણબાબતોકેન્દ્રનેસોંપવાનીવાતકરી, કારણકેસરદારજાણતાહતાકેએકવારઆત્રણવિષયમાંભારતએકરાષ્ટ્રબનીજાય, ત્યારબાદબધુંઆપોઆપથાળેપડશે.

 

કચ્છ, સૌરાષ્ટ્રઅનેગુજરાતનાંબધાંરજવાડાંતોભારતમાંજોડાઈગયાંપણજૂનાગઢેમુસીબતઊભીકરી. જૂનાગઢની૮૫ટકાવસ્તીહિન્દુહતીપણનવાબમુસ્લિમહતા. જૂનાગઢચારેતરફથીતોભારતસાથેભળેલાંરાજ્યોથીઘેરાયેલુંહતું, માત્રવેરાવળબંદરદ્વારાપાકિસ્તાનસાથેસંપર્કમારહીશકેએમહતું. શાહનવાબભુટ્ટોનામનાપ્રધાનનીચડામણીથીનવાબેઝીણાસાથેપાકિસ્તાનમાંજોડાવામાટેનાકરારકરીલીધા.

 

પ્રજામાંખળભાટમચીગયો. સરદારેભારતીયસેનાનેજૂનાગઢનેચારબાજુથીઘેરીલઈનાકાબંધીકરવાનોહુકમઆપીદીધો. સરદારેવી.પી. મેનનનેમોકલી, નવાબનેસખતચેતવણીઆપી. નવાબપોતાનાકુટુંબઅનેલઈજવાયએવીમિલકતલઈપાકિસ્તાનનાસીગયા. સરદારનીમંજૂરીલઈશામળદાસગાંધીઅનેઅન્યનેતાઓએઆરજીહકુમતનાનામેસરકારનીસ્થાપનાકરીજૂનાગઢપરચડાઈકરી. દીવાનભુટ્ટોએપાકિસ્તાનનીમદદમાંગી, પણપાકિસ્તાનેકોઈમદદમોકલીનહિ. આખરે૨૭મીઓકટોબરેભુટ્ટોએભારતસરકારનેજૂનાગઢનોકબજોલેવાનોસંદેશોમોકલ્યોઅનેપોતેપાકિસ્તાનનાસીગયા. સરદારેત્યાંનીપ્રજાનોમતલઈ,જૂનાગઢનોવિલયભારતમાકરીદીધો.જૂનાગઢનાપ્રશ્નનોનિકાલલાવીસરદારેહૈદરાબાદઉપરધ્યાનકેંદ્રિતકર્યું. અહીંપણ૮૬ટકાપ્રજાહિન્દુહતીપણનિઝામમુસ્લિમહતા. નિઝામનીઇચ્છાભારતઅનેપાકિસ્તાનનીજેમત્રીજુંસ્વતંત્રરાજ્યરચવાનીહતી. હૈદરાબાદપણચારેતરફથીભારતીયપ્રદેશોથીઘેરાયલુંહતુંઅનેએનુંકોઈબંદરપણનહતું. સરદારનીસંમતિથીનિઝામસાથેવાટાઘાટકરવાનુંકામલૉર્ડમાઉંટબેટનનેસોંપાયું. સરદારસંમતાહતાકેમાઉંટબેટનવચ્ચેહશેતોઆંતરાષ્ટ્રીયદબાણનિવારીશકાશે. તેસિવાયનિઝામનામુખ્યસલાહકારવોલ્ટરમોંક્ટનમાઉંટબેટનનામિત્રહતા.

 

જુલાઈ, ૧૯૪૭માંનિઝામસાથેવાટાઘાટોશરૂથઈ, પણખાસકંઈપ્રગતિથઈશકીનહિ. ૨૪મીઓગસ્ટ, ૧૯૪૭નારોજસરદારેમાઉંટબેટનનેએકપત્રદ્વારાજણાવ્યુંકેનિઝામનેજણાવીદોકેઅન્યરાજ્યોજેશરતેભારતમાંજોડાયાંછેતેજશરતેહૈદરાબાદેભારતમાજોડાવુંપડશે. માઉંટબેટનસાથેનીવાટાઘાટનિષ્ફળગઈ.છેવટનીવાટાઘાટોસરદારેપોતાનાહાથમાલીધી. નિઝામનાનજ્દીકીગણાતારજાકારકાસિમરિઝવીસરદારનેમળવાઆવ્યા. રિઝવીએધમકીઆપીકેજોભારતસરકારદબાણકરશેતોહૈદરાબાદછેલ્લાશ્વાસસુધીલડીલેશે. સરદારેસણસણતોજવાબઆપતાંકહ્યું, જોતમારેઆપઘાતકરવોહોયતોતમનેકોણરોકીશકે?થોડાસમયબાદ, સરદારેનેહરુનેજણાવ્યુંકેનિઝામેવિનાશરતેભારતમાંવિલયથવાનુંકબૂલકરવુંજોઈએ. સરદારેભારતનીસેનાનેતૈયારરહેવાજણાવ્યું. નેહરુઆનાકાનીકરતાહતાપણસરદારમક્કમહતા. ૧૩મીસપ્ટેમ્બર, ૧૯૪૮નારોજભારતનીસેનાએહૈદરાબાદપરહુમલોકર્યો. ત્યારનાગવર્નરજનરલ

સી.રાજગોપાલાચારીએસરદારનાહુકમનેકાયદેસરકરવાકેબિનેટનીમિટિંગબોલાવીઅનેમંજૂરીનીમહોરમારીદીધી.એકઅઠવાડિયામાંહૈદરાબાદકબજેકરીલેવામાંઆવ્યું.કાશ્મીરનોપ્રશ્નજરાઅલગહતો. અહીંમુસ્લીમોનીસંખ્યાવધારેહતીપણરાજાહિંદુહતા.કશ્મીરનીસીમાઓભારતઅનેપાકિસ્તાનનેસરખીલાગતીહતી. જેઆધારઉપરભાગલાપાડવામાઆવ્યાહતા,એઆધારપ્રમાણેકશ્મીરનામહારાજાજોપાકિસ્તાનમાંજોડાવાનુંપસંદકરેતોભારતવાંધોનલેત. પણનિઝામનીજેમમહારાજાપણસ્વતંત્રરાજ્યનાંસપનાંસેવતાહતા. તકજોઈનેપાકિસ્તાનેકબાલીઓસાથેમળીકાશ્મીરપરહુમલોકર્યો. મહારાજાડરીનેનાસીજવાનીતૈયારીમાંહતા. સરદારેતરતવી.પી. મેનનનેમોકલીપરિસ્થિતિસંભાળવાકહ્યું. મેનનેમહારાજાનેકુટુંબસાથેજમ્મુચાલ્યાજવાનુંકહ્યું, અનેદિલ્હીજઈસરદારનેપરિસ્થિતિનીજાણકરી. સરદારેનેહરુઅનેમાઉંટબેટનનેભારતીયસેનામોકલવાસલાહઆપી. માઉંટબેટનેકહ્યુંકેમહારાજાભારતમાવિલયનાદસ્તાવેજપરસહીનકરેત્યાંસુધીઆમકરવુંએઆંતરરાષ્ટ્રીયકાયદાનીવિરુદ્ધજશે. સરદારેતરતવી.પી.મેનનનેમોકલીમહારાજાનાદસ્તખતમેળવીલીધા. તેમછતાંનેહરુપૂરીરીતેતૈયારનહોતા. સરદારેકહ્યુંકેહવેકાશ્મીરનુંરક્ષણકોઈપણભોગેભારતેકરવુંજજોઈએ, નહિતોબીજાપ્રદેશોનોભારતપરથીવિશ્વાસઊઠીજશે. ભારતીયસેનાનીઅજોડકારવાઈથીહુમલાખોરોપીછેહઠકરવાલાગ્યા. સરદારકાશ્મીરનુંભૌગોલિકમહત્ત્વસમજ્તાહતાએટલેકાશ્મીરનોમુદ્દોપોતેજઉકેલવામાગતાહતાપણનેહરુએઇચ્છાવ્યક્તકરીકેઆપ્રશ્નનોઉકેલમનેકરવાદો. સરદારસંમતથયા. પરિણામ શું આવ્યું તે આપણે બધા જાણીએ છીએ.ભારતનાઇતિહાસમાંસરદારનુંનામભારતનાટુકડાથતાંબચાવનારતરીકેઅનેઅખંડભારતનુંનિર્માણકરનારતરીકેઅમરરહેશે.

-પી. કે. દાવડા

*************************************

31

ગુજરાત અને ગુજરાતીઓ

ગુજરાત એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલું અતિ મહત્વનું રાજ્ય છે. આસરે છ કરોડ લોકોની વસ્તી ધરાવતા રાજ્યની ગણના ભારતના વિકસિત રાજ્યમાં થાય છે. અરબી સમુદ્રને કાંઠે આવેલા ગુજરાતને ૧૬૬૪ કિલોમિટર લાંબો દરિયા કિનારો મળ્યો છે અને આ કિનારામાં નાના મોટા મળીને ૪૨ બંદરો છે. સેંકડો વરસથી નદી કિનારે માનવ સંસ્કૃતિ ખીલી છે અને બંદરની આસપાસ વ્યાપાર વાણીજ્ય ખીલ્યા છે. ભારતના દરિયા માર્ગે થતા વ્યાપારનો ૨૫ % વ્યાપાર ગુજરાતના બંદરોમાંથી થાય છે. દરિયો માત્ર વ્યાપારની જ સગવડ પૂરી પાડે છે એમ નથી, ભારતના મત્ય ઉધ્યોગનો ત્રીજો હિસ્સો ગુજરાતને ફાળે જાય છે.

આમ તો ભારતના પ્રત્યેક રાજ્યમા અનેક ક્ષેત્રમાં નરવીરો પાક્યા છે, પણ ગુજરાતની યાદી પર નજર નાખો તો ગુજરાતની આ ક્ષેત્રની પણ આગેવાની સ્પષ્ટ રીતે તરી આવે છે. આપણે થોડા ક્ષેત્રના આગેવાનોને યાદ કરીએ.

શરૂઆત સાહિત્યથી કરૂં તો નરસિંહ-મીરાં, દલપત-નર્મદ અને ઉમાશંકર-સુંદરમે ગીત, ભજન અને કવિતાના ક્ષેત્રમા અને ગો.મા.ત્રિવેદી, ક.મા.મુન્શી અને ર.વ.દેસાઈ એ નવલકથાઓના ક્ષેત્રે નાખેલા મજબૂત પાયા ઉપર ગુજરાતી સાહિત્યની આજે ઊંચી ઈમારત ઊભી છે.

