ગમતા નો કરીએ ગુલાલ

મિત્રો ,

કવિતા લખવી અથવા શબ્દોમાંથી સર્જન કરવું કોને ના ગમે  પરંતુ ઘણા મારી જેમ અનુભવતા હશે ..
ક્યારેક થાય છે,ખાલી બાગ જેવા
કોરા કાગળ પર ,
હું કવિતા થઇ,ફુટી નીકળું
પણ કોણ જાણે કેમ ,
શાહી થી સિંચન કરું, તે પહેલા જ
હું મુરજાઇ જાઉં છું તો મિત્રો
મુર્જાવાની જરૂર નથી .
આ પાનું આપણે આપણી મનગમતી કવિતા માટે રાખશું .
તમને જો કોઈ કવિની  કવિતા ગમે તો એના નામ સાથે  અને તમારા નામ સાથે જરૂર થી મોકલજો .

આપણે બીજા સાથે ગમતા ના ગુલાલ કરશું ….
તો મિત્રો ચાલો હુજ શરૂઆત કરું  છું .અને હા તમારા અભિપ્રાય જરૂર  થી આપજો .
લ્યો ત્યારે આ મારી મનગમતી કવિતા..

મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.

એકવાર દાંત પડી જાય પછી જીભના વળવા માંડે છે સા’વ લોચા;

પહેલા તો રોટલાની પોપટી ખાતો’તો, હવે ધાનને કર્યા કરું છું પોચાં,
ઓણ શિયાળે ગંડેરી ખાવાનો મોહ, કહો શેરડીના સાંઠા કેમ છોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

પહેલા તો છોકરીને જોતા વેંત જ મારા હોઠમાંથી નીકળતી સીટી;
ચોકઠું પહેરી પહેરીને કાંઈ સીટી ન વાગે, પેઢાં બની ગયા છે દાંતની બે ખીંટીં,
હવેલીએથી આવ્યો છે ઠોરનો પરસાદ, એને જોતા વેંત આવી જતું ઝોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

પહેલાં તો દાંત ઉપર દુનિયા ઊંચકતો’તો, હવે સ્ટ્રેચરમાં ઊંચકે મને લોકો;
જીવતર આખુંય બહુ ભાષણ ઠોક્યાં, હવે શ્રોતા બનવાનો આવ્યો મોકો,
વાંસળી બનવાના ઘણા ફાંફાં માર્યા, પણ બની ગયો સાંબેલું પોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

– અનિલ જોશી

Advertisements

4 Responses to ગમતા નો કરીએ ગુલાલ

 1. Kirtida Bhuta says:

  Aa kavita ma kavi ye Jivan ni haqeeqat khoobaj sachot reete darshavi chhe

  Like

 2. RAJESH SHAH says:

  Excellent way of expressions.
  -Rajesh Shah

  Like

 3. beautifully express feelings.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s