રાજકીય ક્ષેત્રમા ભારતના બે મહાન નેતા, મહાત્મા ગાંધી અનેસરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રને ગુજરાતની દેન છે. દાદાસાહેબ માવલંકર, રવિશંકર મહારાજ, ઠક્કર બાપા; કેટલા નામ ગણાવું?

જે પારસી ગુજરાતીએ પોતાનું નામ ઇતિહાસમા દર્જ કર્યું છે એમા દાદાભાઈ નવરોજી, જમશેદજી ટાટા, જે. આર.ડી. ટાટા, હોમી ભાભા, નાની પાલખીવાલા અને રતન ટાટા આગળ પડતા છે.

ગુજરાતમાં ઉધ્યોગોને ખિલાવનારાઓમાં કસ્તુરભાઈ લાલભાઈ, મફતલાલ, સારાભાઇ અને ધીરૂભાઈ અંબાણી મોખરે છે. ટાટા, વાડિયા વગેરે પારસી ગુજરાતીઓએ ગુજરાતની બહાર ઉધ્યોગોની સ્થાપના કરી. ભારતભરના ઉધ્યોગપતિઓમા ગુજરાતીઓ મોખરાનું સ્થાન ભોગવે છે.

વિજ્ઞાનમાં ગુજરાતના બે નામ જ કાફી છે. એટોમિક એનર્જી માટે હોમી ભાભા અને અંતરિક્ષ વિજ્ઞાન માટે વિક્ર્મ સારાભાઈ. બીજા અનેક વિષયોમાં ગુજરાતી વૈજ્ઞાનિકોએ વિશ્વભરમાં નામના મેળવી છે.

દેશની સુરક્ષા માટે આગેવાનોના માત્ર બે જ નામ આપું તો રાજેન્દ્રસિંહજી અને સામ માણેકશા. દેશના રક્ષા ક્ષેત્રમાં એમના નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે.

રમતગમત માટે હું ત્રણ નામ લખિસ. જામ રણજીતસિંહ, વિજય મર્ચંટ અને વિનુ માંકડ. કલાના ક્ષેત્રે જયશંકર સુંદરી, રવિશંકર રાવલ અને મૃણાલિની સારાભાઈ.

ગુજરાતીઓએ માત્ર ભારતમાં જ નહિં, આફ્રીકા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડમાં પણ અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી છે. આ દેશોમાં માત્ર નોકરી કરનારા ગુજરાતીઓ જ નથી, પણ નાના મોટા કારોબાર શરૂ કરી અન્ય લોકોને નોકરી આપનારા ગુજરાતીઓની સંખ્યા પણ ઘણી મોટી છે. પરદેશમાં પણ ગુજરાતીઓએ પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે અને સાથે હળીમળીને ઉતરાણ, નવરાત્રી, દિવાળી વગેરે તહેવારો ધામધૂમથી ઉજવે છે. અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ બન્ને કાંઠે ગુજરાતીઓની એટલી મોટી સંખ્યા થઈ ગઈ છે કે આપણે પરદેશમાં રહીએ છીએ એવું એમને લાગતું નથી.

-પી. કે. દાવડા

*****************************************

32

મુ. પી કે દાવડાની સૌમ્ય વિચારધારા રજુ કરતા હું આનંદ અનુભવુ છુ.

Dr P K Davada

અંતિમ પડાવ-૧

જીવનના ૭૫ વર્ષ, સતત કાર્યરત રહેતા મુંબઈ શહેરમા ગાળ્યા પછી, જીવનનો અંતિમ પડાવ ગુજારવા ૧૮મી જન્યુઆરી, ૨૦૧૨ ના ફ્રીમોન્ટ આવી પહોંચ્યો.

આજે, મુંબઈમા ગુજારેલા પાછલા ૭૫ વર્ષ ઉપર અછડતી નજર કરવાની ઈચ્છા થઈ છે. પાછલા વર્ષો દરમ્યાન ઈશ્વરે મારા ભાગનું સુખ આપ્યું, મારા ભાગનું દુખ પણ આપ્યું અને એ દુખ સહન કરવાની શક્તિ પણ આપી.

છ બહેનો અને ચાર ભાઈ, આમ દસ ભાઈ-બહેનોના વિશાળ કુટુંબમા ઉછેર, ગુજરાતી-અંગ્રેજી મિક્ષ મિડિયમની શાળામા ભણતર, એંજીનીઅરીંગ કોલેજમા અભ્યાસ માટે ચાર વર્ષ વડોદરામા વસવાટ, આ બધું નજર સામેથી જાણે કે પસાર થઈ રહ્યું છે. લાર્સન એન્ડ ટુબ્રો જેવી વિશાળ કંપનીમા સાત વર્ષ સુધી નોકરી, ત્યાર બાદ પંદર વર્ષ સુધી સ્ટ્રક્ચરલ એંજીનીઅર તરીકે પ્રાઈવેટ પ્રેકટીસ અને પચાસ વર્ષની ઉમ્મરે જ વ્યવસાયમાંથી નિવૄતિ.

ચાલીસથી વધારે વર્ષોનું લગ્નજીવન, એક દિકરો અને એક દિકરીનો ઉછેર એકંદર સામાન્ય રહ્યું. બાળકો અભ્યાસમા આગલી હરોળમા હોવાથી ખાસ કોઈ મહેનત ન પડી. ૧૯૯૪મા મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ કરવા અમેરિકા ગયો અને માસ્ટર્સ ઈન કોમપ્યુટર સાયન્સ કરી અમેરિકામા જ એક સારી કંપનીમા નોકરી મેળવી સ્થાયી થયો. ૧૯૯૮મા મારી પુત્રી ઉચ્ચઅભ્યાસ કરવા અમેરિકા ગઈ અને ફાર્મસ્યુટીકલમા પી.એચડી. કરી, સારી કંપનીમા નોકરી મેળવી, અમેરિકામા સ્થાયી થઈ. બન્ને દર વર્ષે અમને મળવા મુંબઈ આવતા અને દર બે ત્રણ વર્ષે અમે થોડા મહિના માટે અમેરિકા જઈ આવતા. ચોવીસે કલાક જાગતા મુંબઈથી ટેવાયલા અમને, દિવસે પણ સુતેલા હોય એવા ડેનવર, ઓમાહા અને ઈન્ડિયાનાપોલીસથી મુંબઈ પાછા ફરતાં ખૂબ આનંદ થતો.

સમયની સાથે ઉમર વધવા લાગી, બાળકો વિચારવા લાગ્યા કે હવે મા-બાપ એકલા રહે એ યોગ્ય નથી. તેમણે બે વિકલ્પ રજૂ કર્યા, કાંતો અમે કાયમી વસવાટ માટે અમેરિકા આવી જઈએ અથવા તો તેઓ અમેરિકાથી બધું સમેટીને ભારત પાછા આવી જાય. એક વરસ સુધી મિત્રો અને સગા-સંબંધીઓની સલાહ લઈને નિર્ણય લીધો કે અમે જ અમેરિકા આવી જઈએ એમા જ બધાની ભલાઈ છે. બસ નિર્ણય લઈ લીધો. ગ્રીનકાર્ડની પ્રકિયા શરૂ થઈ, એક વર્ષમા એ પૂરી થઈ. ૧૨મી સપ્ટેમ્બર.૨૦૧૧ ના ગ્રીનકાર્ડ મળી ગયું. બસ હવે જ આ નિર્ણયની ગંભીરતા સમજવાની શરૂઆત થઈ.

પહેલો નિર્ણય એ લીધો કે અમેરિકામા શેષ જીવન વિતાવવાના નિર્ણયનો જો પાકો અમલ કરવો હોય તો મુંબઈનું બધું જ સમેટી લેવું, ઘર વેચી નાખવું, અને મિલકત અમેરિકા લઈ જવી. ઘર વસાવવામા ચાલીસથી વધારે વર્ષ લાગેલા, માત્ર ચાર મહિનામા કેમ સમેટાય? ચાર ટ્રક ભરાય એટલો સામાન માત્ર ૨૩ કિલોની ચાર બેગમા કઈ રીતે લઈ જવાય? સહેલો ઉપાય સુઝ્યો. બધી ઘરવખરી હેતુ સંતોષીને કોઈપણ જાતનું વળતર લીધા વગર આપી દેવી. જે જલ્દી પૂરા પૈસા આપી શકે એવી વ્યક્તિને ઘર વેંચી દેવું, ભલે પછી બજાર કીમત કરતાં થોડા ઓછા પૈસા મળે. રૂપિયા-ડોલરના ભાવની પરવા કર્યા વગર, જેમ બને તેમ જલ્દી બેંકની મારફત “રેમિટન્સ” મોકલી દેવું, વગેરે વગેરે. રાત દિવસ દોડધામ કરી, આ બધું સમેટી, સુખરૂપ અમેરિકા આવી પહોંચ્યા.

જીદગીના અંતિમ પડાવમા ખાસ કોઈ અધૂરી ઈચ્છા પૂરી કરવાની ખ્વાઈસ નથી. બસ સારૂં સ્વાથ્ય અને સુખ-શાંતિની જ માત્ર ઈચ્છા છે. ટેલિફોન અને ઈંટરનેટ દ્વારા મિત્રોનું સાનિધ્ય, સુખ-દુખની વાતો અને વિચારોની આપ-લે એ જ મુખ્ય પ્રવૃતિ. કુટુંબ સાથે શેષજીવન ગુજારવા મળવું એ ઈશ્વરે આપેલું બોનસ.

અંતિમ પડાવ-૨

ગ્રીનકાર્ડ લઈ, કાયમ માટે અમેરિકા વસવાટ માટે આવ્યો એને આજે એક વર્ષ પુરૂં થયું. એક વર્ષને અંતે હું એટલું સમજી શક્યો છું કે ભારત અને અમેરિકા બન્ને પાસે મનુષ્ય જીવનને આપવા જેવું ધણું છે. બે માંથી એકની પસંદગી કરવા બીજાની બુરાઈ કરવાની જરૂર નથી. બન્નેમા ઘણું સારૂં છે તો ઘણી ખામીઓ છે. સંજોગોને જ એ નક્કી કરવા દો કે તમારે ક્યાં જીવન વ્યતિત કરવું જોઈયે.

મેં ભારત છોડ્યું ત્યારે મને મનમા દુખ થતું હતું કે હું સગાં-સંબંધી, અડોસી-પડોસી અને મિત્રોને છોડીને ખૂબ દૂર જાઉં છું. પણ આજે હું કહી શકું કે આમાથી મેં કોઈને ગુમાવ્યા નથી. વોનેજ ફોનની સગવડને લીધે હું આ લોકોના સતત સંપર્કમા રહું છું. અહીં પણ ઘણાં નવા મિત્રો મળ્યા છે. ઈંટરનેટની વધારે સારી સગવડ હોવાથી ઈ-મેલ અને બ્લોગીંગની પ્રવૃતિ વધી છે, જેને લીધે ઘણાં નવા મિત્રો બન્યા છે. આ નવા મિત્રોમાંથી મોટા ભાગના અમેરિકામા રહેતા હોવાથી એમની સાથે પણ ફોનમાં વાતચીત થઈ જાય છે.

હું મુંબઈની ૧૫ થી ૩૫ ડીગ્રી સેં. તાપમાનમાં રહેનાર, અચાનક કેલીફોર્નિયાની (-)૬ થી ૪૧ ડીગ્રી. સેં. ના તાપમાનમાં આવીને શરૂઆતમાં તો હેરાન થઈ ગયો, પણ વસ્ત્રોમા ફેરફાર કરી ધીરે ધીરે અહીંની ઠંડીને અનુકુળ થઈ ગયો. શરૂઆતમાં અમેરિકનોના ઉચ્ચાર સમજવામા મુશ્કેલી આવતી, હજી પૂરી ફાવટ આવી નથી, પણ પહેલા જેટલી મુશ્કેલી નથી પડતી. એકંદર મારો અનુભવ એ છે કે ગોરા અમેરિકનો મળતાવડા છે અને આપણે માનીએ છીએ એવા attitude વાળા નથી. અહીં હવે કાળા-ગોરાનો ભેદ નાબુદ થવા આવ્યો છે. ભારતિય લોકોને પહેલા કરતાં વધારે સન્માન મળે છે.

અહીં ભારતની જેમ જ દરેક ધર્મના દેવાલયો છે, નોર્થ અને સાઉથ બન્ને પ્રકારના હિન્દુ મંદિરો, અક્ષરધામ, ગુરૂદ્વારા, જૈન દેરાસરો અને સાંઈબાબાના મંદિર. ભારતીય લોકોમાં ધાર્મિક શ્રધ્ધા અહીં વધારે પ્રમાણમા જોવા મળે છે. મંદિરોનો રખરખાવ અને પ્રબંધન સારા છે. મંદિરોમા પ્રસાદ, ભોજન અને લંગર ખરેખર ખૂબજ વખાણવા લાયક છે. લોકો ભેગા મળીને બધા જ ભારતના તહેવારોની ઉજવણી કરે છે. થોડા થોડા દિવસે બે ચાર કુટુંબો ભેગા મળી સાથે જમે છે. આમ ભારત છોડી પરદેશમા રહેવા આવવાના અહેસાસમા ઘટાડો થાય છે.

ભારતને જો આપણે આપણી જન્મભૂમિ તરીકે પ્રેમ કરીએ તો અમેરિકાને પણ આપણે આપણા બાળકોની કર્મભૂમિ તરીકે માન આપવું જોઈએ.

અંતિમ પડાવ-3

અમેરિકનોનો અલગ ચોકો
હવે જ્યારે કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયો છું ત્યારે મારી અમેરિકાની પ્રથમ મુલાકાતને પણ યાદ કરી લઉં.

૧૯૯૪મા હું મારા પુત્રની Graduation Ceremony માટે, પહેલીવાર, ૨૮ દિવસ માટે અમેરિકા આવેલો. સૌથી પહેલા મારૂં ધ્યાન ખેંચાયું કે અહિં પેટ્રોલ પમ્પ નથી, ગેસ સ્ટેશન્સ છે. ભારતમા ત્યારે સીએનજી ગેસના પમ્પની શરૂઆત ન થઈ હતી. મારા દિકરાએ સમજાવ્યું કે અહીં પેટ્રોલને ગેસ કહે છે. આ જ સંદર્ભમા બીજી વાત એ જાણવા મળી કે અહીં ગેસ લીટરમા નહિં પણ ગેલનમા મપાય છે. મને થયું હશે, ભારતમા પણ ૧૯૫૦ સુધી ગેલનનું જ માપ હતું. મને એ પણ ખબર હતી કે એક ગેલન એટલે ૪.૫૪૬ લીટર્સ. પણ અહીં જાણવા મળ્યું કે અહિં એક ગેલન એટલે ૩.૭૮૫ લીટર્સ. મેં રસ્તામા જોયું તો સ્પીડ લીમીટ બધે Miles/Hour લખેલી હતી, આપણે ત્યાં Kilometers/Hour મા લખેલી હોય છે. ગાડીના સ્પીડોમીટર પણ માઇલ્સમા સ્પીડ દર્શાવતા હતા. મેં જોયું કે આપણે ત્યાં સ્ટીઅરીંગ વ્હીલ જમણી બાજુ હોય છે, અમેરિકામા ડાબી બાજુ. આપણે ત્યાં Keep Left તો અમેરિકામા Keep Right છે.

બીજે દિવસે જોયું તો બધી વસ્તુઓનું વજન અહી પાઉંડ્સમા લખેલું હતું, કીલોગ્રામમા નહીં. માપ પણ ઈંચમાં, સેન્ટીંઈટરમા નહીં. તાપમાન પણ અહીં ફેરફનાઈટમા મપાય છે, સેંટીગ્રેડમા નહિં. આખી દુનિયામા જ્યારે ડેસીમલ પધ્ધતિ અમલમા આવી ગઈ છે ત્યારે અમેરિકામા આ હજી અઘરી જૂની પધ્ધતિ જ ચાલુ છે. માત્ર તેમના એક ડોલરના ૧૦૦ સેન્ટ થાય છે.

વિશ્વના જૂજ દેશને છોડીને બાકીના બધા દેશ Metric System of Units વાપરે છે, પણ અમેરિકા પોતાનું આગવાપણું જાળવી રાખવા પોતાના જૂના જમાનાના માપ-તોલ જ વાપરે છે. કયારેક આને લીધે એમને મોટું નુકશાન પણ ઊઠાવવું પડે છે, કારણ કે વિજ્ઞાનની કેટલીયે શોધનું ગણિત મેટ્રીક સિસ્ટમમા હોય છે, અને અમેરિકનો એને કનવર્ટ કરવાનું ભૂલી જાય તો પરિણામ ખૂબ નુકશાન કારક હોઈ શકે.

મોટા સ્ટોર્સમા અને બીજા અનેક સ્થળોએ મને Rest Rooms ના પાટિયાં જોવા મળ્યા. મને એમ કે અહિં જો કોઈ થાકી ગયું હોય તો એમના માટે બેસવા કે આરામ કરવાની સગવડ હશે, પણ મને ખબર પડી કે એ તો Toilets છે. Toilets ને એ લોકો Rest Rooms શા માટે કહે છે તે તો રામ જાણે.

અંતિમ પડાવ ૪

એક્વાર મારા દિકરાના એક અમેરિકન મિત્રને ત્યાં અમે જમવા ગયા હતા. વાતચીત દરમ્યાન હું બોલ્યો,
“You Americans have everything different.” મારા દિકરાએ મને કહ્યું, “પપા આવું ન બોલાય.” પછી એણે કહ્યું, “What my father means to say, things are different in America.” પછી એણે મને સમજાવ્યું, “You American” થી વાક્ય શરૂ કરીએ તો એમને ખરાબ લાગે, એમને લાગે કે આપણે એમની ટીકા કરીએ છીએ. મેં કહ્યું, આપણે પહેલા ગુજરાતીમા વિચારીએ છીએ અને પછી એનો તરજુમો કરી બોલીએ છીએ એટલે આવું તો થતું રહેવાનું. આ સંદર્ભમા મારા એક ગુજરાતી મિત્રને થયેલો અનુભવ યાદ આવે છે. તેઓ એક ફાર્મસીમા નોકરી કરતા હતા. એકવાર એમની રાતપાળી હતી ત્યારે એમણે જ્યાં દવાઓ રાખવામા આવેલી ત્યાં જીવડાં ફરતાં જોયાં. બીજે દિવસે એમણે એમની અમેરિકન મેનેજર, જે યુવાન અને રૂપાળી છોકરી હતી, તેને વાત કરી. મેનેજરે કહ્યું, “I have never seen them”. મારા મિત્ર કહેવા એમ માગતા હતા કે જો તમે રાતપાળીમા અહીં હો તો તમને હું દેખાડી શકું. એમણે ગુજરાતીમા વિચારીને અંગ્રેજીમા કહ્યું, “If you stay with me at night, I can show you.” બસ એમના ઉપર તો આસમાન ટુટી પડ્યું, પણ બીજા એક ગુજરાતી સ્ટાફ મેમ્બરે વહારે આવી, મેનેજરને સમજ પાડી કે આ ભાઈ એમ કહેવા માગે છે કે જંતુઓ રાતે નીકળે છે, એટલે જો આપ રાતે જોવા આવો તો તમને ખાત્રી થશે.

અમેરિકામા રહેવું હોય તો કેટલીક પાયાની વાતો સમજી લેવી સારી, કારણ કે એમનો ચોકો અલગ છે.

અને આ અલગ ચોકો સમજી લઈને આપણા લોકો અમેરિકામા મહત્વના સ્થાનો પર કબજો જમાવી રહ્યા છે. અમેરિકામા ૩૮ % ડોકટરો ભારતીય છે, ૧૨ % વિજ્ઞાનિકો ભારતીય છે, નાસામા ૩૬ % વિજ્ઞાનિકો ભારતીય છે, માઈક્રોસોફ્ટ્મા ૩૪ % સ્ટાફ ભારતીય છે, IBM મા ૨૮ % સ્ટાફ ભારતીય છે, INTEL મા ૧૭ % સ્ટાફ ભારતીય છે અને ઝેરોક્ષમા ૧૩ % સ્ટાફ ભારતીય છે.

અંતિમ પડાવ- ૫

અમેરિકામા આખરી પડાવ શા માટે?
ભારતીય યુવાનો, જેમના માબાપ ભારતમા છે, તેમના મનમા સતત આ સવાલ ઊઠતો રહે છે કે હું અમેરિકામા રહું કે ભારત પાછો ફરૂં? મોટી ઉમરના માબાપને ભારતમા એકલા મૂકવાથી કંઈક સંવેદના, કંઈક ગુનેગાર જેવો ભાવ ઘણાના મનમા જાગે છે. પોતાના માબાપને, જેમણે પોતાના દાદા-દાદીની દેખભાળ કરતા જોયા હોય, એવા લોકોને તો ખૂબ જ ક્ષોભ થાય છે.

નિર્ણય લેવો બહુ મુશ્કેલ છે. અમેરિકામા સારો પગાર મળે છે, ઊંચી પદવી છે, ભ્રષ્ટાચાર વગરનું વાતાવરણ છે, સ્વચ્છ વાતાવરણ છે, કોઈપણ પ્રકારના સામાજીક દબાણ નથી અને એમના બાળકો સારી શાળાઓમા ભણે છે. આ બધું શા માટે છોડી દેવું જોઈએ?

પણ ભારતમા વૃધ્ધ માબાપની કોણ સંભાળ રાખશે? જેનો એકાદ ભાઈ કે બહેન ભારતમા હોય તેને થોડી ઓછી ચિંતા થાય છે, પણ જે એકલા સંતાન છે તેમને ખૂબ ચિંતા થાય છે. આવા લોકો માબાપને પૂછે છે, “તમે કહો તો પાછો આવી જાઉં”, મોટા ભાગના માબાપ કહે છે, “જરૂર નથી. અમે અહીં ઠીક છીએ. તારી પ્રગતિ જોઈ અમે ખૂશ છીએ.” કોઈક જ માબાપ કહે છે, “હા દિકરા આવી જા, અહીં જે મળશે,તેમા ગુજારો કરશું, ચાર આંખો ભેગી કરીને રહીશું.” બન્ને કિસ્સામા માબાપનો પ્રેમ જ નજરે ચડે છે. બાળકોને આ સમજાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

મા અને પિતા બન્ને જીવતાં હોય ત્યાં સુધી તો તેમની હિમ્મત ટકી રહે છે, છતાં એમના મનના એક ખુણામા સતત બીક હોય છે કે બે માંથી એક નહિં હોય ત્યારે શું થશે?

કેટલાક લોકો માબાપને કહે છે કે તમે લોકો ગ્રીનકાર્ડ લઈ અમેરિકા આવી જાવ. માબાપ જીવનના આ મુકામે સગાસંબંધી અને ઓળખિતા લોકોને છોડી નવી દુનિયામા એકડેએકથી શરૂ કરતાં અચકાય છે. કદાચ અમેરિકા આવી જાય તો પણ એમના માટે એ મોટા સમર્પણથી કંઈ ઓછું નથી.

કેટલાક લોકો વિચારે છે કે હું વધારે પૈસા મોકલું, નોકર ચાકરની મદદથી ચલાવી લો. નોકરો વહુ-દિકરા અને પૌત્ર-પૌત્રીનું સ્થાન લઈ શકે? પૈસાથી પ્રેમ અને લાગણી ખરીદી શકાય?

તમને જો ભારત પાછા ફરવાનું અઘરૂં લાગતું હોય તો એમને આ વયે અમેરિકા આવવું કઈ રીતે સહેલું લાગી શકે?

નિર્ણય લેવું બહુ અઘરૂં છે. આ વિષયમા સલાહ આપવાની મારી કોઈ પાત્રતા નથી. પ્રત્યેક વ્યક્તિએ પોતાના આત્માના અવાજ ને અનુસરીને નિર્ણય લેવાની જરૂર છે. હું અને મારી પત્ની, ભારત છોડી બાળકો સાથે રહેવા અમેરિકા આવી ગયા છીએ.

અંતિમ પડાવ -૬ ચેરી પિકીંગ

કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યા પછી પહેલો નિર્ણય એ લીધો કે અહીં જો આનંદથી શેષ જીવન ગુજારવું હોય તો અહીંના રીત-રીવાજ, રહેણી-કરણી અને તહેવાર-ઉત્સવો સમજી લેવા જરૂરી છે. અમેરિકન પ્રજા આનંદપ્રિય પ્રજા (Fun loving people) છે. જીવનની પ્રત્યેક પ્રવૄતિમાંથી આનંદના અવસરો શોધી કાઢે છે. આવો એક પ્રસંગ છે, “ચેરી પિકીંગ.”

દરેક પ્રકારના ફળોની અલગ અલગ સીઝન હોય છે. અમેરિકામા ચેરીનો પાક મે-જૂન માં તૈયાર થાય છે. આ સમયને સ્થાનિક લોકો “ચેરી પિકીંગ” નો સમય ગણે છે. શહેરથી ૫૦-૬૦ માઈલ દૂર આવેલા ચેરી ફાર્મસમા રજાને દિવસે સેંકડો લોકો પોતાના કુટુંબ સાથે “ચેરી પિકીંગ” માટે જાય છે. આવા ફાર્મસ “યુ-પિક” ફાર્મસ તરીકે ઓળખાય છે.

સીઝનમા રજાને દિવસે ફાર્મ તરફ જતા રસ્તાઓ ચેરી તોડવા જતા લોકોના વાહનોથી ભરાઈ જાય છે અને ટ્રાફીક ધીમી ગતિએ ચાલે છે. સવારના આઠ વાગ્યાથી ફાર્મમા જનારા લોકોની ભીડ શરૂ થઈ જાય છે. પ્રત્યેક ફાર્મનું એક મોટું પાર્કિંગ લોટ હોય છે, જેમા ૧૦૦-૨૦૦ ગાડિયો માટે વ્યવસ્થા હોય છે. બીજી અનેક ગાડિયો રસ્તાની બન્ને બાજુ પાર્ક થયેલી જોવા મળે છે.

ફાર્મના પ્રવેશ દ્વાર પર જ તમને બધી જરૂરી માહિતી મળી રહે છે. ફાર્મ એક કુટુંબની માલિકીનું છે કે સહિયારૂં? પાક લેવા કેમિકલ ખાતર વાપરવામા આવે છે કે નહિં? પાકને સુરક્ષિત રાખવા રસાયણો છાંટવામા આવ્યા છે કે નહિં? પ્રવેશ દ્વાર પર તમને પ્લાસ્ટીકની બાલ્દી આપવામા આવે છે. અંદર ફળના ઝાડ એક સરખી લાઈનમા જોવા મળે છે. બે લાઈન વચ્ચે વ્યાજબી અંતર હોય છે. ઊંચી ડાળ ઉપરથી ફળ તોડવા એલ્યુમિનિયમને ફોલ્ડીંગ સીડીઓ ઠેકઠેકાણે પડી હોય છે. તમને ગમે એ ઝાડ ઉપરથી તમને ગમે એ ફળ તોડી તમારી બકેટમા ભેગાં કરો. ફળ મીઠાં છે કે નહિં એ નક્કી કરવા તમને ગમે એટલા ફળ ખાવાની છૂટ હોય છે, શરત માત્ર એટલી જ કે તમે તોડી ને બકેટમા એકઠા કરેલા ફળ બહાર નીકળતી વખતે તમારે ખરીદવા પડે.

ફાર્મની અંદર નાના મોટા બધાને ઉત્સાહભેર ફળ તોડતા જોવાનો એક લહાવો જ કહી શકાય. નાના બાળકો તો ઝાડ ઉપર ચડીને પણ સારા ફળ કબજે કરવાની કોશીશ કરતા જોવા મળસે. એકાદ કલાકમા ફળ ખાવાની અને તોડવાની પ્રક્રીઆ પૂરી કરી, લોકો ઝાડના છાંયામા બેસી, ઘરેથી લાવેલું ભોજન જમે છે. ફાર્મમા ટેંપરરી ટોઈલેટસ અને હાથ ધોવા વોશબેસીન વગેરેની સગવડ પણ હોય છે. વધારે પડતા માણસો એક સાથે ફાર્મમા ભેગા ન થઈ જાય એટલે પ્રવેશ આપતી વખતે ગણત્રી રાખવામા આવે છે. બે ત્રણ કલાક આનંદમા વિતાવ્યા બાદ લોકો ફાર્મમાંથી બહાર આવી, પોતાના વાહનોમા પાછા ફરે છે.

આપણે ત્યાં તહેવારોમા અપવાસ એકટાણા કરવામા આવે છે ત્યારે અમેરિકામા તહેવારોમા લોકો ખાય પિયે છે અને મોજ મસ્તી કરે છે. “હેવ ફન” એ એમનો મહામંત્ર છે.

અંતિમ પડાવ-૭ – ગોરા અમેરિકન

અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવી પહોંચ્યા પછી નક્કી કર્યું કે અહીંના લોકોના સ્વભાવ, રહેણી-કરણી અને રીત-રીવાજ જાણી લેવા. ઈન્ટરનેટની મદદથી એટલું તો જાણી શક્યો કે ૨૦૧૦ના આંકડા પ્રમાણે અમેરિકામાં આસરે ૮૦ ટકા યુરોપવંસી ગોરાઓ છે, ૧૩ ટકા આફ્રીકાવંસી કાળાઓ છે અને બાકીના ૭ ટકા એશિયાવંસી લોકો છે, જેમા ભારતીયો, ચીનીલોકો અને જાપાનીઓનો પણ સમાવેશ થાય છે.
અંગ્રેજોએ આપણા ઉપર દાયકાઓ સુધી રાજ કર્યું હતું તેથી ગોરી ચામડી પ્રત્યે આપણા મનમાં અનેક પ્રકારની ગ્રંથીઓ બંધાઈ ગઈ છે. હું પહેલીવાર ૧૯૯૪ મા અમેરિકા આવ્યો હતો ત્યારે હું પણ ગોરા લોકો સાથે વાત કરતાં અચકાતો હતો. પણ એક ગોરા કુટુંબે મારી આ જીજક દૂર કરી દીધી. લ્યો માંડીને જ વાત કરૂં.
૧૯૯૪મા મારો પુત્ર ભાવેશ મુંબઈથી B.E. (Electronics) કરી અમેરિકાની University of Denver મા M.S. (Computer Science) કરવા ગયો. કોલેજની નજીક એક ભાડાના Appartment મા રહેવાનું શરૂ કર્યું. શરૂઆતમા જેમ ઘણાને આવે છે તેમ એનો પણ Home sickness નો દોર આવ્યો. એક દિવસ એ Apartmentમા ભીની આંખે એકલો ગમગીન બેઠો હતો ત્યારે Tim Lindsey નામનો એનો એક નવો મિત્ર આવ્યો. એણે હકીકત પૂછી. ભાવેશે કહ્યું કે કંઈ નહિં એ તો જરા ઘર યાદ આવી ગયું.
બીજે દિવસે ટીમે એના Parentsને આ વાત કરી. ટીમના Mother Mrs. Barbara Lindseyએ ભાવેશને ફોન કરી કહ્યું કે સાંજે એ એને મળવા આવસે. શરૂઆતમા ભાવેશ પાસે car ન હતી એટલે Mrs. Lindsy પોતાની ગાડીમા એને પોતાના ઘરે તેડી ગયા અને બે કલાક બાદ પાછા મૂકી ગયા. આ બે કલાક દરમ્યાન એમણે અને Mr. David Lindsey એ ભાવેશને કહ્યું કે અમારા બે દિકરા છે, Tim અને Joe પણ આજથી અમારા ત્રણ દિકરા છે, Tim, Joe અને ભાવેશ. અમેરિકામા અમે તારા મા-બાપ છીએ. જ્યારે પણ તને એકલું લાગે ત્યારે ફોન કરજે, અમે તને તેડી જઈશું.
બસ ત્યાર બાદ એમના દરેક તહેવાર અને ઊજવણીઓમા ભાવેશને સામેલ કરતા, સગાં-સંબંધીઓ જોડે ભાવેશની ઓળખાણ પોતાના પુત્ર તરીકે કરાવતા. ભાવેશ આ વાત અમને ટેલીફોન પર કરતો, અમને આનંદ સાથે આશ્ચર્ય પણ થતું. ૧૯૯૬મા અમે પહેલીવાર અમેરિકા ગયા ત્યારે લીંડસી કુટુંબ સાથે અમારી પહેલી મુલાકાત થઈ. એમણે અમને Dinner માટે બોલાવ્યા. અમે સંપૂર્ણ શાકાહારી હોવાથી તેમણે એક અઠવાડિયા પહેલા શાકાહારી ખોરાક રાંધવાના પુસ્તકો ખરીદયા, સામગ્રી ખરીદી, Test meal રાંધી જોયું અને પછી અમને ઘરે બનાવેલી બ્રેડ, મસૂરની દાળ, ભાત અને શાક અને શાકાહારી ડેઝર્ટ જમાડ્યું. જમતી વખતે એમણે અમને ભાવેશની જરાપણ ચિંતા ન કરવાનું કહ્યું. Mr. Lindsey અમેરિકન સરકારના senior Geologist છે અને Mrs. Lindsey શાળામા શિક્ષિકા છે.
ભાવેશના લગ્ન ૧૯૯૯ માં મુંબઈમા થયા હતા. લગ્ન પછી ભાવેશ અને એની પત્ની કવિતા અમેરિકા ગયા બાદ તરત લીંડસી ને મળવા ગયા. એમણે કવિતાને કહ્યું ભાવેશ અમારો દિકરો છે, આ હિસાબે તું અમારી પુત્રવધુ થઈ, અમે તારા સાસુ સસરા છીએ. કવિતાએ રાજી થઈ આ સંબંધ સ્વીકારી લીધો. ટીમ તો કવિતાનો સગો દિયર જ થઈ ગયો.
એપ્રિલ ૨૦૦૨ મા મારી પૌત્રી પ્રિષાના જન્મ વખતે અમને કંઈક અડચણ હોવાથી અમે અમેરિકા ન જઈ શક્યા. કવિતાના માતા-પિતાને વિઝા ન મળ્યા. અમે ખૂબ ફિકરમા હતા પણ લીંડસીએ બધું સંભાળી લીધું. પ્રિષા માટે ૨૦૦ ડોલરની બાબા ગાડી અને બીજી અનેક વસ્તુઓની ખરીદી એમણે કરી અને પોતાના Drawing room મા નાની પ્રિષાનો ફોટો ટાંગ્યો (જે હજી પણ ત્યાં જ છે.) ભાવેશ અને કવિતાને કોઈ કારણસર બહાર જવું હોય તો બે ત્રણ કલાક માટે પ્રિષાને લીંડસીને ત્યાં મૂકી જતા. એમણે, છી છી, સૂ સૂ, મમ મમ વગેરે શબ્દો શીખી લીધેલા. પોતાના સગાંસંબંધી અને મિત્રોને એ પ્રિષાનો ફોટો બતાવી, આ મારી પૌત્રી છે એમ કહેતા.
આ પૂરા સમય દરમ્યાન ભાવેશ અને કવિતા Father’s day, Mother’s day, લીંડસીના અને એમના છોકરાઓના જન્મદિવસ યાદ રાખી ઊજવણીમા સામેલ થતા. લીંડસી પણ ક્રિસમસ, થેંક્સગીવિંગ વગેરે પ્રસંગોમા ભાવેશ-કવિતા-પ્રિષાને સામેલ કરતા. પ્રિષાને ક્રિસમસ અને એના જન્મદિને મોંગી મોંગી ચીજો ભેટમા આપતા.
૨૦૦૨ અને ૨૦૦૫ની વચ્ચે અમારી અમેરિકાની બે મુલાકાતો થઈ. બંને મુલાકાતોમા એમના ઘરે જમવાનું થયું. એમનું કુટુંબ પણ પ્રસંગોપાત ભાવેશને ઘરે જમવા આવતું. બન્ને મુલાકાતમા એમના આગ્રહથી એક આખા દિવસનો programme કરતા એમા હું, મારી પત્ની અને મીસ્ટર અને મીસિસ લીંડસી, ચારે જણ એમની Lexusમાં ફરવા જતા. એ અમને એમની પસંદગીના જોવા લાયક સ્થળોએ લઈ જતા, ત્યાંની ખાસ ખૂબીઓ સમજાવતા. આખા દિવસની ટુર હોવાથી બપોરે એક સારા ઈન્ડિયન રેસ્ટોરાંમા જમવા લઈ જતા, સાંજે ઈંડા વગરની આઈસ્ક્રીમ ખવડાવતા અને સાંજે અમારા ઘરે મૂકી જતા. આ બન્ને વિઝીટ દરમ્યાન Mother’s day બન્ને કુટુંબોએ લીંડસીને ત્યાં ઊજવેલા તો Father’s day ભાવેશના ઘરે ઊજવેલા.
૨૦૦૫મા ભાવેશ કેલિફોર્નિયા shift થયો. લીંડસીએ હસતે મોઢે જવા રજા તો આપી પણ આટલા સમયમા એમણે ખરા હ્રદયથી જે સંબંધ સ્વીકારેલો તેથી ત્રણેક મહિનામાં જ ભાવેશ અને એનું કૂટુંબ વ્યવસ્થિત settle થયું છે કે નહિં તે જોવા કેલીફોર્નીયા આવ્યા, અને ભાવેશ કવિતાના આગ્રહને લીધે ચાર દિવસ માટે ભાવેશના ઘરે જ રોકાયેલા અને આપણો જ નાસ્તો અને ખોરાક લીધેલો.
બસ પછી રૂટિન શરૂ થયું. થોડા થોડા દિવસે બાર્બરા લીંડસી અને કવિતા ટેલીફોનથી એક્બીજાના ખબર અંતર પૂછી લે, બંને કુટુંબ એક બીજાને તહેવાર અને જન્મદિવસની વધાઈ અને ભેટ સોગાદ મોકલે અને વરસમા એક્વાર ડેવિડ અને બાર્બરા કેલિફોર્નિયા આવી ચાર દિવસ પ્રિષા સાથે રમી જાય. ભાવેશને કોઈ વડિલની સલાહની જરૂર હોય તો એ ડેવીડ લીંડસીની સલાહ લે. અમારી ૨૦૦૮ની અમેરિકાની વિઝીટ દરમ્યાન, અમારી ઈચ્છાથી એ અમને મળવા કેલીફોર્નિયા આવ્યા અને ચાર દિવસ અમારી સાથે રોકાયા.
અમને ક્યારે પણ એવું ન લાગ્યું કે અમે એક ગોરા અમેરિકન કપલ સાથે રહિયે છીએ.
બસ આમ આ એક જ કુટુંબે ગોરાઓ વિષેની મારી મુંઝવણ દૂર કરી દીધી. હવે હું ગોરાઓ સાથે અચકાયા વગર વાતચીત કરી શકું છું.

અંતિમ પડાવ-૮

ભેટનું એપ્રિસિએશન.

જ્યારે ગોરા અમેરિકનોની વાત આદરી છે તો બીજો એક પ્રસંગ પણ કહી દઉં. મિત્રોને ભેટ આપવા હું ભારતમાંથી ધાતુની બનેલી નટરાજની તથા ગણપતિબાપાની મૂર્તિઓ લઈ આવેલો. એક અમેરિકન પરિવારમાં મારે ચા માટે જવાનું થયું. પહેલીવાર એમને ત્યાં જતો હોવાથી હું નટરાજની મૂર્તિ “ગિફટ રેપ” કરીને લઈ ગયો. ઔપચારિક હલો-હાય થઈ ગયા પછી મેં તેમને ગિફ્ટ પેકેટ આપ્યું. એમણે થેંક્યુ અને આની કોઈ જરૂર ન હતી વગેરે બોલી, મને પૂછયું, “શુ હું આ ખોલી શકું છું?” મેં હા પાડી, એટલે એમણે સાચવીને પેકેટ ખોલ્યું, મૂર્તિને બે હાથથી પકડી અને એની સામે નજર માંડી રાખીને “વાવ, વાવ, વાવ” એમ ત્રણ વાર એક એક મિનીટના અંતરે કહ્યું. મૂર્તિના વખાણ કર્યા. પછી એમણે મૂર્તિ એમની પત્નીને હાથમા આપી, એમણે પણ વખાણ કર્યા. પછી એમણે એમના પતિને પૂછ્યું આપણે એને પિયાનો ઉપર રાખીશું? પતિએ સંમતિ દર્શાવી એટલે મૂર્તિને પિયાનો પર ગોઠવી. થોડીવાર મૂર્તિ સામે જોઈને પછી ફરી થેંકયુ કહ્યું. આમ ભેટની રસમ પૂરી થઈ.

આપણે ત્યાં, મોટાભાગે ભેટનું પેકેટ થેંક્યુ કહી લઈ લીધા પછી એક બાજુ મૂકી દઈ બીજી વાત શરૂ કરી દે છે. મને જાણવા મળ્યું કે અમેરિકનોમાં “એપ્રિસીએટ” કરવાનો રીવાજ છે.
ભેટ મોંઘી છે કે સસ્તી એનું મહત્વ નથી, ભેટ પાછળની ભાવનાની તેઓ કદર કરે છે.

આવા તો કઈક અમેરિકન રીત-રીવાજ જોવાના અને જાણવાના બાકી છે.

અંતિમ પડાવ -૯

અમેરિકા અંગે નાની મોટી વાતો

દેશી દેશી ભાઈ ભાઈ
અમેરિકામા રહેવા આવ્યા પછી થોડા સમય સુધી તો રસ્તે ચાલતા કે સ્ટોર્સમાં આપણી આંખો ભારતીય લોકોને ખોળતી હોય છે. જો કોઈ મળી જાય અને વાતચીત કરવા જેવા લાગે તો ત્રણ સ્ટાન્ડર્ડ સવાલ પૂછવામાં આવે છે. ભારતના કયા રાજ્યમાંથી આવો છો? અહીં વિઝીટર છો, ગ્રીનકાર્ડવાળા છો કે સીટીજન છો? અહીં કોની સાથે રહો છો? અહીં ગમે છે કે ભારતમા રહેવું વધારે પસંદ છે? આ વાતચીત લંબાય તો સંબંધ બંધાય છે અને લાંબા સમય સુધી એક બીજા સાથે ટેલિફોન વ્યહવાર કે હળવા મળવાનું થાય છે.

ફ્રીમોન્ટમાં હું જ્યાં રહું છું ત્યાંથી દશ મિનીટમાં ચાલીને પહોંચાય એટલા અંતરે એક વિશાળ પાર્ક છે. સોમથી શુક્ર, રોજ સાંજે અહીં ભારતીય સિનીઅર સિટીજન ભેગા થઈ લાફટર કલ્બ ચલાવે છે. એક કલાક હલકી કસરત અને પછી પંદરેક મિનીટ હળવા મળવાનું ચાલે છે. આસરે ૩૦-૪૦ સ્ત્રી પુરૂષ આમા ભાગ લે છે. ભારતના લગભગ બધા પ્રદેશના લોકો આમા ભાગ લે છે. અહીં કોઈ ગુજરાતી નથી, મરાઠી નથી, નોર્થ ઇન્ડીઅન નથી કે સાઉથ ઈન્ડીઅન નથી. બસ બધા ભારતીય છે. ભાષા સંબંધોમાં વચ્ચે આવતી નથી, જેવું આવડે તેવા અંગ્રેજી કે હીન્દીથૈ કામ ચાલી જાય છે. અહીં થયેલી મૈત્રી ઘણાંખરા લોકો લાંબા સમય સુધી જાળવે છે. ભારતમાં આવું ઓછું જોવા મળે છે.

શિષ્ટાચાર

હું રોજ સવારે ચાલવા માટે “વોકીંગ ટ્રેક” પર જાઉં છું. આવતાં જતાં અનેક ગોરા, કાળા અને અન્ય જાતના અમેરિકનો મળે છે. જો એમની અને તમારી નજર મળે તો Hi, Hello, Good Morning, How are you doing, આ ચારમાંથી કોઈપણ એક બોલે છે. તમે સામે હાથ ઉંચો કરો કે હાય-હલો કરો એટલે વાત પતી ગઈ! આ શિષ્ટાચાર માટે કોઈ ઊભું રહેતું નથી, બસ ચાલતાં ચાલતાં જ પતી જાય છે. આ માત્ર એક રીવાજ છે. આનો વધારે પડતો અર્થ લઈ, કોઈ પણ જાતની પહેલ કરવા જેવું નથી. હા, લાંબા સમય સુધી રોજ એક જ વ્યક્તિ સાથે આવું હલો હાય થતું હોય તો ક્યારેક થોડી વાતચીત, જેવીકે આજ મોસમ સારી છે, થવાનો સંભવ રહે છે.

અમેરિકાના કુતરા

આ સવારના વોક દરમ્યાન મને એક અનોખો અનુભવ એ થયો કે ગણી મોટી સંખ્યામા લોકો પોતાના કૂતરાને વોક કરાવવા લઈ આવે છે. આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તો જોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સો ટકા સમજે છે. એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડ એપોલોજાઇસ”. કુતરૂં મારી માસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તો અનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્તબધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામે પ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છું ત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!!

અમેરિકન લોકોને કુતરા અને બિલાડીઓ પાળવાનો ખૂબ શોખ છે. આ એક ખર્ચાળ શોખ છે, છતાં અનેક અમેરિકનોને મેં કુતરા પાળતા જોયા છે. કુતરાને તેઓ પોતાના કુટુંબના એક સભ્ય તરીકે જ ગણે છે, એને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે. માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજ પાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે અને ભસીને એમને આવકાર આવે છે. ઘર ખુલતાં જ માલિકને વળગી પડે છે.

ભારતમાં ગરીબ માણસો કરતાં અમેરિકામાં કુતરાઓ સારી જીંદગી ગુજારે છે.

આખરી પડાવ – ૧૦

ઉપસંહાર
અમેરિકા આંગતુકોનો બનેલો દેશ છે. મોટા ભાગના લોકો યુરોપના જુદા જુદા દેશમાંથી આવેલા છે. શરૂઆતમા આ યુરોપિયનો આફ્રીકાના લોકોને ગુલામો તરીકે લઈ આવેલા, એટલે અહીં આફ્રીકનોના વંશજો પણ છે. આજે અમેરિકામાં ૮૦ % યુરોપમાંથી આવેલા ગોરા અમેરિકનો છે, ૧૩ % આફ્રીકી વંશના કાળા અમેરિકનો છે, ૪ % લોકો એશિયામાંથી આવેલા લોકો છે, જેમા ભારતીય લોકોનો પણ સમાવેશ થઈ જાય છે, ૧ % અમેરિકાના મૂળ વતનીઓ છે અને બાકીના ૨ % અન્ય દેશોમાંથી આવેલા લોકો છે.

આમ ૮૦ % યુરોપિયન લોકોના વંશજો હોવાથી અહીંની સંસ્કૃતિ ઉપર યુરોપની અસર વધારે હોય એ સ્વભાવિક છે, પણ અન્ય લોકો પોતાની સંસ્કૃતિ વગર રોકટોકે જાળવી શકે છે. હિન્દુ મંદિરો અને ગુરૂદ્વારાઓ આનો પુરાવો આપે છે.

અમેરિકનો અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરે છે પણ એમને શનિ-રવિનો બેસબૂરીથી ઈંતજાર હોય છે. આ રજાના બે દિવસો માટે તેઓ અગાઉથી કાર્યક્રમ ઘડી રાખે છે, જેમા કપડા ધોવાનો, ખરીદીનો, ફરવા જવાનો અને મિત્રોને અને સંબંધીઓને મળવા જવાના ફાર્યક્રમોનો સમાવેશ થાય છે. ટી.વી. માં રમત-ગમતના કાર્યક્રમોમાં એમની રૂચી વધારે હોય છે.

૫૦ જેટલા રાજ્યોનો બનેલો આ દેશ એટલો બધો વિશાળ છે અને ઉપર કેનેડા અને નીચે મેક્ષિકો સિવાય બીજા કોઈ દેશની સરહદ ન હોવાથી અમેરિકાની પોતાની જ એક આગવી દુનિયા છે. મોટાભાગના અમેરિકનો પોતાના જીવનકાળ દરમ્યાન આખો દેશ પણ જોઈ શકતા નથી.

મોટાભાગની રમત-ગમતની હરિફાઈઓ આંતર-રાજ્યો વચ્ચે હોય છે, દા.ત. એટલાંટાની ટીમ ન્યુયોર્કની ટીમ સામે રમે. જો કે ઓલંપિક, ટેનિસ વગેરે આંતરરાષ્ટ્રીય રમતોમાં પણ અમેરિકનો રસ ધરાવે છે.

મોટા ભાગના અમેરિકનો દેશાભિમાન ધરાવે છે અને “આઇ લવ માય કન્ટ્રી” આ વાત એમની જીભે સરળતાથી આવે છે. એમના દેશ-પ્રેમને ધ્યાનમાં લેતાં, અમેરિકા વિષે ટીકા કરવા પહેલા બે વાર વિચાર કરવાની મારી સલાહ છે.

આમ તો અમિરિકનો અન્ય લોકો સાથે સહેલાઈથી હળી-મળી જાય છે, પણ મારી આ વાતને સમજવામા ભૂલ ન કરતા અને બહુ સહેલાઈથી એ તમારા મિત્ર બની જશે એમ ધારી ન લેતા. અમેરિકનો એમની privacy ને ખૂબ જ મહ્ત્વ આપે છે. અગાઉથી નક્કી કર્યા વગર કોઈ અચાનક એમના ઘરે પહોંચી જાય એ એમને જરાપણ ન ગમે, ભલે એમને વાતચીતમા “ગમે ત્યારે આવો” કહ્યું હોય, અહીં “ગમે ત્યારે” નો અર્થ ગમે ત્યારે નક્કી કરીને આવો, એવો કરવો.

મોટા ભાગના અમેરિકનો “ફન લવીંગ” છે અને પોતાનો ફ્રી સમય પોતાને આનંદ આવે એવી પ્રવૃતિમાં ગાળવા માંગે છે. તેઓ અધિર જરૂર છે પણ અસિસ્ત નથી. લાઈનમાં ઉભા રહેવાનું ન ગમતું હોય તો પણ શિસ્તબધ્ધ રીતે લાઇનમાં ઉભા રહે છે. એમની સાથે વાતચીત કરતી વખતે હોંકારો આપજો, માથું હલાવજો, હા, હા, કરજો, નહિં તો એમને લાગસે કે તમે એમની વાત સાંભળતા નથી.

રસ્ત ચાલતા કોઈ સામા મળે તો ‘સ્માઈલ’ કરસે, હાય કહેસે કે ગુડમોર્નિંગ કહેસે; પણ બસ આટલું જ. આ એક શિષ્ટાચાર છે, એથી વધારે કશું નથી. વાત કરતી વખતે ભાષાનું ખાસ ધ્યાન રાખવું પડે, એમને માઠું તરત લાગી જાય.

અહીંની જીંદગીમાં ઝડપ છે, લોકો ઇમાનદારીથી કામ કરે છે. અઠવાડિયામાં પાંચ દિવસ પૈસા કમાવા ઉપર જ ધ્યાન કેંદ્રિત કરે છે. કામ હોય ત્યારે ખાવા-પીવાનું પણ અર્ધા કલાકમા પતાવી લે છે. કામ કરતી વખતે વસ્ત્રો તદ્દ્ન સાદા અને સામાન્ય હોય છે, ઘરેણાં તો દેખાતા જ નથી. તમે શું પહેરીને કામે આવ્યા છો એની કોઈને પડી નથી.

આખરી પડાવના એક વર્ષ દરમ્યાન મારા ધ્યાનમાં માત્ર આટલું આવ્યું છે. પ્રત્યેક વ્યક્તિને અલગ અલગ અનુભવો થયા હશે, મેં તો માત્ર મારા અનુભવો અને નિરીક્ષણોની વાતો જ અહીં કરી છે.

અંતમાં આભાર દર્શન

૧૮ મી જાન્યઆરી, ૨૦૧૨ ના અમેરિકા પહોંચ્યાબાદ તરત જ મેં મારા મિત્રોને “અંતિમ પડાવ” નામે એક સંદેશ આપ્યો. ૨૪ થી ૪૮ કલાકમાં મને જે શુભેચ્છાના સંદેશા મળ્યા, કદાચ આ શુભ ભાવનાઓને લીધે જ મારૂં અમેરિકામાં એક વર્ષ સુખરૂપ પસાર થયું. આપ સૌની સાથે એ સંદેશા share કરીને એમના પ્રત્યે મારો આભાર વ્યક્ત કરૂં છું.

****************************

આત્મા સાથે સંવાદ-33

આ દિવાળીએ મેં મારા આત્મા સાથે સંવાદ કર્યો.

મેં પુછ્યું, “અત્યાર સુધી કેટલી દિવાળી ગઈ?”

આત્માએ જવાબ આપ્યો, “૭૭”

મેં પૂછ્યું, “આ ગાળા દરમ્યાન સમાજે તને શું આપ્યું?”

આત્માએ કહ્યું, “ઘણું બધું.”

મેં પૂછ્યું, “તેં સમાજને શું આપ્યું?”

આત્મા ચૂપ થઈ ગયો. કદાચ સાચો જવાબ આપવામાં એને શરમ આવી હશે.

*********************

જીવન નિયોજન-34

૧. વય ત્રણ પ્રકારની હોય છે. એક તો જન્મ તારીખથી વીતેલોસમય. બીજી તમારી તંદુરસ્તી પ્રમાણે વર્તાતી વય. અને ત્રીજીતમારા વિચારો, તમારી માનસિકતા, તમારા વર્તન મુજબની વય.

૨. હંમેશાં યાદ રાખો કે તમારી તંદુરસ્તી એ તમારી મૂડી છે.સમયાંતરે તંદુરસ્તીનું આંકલન અને એના માટે જરૂરી ઉપાયોકરવાથી પાછલી ઉમ્મરે થતાં રોગો અને એના ઉપર થતાં અમાપસમાપ ખર્ચામાંથી બચી જશો. તંદુરસ્તીનો વિમો એ મૂડીનું સારૂંરોકાણ છે.

૩. કોઈ કંઈપણ કહે પણ જીવનમાં પૈસાનું ઘણું મહત્વ છે. જીવનનીમોટાભાગની પ્રક્રીયાઓ માત્ર પૈસાથી જ ચાલે છે. જરૂરીઆતથીવધારે ખર્ચ કરી પૈસા ઉડાવી દેવાને બદલે, યોગ્ય બચત કરવી એસલામત ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે.

વૃધ્ધાવસ્થામાં તમારા બાળકો તમારી સંભાળ લેશે સમજી પૈસાઉડાવી ન દેતા. નશીબદાસ લોકોના જ બાળકો મા-બાપની સંભાળ લેછે.

૪. તંદુરસ્ત રહેવા તાણમુક્ત રહો. નાની નાની વસ્તુઓ મનમા લઈતાણ ન અનુભવો. કંઈ અજુગતું થયું હોય તો એનો ઉપાય વિચારો,માત્ર અફસોસ કરીને બેસી ન રહો. તાણ ઓછી કરવા સાત્વિક આનંદપ્રમોદના રસ્તા અપનાવો.

૫. સમયની કીમત સમજો. ગઈકાલ અને આવતી કાલના વિચારોમાંઅર્ધો દિવસ વિતાવવાને બદલે આજના આખા દિવસનો સદઉપયોગકરો.

૬. જગતમાં બદલાવ નિશ્ચિત છે. એનો સ્વીકાર કરો. બદલાવમાં જેસારૂં છે એને અપનાવો, જે ખરાબ છે એને ટાળવાની કોશીસ કરો.

૭. થોડાક સ્વાર્થી થાવ. આમ તો વત્તે ઓછે અંશે પ્રત્યેક માણસસ્વાર્થી હોય છે. આપણે જે કંઈપણ કરીએ છીએ તે કંઈક મેળવવામાટે કરીએ છીએ. પણ સ્વાર્થને કેન્દ્ર સ્થાન ન આપો. ક્યારેક કોઈપણબદલાની આશા વગર સારા કામો કરો, બદલામા તમને આત્મસંતોષમળસે.

૮. માફ કરતા શીખો. માણસ માત્ર ભૂલને પાત્ર. બીજાને એની દરેકભૂલ માટે સજા કરવાની મનોવૃતિનો ત્યાગ કરો. બીજા પર ગુસ્સેથવાથી, તમારી તંદુરસ્તીને પણ હાની થાય છે.

૯. કુદરત જે પણ કરે છે એની પાછળ એનું કારણ હોય છે. બનતાબનાવોનો સ્વીકાર કરતાં શીખો. લોકો જેવા છે એવા જ રહેવાના,એમને છે એવા સ્વીકારો.

૧૦. મૃત્યુના ભયમાં ન જીવો. જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. મરણનાભયમાં જીવતો માણસ અર્ધા મરેલા જેવો હોય છે. કેટલાક લોકોવિચારે છે મારા મરણ પછી મારા બાળકોનું શું થશે? કેટલાય મા-બાપ ગુમાવી બેઠેલા બાળકો દુનિયામાં જીવે છે, તમારા પણ જીવસે.

આમાના થોડા નિયમો મને સમય પસાર થઈ ગયા પછી સમજાયાએટલે મને એનો લાભ ગુમાવવો પડ્યો.

-પી. કે. દાવડા

***********************************

35

અવતાર લો

ઓ  દેવ  મારા  દેશની  આ દુર્દશા શીદ થાય છે

રક્ષક  અહીં  ભક્ષક  બની  ચોરી કરી મલકાય છે!

ગરીબને  દશકો મળે,  અહીં   રૂપિયો ખરચાય છે

અહીં  જાનવરો ભૂખે મરે ને  નેતા  ચારો ખાય છે.

મહેનત મજૂરી જે કરે એ ભૂખ્યો અહીં રહી જાય છે,

અહીં  ખેલના  મેદાનમાંથી કોઈ  કરોડ કમાય  છે.

અહીં   કરજના બોજમા  કઈ ખેડુતો  મરી જાય છે,

પરદા ઉપર ખેડૂત બની અહીં કોઈ લાખ કમાય છે.

શાળા વગરના ગામમા શિશુઓ અભણ રહી જાય છે,

અહીં  મંત્રીઓના  બાળકો  પરદેશ  ભણવા જાય છે

અહીં  નીઠારીના  નરભક્ષીઓ  બાળકોને  ખાય છે,

હરદીન  અહીં  બાળકોના કોમળ શરીર ચૂંથાય છે.

બસ હવે  આ બહુ થયું,  હવે  પ્રભુ  અવતાર  લો,

દુર્જનો નો   નાશ  કરીને   રામરાજ   પ્રસારી  દો.

-પી. કે. દાવડા

**************************

36-ઉકેલ

ઘણાં વર્ષોથી એક પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો છે; આજે મેં એનો ઉકેલ શોધવાની ચેષ્ટા કરી છે. પ્રશ્ન છે લગ્ન બાદ મા અને પત્ની સાથેના સંબંધ અને હક્કની વહેચણીનો. લગ્ન બાદ પત્ની પુરૂષના સાનિધ્ય, સમય અને વર્તન ઉપર પોતાનો દાવો કરે છે ત્યારે મા પોતાના હક્કો છોડવા આનાકાની કરે છે. આને લીધે કુટુંબની શાંતિમાં ખલેલ પડે છે અને સાસુ- વહુ ના સંબંધોમાં કડવાસ આવી જાય છે.

આનો એક ઉપાય એ છે કે સમાજના વિચારવંત લોકોએ આ પ્રશ્ન અંગે પુરતી વિચારણા કરી, એક સર્વમાન્ય નિયમાવલી બનાવવી જોઈએ. લગ્ન સમારંભના એક ભાગ તરીકે સાસુએ પોતાની અમુક સત્તાઓનું વિધીવત હસ્તાંતરણ કરવું જોઈએ. સમારંભમાં સાસુ અને વહુ બન્ને એ જાહેરમાં સોગંદ લેવા જોઈએ કે સમાજે નક્કી કરેલા નિયમોનું હું પાલન કરીશ. બન્નેને એમણે સહીઓ કરેલી સંધીની કોપી આપવી જોઈએ.

સાસુ-વહુ વચ્ચેનો કોઈપણ વિવાદનો નિર્ણય આ સંધીના નિયમોને આધિન હોવો જોઈએ.

આ ઉપાયથી ઘરોમાં શાંતિ આવવાનો સંભવ છે.

-પી. કે. દાવડા

*************************

37

(ઢાળઃ બોલમા બોલમા બોલમા રે...)

 બ્લોગમા  બ્લોગમા  બ્લોગમા  રે,
તને  જોઈએ  તે છે બધું બ્લોગમા;

જૂની કવિતા ને ગીતોને ગોતવા,
રદ્દીના    ઢગલા   ફંફોળ   મા  રે,
તને જોઈએ તે  છે બધું  બ્લોગમા.

 ગમતી  ગઝલ  ને  ગીતો  સાંભળવા,
ટંહુકાના   “બુકમાર્ક”ને   ભૂલ   મા  રે,
તને જોઈએ  તે  છે  બધું   બ્લોગમા.

 સાહિત્યની દુનિયામા ડૂબકી લગાડવા,
યાહુ   ને   ગુગલને   ભૂલ   મા   રે,
તને જોઈએ  તે  છે  બધું   બ્લોગમા.

બ્લોગમા બધું જ્યારે મફત મળે  છે,
ચોપડી  ખરીદવા પાકીટ ખોલમા  રે,
તને જોઈએ  તે  છે  બધું   બ્લોગમા.

 “દાવડા” કહે તને સાવ વાત સાચી,
તું, કોપી  કે  પેસ્ટ ને  વખોડમા રે,
તને જોઈએ તે  છે  બધું  બ્લોગમા.

 -પી. કે. દાવડા

                             **************************************************************

                                                                               38

મનાવો પછી રોજ હોળી મજેથી

(ભૂજંગી)

કરીને   ભલે કાષ્ટ ભેળા બધેથી,

જલાવો તમે આજ  હોળી મજેથી,

ઉડાડો  ગુલાલો અને  રંગ બીજા,

અને  માનજો બાળી નાખી બુરાઈ.

ભલે   છેતરાઓ તમારી જ જાતે,

નથી  નાશ પામી  બુરાઈ જરાએ,

હજીતો  વધારે  વધે  છે  બુરાઈ,

હજી  આજ લોકો રહ્યા છે લુટાઈ.

હજી  ટેક્ષ ચોરો મજાથી  ફરે છે,

અને  ભ્રષ્ટ નેતા હજીયે હસે  છે;

ગરીબો તણા ભાગના ખાઈ નાણા,

હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.

કરો નાશ આ દાનવોનો પહેલા,

પછી  છો ઉડાડો થઈ રંગ ઘેલા;

રંગો મુખ કાળા ધુતારા જનોના,

મનાવો પછી રોજ હોળી મજેથી.

-પી. કે. દાવડા

*******************************************

39

દૂરબીનના બે છેડા

આપણામાની પ્રત્યેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક દૂરબીનનો ઉપયોગ જરૂર કર્યો હશે. સામાન્ય રીતે દૂરની વસ્તુ જ્યારે આપણને સ્પષ્ટ ન દેખાય, અને આપણા માટે એ જોવું જરૂરી હોય ત્યારે આપણે દૂરબીનની મદદ લઈએ છીએ. ઘોડદોડ જોવાવાળી પ્રત્યેક વ્યક્તિના હાથમા તમને મોંઘામાયલું દૂરબીન જોવા મળશે. હું નાનો હતો ત્યારે ટી.વી. ન હતાં. સ્ટેડીયમમા ટેસ્ટમેચ જોવા જતો ત્યારે પડોશીનું દૂરબીન માગીને લઈ જતો.

 

નાનપણમા કૂતુહલતાને લઈને કોઈવાર દૂરબીનને ઊલટાવીને જોતા. ખૂબ નજીકની વસ્તુ દૂર થઈ જતી અને એ જોવાની મજા પડતી.

 

આપણે જાણે અજાણે આપણા મનની અંદર છૂપાયલા દૂરબીનનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક તદ્દન સહેલું કામ ખૂબ અઘરું લાગે છે તો ક્યારેક મુશ્કેલ કામ આપણે હસતાં હસતાં કરી લઈએ છીએ. મિત્રની કોઈ નજીવી વાતથી નારાજ થઈ, આપણે એનાથી દૂર થઈ જઈએ છીએ તો કોઈક્વાર આપણે અપમાન ગળી જઈ, મોટું મન રાખી, સંબંધને બચાવી લઈએ છીએ. વાત દૂરબીનના કયા છેડેથી જોઈએ  છીએ તેની જ છે.

આપણે “કમળો હોય એને પીળું જ દેખાય” કહેવત સાંભળી છે. સીધીસાદી વાતમાંથી પણ આપણે જ્યારે બીજો અર્થ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણને અરૂચિકારક અર્થ જ મળે છે. કોઈ આપણને સામાન્ય વાતચીત પછી, છૂટા પડતી વખતે કહે કે “મારા જેવું કંઈ કામકાજ હોય તો જરૂર કહેજો”, એનો અર્થ એ આપણને ગરીબ સમજે છે એમ લઈએ તો સમજવું કે આપણા મનનું દૂરબીન ઊંધું થઈ ગયું છે.

સામાન્ય જીંદગીમાં આપણે ગમતી વ્યક્તિને સીધા દૂરબીનથી જોઈએ છીએ અને ન ગમતી વ્યક્તિને ઊંધા દૂરબીનથી જોઈએ છીએ. સાચી વાત તો એ છે કે વસ્તુસ્થિતિને ખરા અર્થમા સમજવા દૂરબીન કરતાં આંખની ઉપર વધારે ભરોસો કરવો જોઈએ.

-પી. કે. દાવડા

************************************

-40-

(આ મારા અંગત વિચારો છે, જરૂરી નથી કે હકિકત આવી જ હોય)

 

સાહિત્ય સર્જનમા બ્લોગ્સનો ફાળો

આપણે જાણીએ છીએ કે દુનિયામા લાખો લોકો પોતાના જીવન દરમ્યાન ડાયરી લખતા હતા, અને આજે પણ લખે છે. આ બધી ડાયરીઓને આપણે સાહિત્ય ન કહી શકીએ. મહાદેવભાઈ દેસાઈ જેવા થોડા લોકો આમા અપવાદ છે, કારણ કે એમની ડાયરીઓ ઈતિહાસની સાક્ષી છે.

ડાયરી જેવી જ એક બીજી બુક છે, જેને અંગ્રેજીમા “લોગબુક” કહેવાય છે. આમા કયા સમયે તમે શું કર્યું તેની નોંધ હોય છે. આવી લોગબુક્સ કંપનીઓમા ડ્રાઈવરોને પણ આપવામા આવે છે, જેઓ કોને, ક્યારે, ક્યાંથી ક્યાં, લઈ ગયા તેની નોંધ લખવામા આવે છે.

ઈંટરનેટમા web 2.0 શરૂ થયા પછી Weblog ની શરૂઆત થઈ, જેને ટુકું નામ Blog આપવામા આવ્યું. શરૂઆતમા માનવામા આવ્યું કે પ્રત્યેક વ્યક્તિ બ્લોગમા પોતાના કામની વાતો લખસે અથવા પોતાને ગમતી માહિતી મૂકસે, જે એ પોતે પાછળથી જોઈ શકે. થોડા સમયબાદ મિત્રોને એ બ્લોગ જોવા મળે એવી સગવડ ઉમેરાઈ અને પછી ફેરફાર થતાં થતાં આજના બ્લોગ્સ અસ્તિત્વમા આવ્યા.

હવે મૂળ વાત પર આવું. આજે ૧૦૦૦ જેટલા ગુજરાતી બ્લોગ્સ અસ્તિત્વમા છે. હજારો લોકો આ બ્લોગ્સમા કંઈ ને કંઈ લખતા હોય છે અને લાખો લોકો કદાચ એ વાંચે છે. આ લખાણોમાં જુનુ સાહિત્ય, નવા લેખકો અને કવિઓના લખાણો, હાસ્યપ્રેરક ટુચકા અને લેખ, કલા, વિજ્ઞાન, વગેરેનો સમાવેશ થાય છે. મારા મતે બ્લોગ્સનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે કેટલાક લોકોએ મહેનત કરી, જૂનું અલભ્ય સાહિત્ય ઉપલબ્ધ કરાવ્યું છે. માવજીભાઈએ “માવજીભાઇની પરબ” બ્લોગમા જે જહેમત ઊઠાવી છે તે માટે ગુજરાત એમનું સદા  ઋણી રહેસે. આ ઉપરાંત સિધ્ધહસ્ત લેખકો અને કવિઓ માટે બ્લોગ્સે સારૂં મંચ ઉપલબ્ધ કરાવ્યું છે, આ લોકો એમની જૂની, પ્રસિધ્ધ કૃતિઓ Recycle કરી શકે છે.

તેમ છતાં હું એમ ન કહી શકું કે બ્લોગ્સે ગુજરાતને મોટી સંખ્યામા નવા સાહિત્યકારો આપ્યા છે. જૂજ લોકો બ્લોગ્સ દ્વારા સાહિત્યની દુનિયામા પ્રવેશ પામી શક્યા હશે, પણ વધારે લોકો ગુજરાતી સાહિત્યમા પોતાનુ આગવું સ્થાન બનાવી શક્યા નથી. એનું એક કારણ એ પણ હોઈ શકે કે એકપણ બ્લોગે પોતાનું એક ધોરણ નક્કી રાખ્યું નથી. ઉત્તમ કૃતિઓ સાથે છીછરી કૃતિઓ એક જ બ્લોગમા જોવા મળે છે. વાંચકો માત્ર શીર્ષક જોઈને વાંચવું કે નહિં એ નક્કી કરે છે. કેટલાક લોકો માત્ર લેખક કે કવિનું નામ જોઈ વાંચવું કે નહિં એ નક્કી કરે છે. આમ કેટલીક સામાન્ય કૃતિઓને વધારે Viewers મળે છે જ્યારે કેટલીક બહુ સારી કૃતિઓને જૂજ Viewers મળે છે. વળી કઈ વ્યક્તિએ કેટલા બ્લોગ્સ મૂકયા છે એના ઉપરથી એના સાહિત્યની ગુણવત્તા નક્કી કરવી મુશ્કેલ છે. કેટલાલ લોકો રોજ એક અથવા એકથી વધારે કૃતિ એક્ના એક બ્લોગમા મૂકે છે. કેટલીક વાર વર્ષમા ૩૦૦થી વધારે કૃતિઓ મૂકનારની પણ ગણના સાહિત્યકારમા કરવી મુશ્કેલ છે.મેં પોતે છેલ્લા ત્રણ વર્ષમા ૧૫૦ કૃતિઓ (એટલે કે દર અઠવાડિયે એક) બ્લોગ્સમા મૂકી છે, પણ હું સાહિત્યકારની ગણનામા આવવાથી માઈલો દૂર છું.

મારા મત મુજબ બ્લોગ્સ ઉચ્ચ કોટિના સાહિત્ય સર્જન માટેનું માધ્યમ નથી. એ માત્ર જેને પણ કંઈ બોલવું હોય એને, વારો હોય કે ન હોય (Out of turn) બોલવાની છૂટ આપે છે, જેને સાંભળવું હોય તો સાંભળે, ન સાંભળવું હોય તો Click !!!

-પી.કે.દાવડા

**********************************

-41-

ઘર બેઠે ગિરધારી
સાયબરની સફરે નીકળ્યોકરી માઉસ પર સવારી,
ઇંટરનેટને આંગણે મારે ગોતવા હતા ગિરધારી.

યાહુ-ગુગલે સર્ચ આદરીલખ્યું જ્યાં ગિરધારી,
આવી પહોંચી જાહેરાતો,’વિથ બ્રાંડ નેમ’ ગિરધારી.

ફરી ફરીને સર્ચ કરી તો પ્રગટી ફોજ કુક્કીની સારી,
આવી ગોપિ હોય નહિંને આવા નહિં ગિરધારી.

અંતે સાઈટ‘ મળી,ત્યાં આવિ રજીસ્ટર‘ ની બારી,
લોગોનમાટે ગોકુલ રાખ્યું પાસવર્ડ‘ કર્યું મોરારી.

દર્શન કરવા દખણા આપી ક્રેડિટકાર્ડથી સારી,
ક્લિક કર્યું ત્યાં મળવા આવ્યા રાધા ને ગિરધારી.

ધન્ય થયો હું દર્શન કરીનેઘર બેઠે મળ્યા મોરારી
ડાઉનલોડ‘ મેં કરી લીધુંફ્રી દર્શન જીંદગી સારી.
પી. કે. દાવડા

************************************************

42

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s